Krunal Soni Official

Krunal Soni Official Informations de contact, plan et itinéraire, formulaire de contact, heures d'ouverture, services, évaluations, photos, vidéos et annonces de Krunal Soni Official, Service social, Kinshasa.

*राजा पैदा नहीं होते , राजा बनते है.....
मानव विकाश सेवा समिति ..
India Crime & Human Rights Grievance Redressal Association..
India Crime News..
India Crime Mirror News

મારી લાડકડી ઢીંગલી ત્રિશા  (Trisha) ને 2 વર્ષ  જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.એક આશિર્વાદ હું કાયમી તને આપુ છું, "દિકરી સૂર...
16/07/2026

મારી લાડકડી ઢીંગલી ત્રિશા (Trisha) ને 2 વર્ષ જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

એક આશિર્વાદ હું કાયમી તને આપુ છું, "દિકરી સૂરજ જેવી બનજો".

મમ્માનું તેમજ પપ્પા અને બહેન તેમજ દાદા અને દાદી ના ખૂબ હેત, ખૂબ પ્રેમ અને ખૂબ વહાલી દિકરી.🥰🥰🥰

#आशीर्वाद
Krunal Soni Krunal Soni Krunal Soni Official

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના ક...
11/07/2026

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ તમે લોકોને રાશનના ઘઉં ખાવાની વાતો કરો છો, પરંતુ સરકાર પાસે થી ડાયરા કરવા માટે ₹5,00,000, ₹3,50,000 કે અન્ય લાખો રૂપિયાની રકમ લો છો.

પછી ફાર્મહાઉસ, લગ્ન પ્રસંગો, મંદિરો અને સંતોના કાર્યક્રમોમાં પણ ડાયરા કરીને મોટી ફી વસૂલો છો. જો પારદર્શિતાની વાત કરો છો, તો આવા કાર્યક્રમોમાં મળતી તમામ રકમની પણ જાહેર માહિતી આપો.

જનતા સમક્ષ એક જ પ્રશ્ન છે—પારદર્શિતા બધાને માટે સમાન હોવી જોઈએ કે નહીં?

Mayabhai Ahir

🚩 સાળંગપુરના કષ્ટભંજન દેવ સમગ્ર સનાતનીઓના છે, કોઈ સંપ્રદાયની પેઢી નથી! 🚩સાળંગપુર ધામમાં બિરાજતા પરમ પૂજ્ય કષ્ટભંજન હનુમા...
15/06/2026

🚩 સાળંગપુરના કષ્ટભંજન દેવ સમગ્ર સનાતનીઓના છે, કોઈ સંપ્રદાયની પેઢી નથી! 🚩

સાળંગપુર ધામમાં બિરાજતા પરમ પૂજ્ય કષ્ટભંજન હનુમાનજી દાદાના નામે, ચિત્રો કે પ્રતીકો પર "કોપીરાઇટ" મેળવવાનો જે પ્રયાસ સ્વામીનારાયણ સંપ્રદાયના ચોક્કસ વહીવટદારો દ્વારા કરવામાં આવ્યો છે, તેનાથી સમગ્ર સાધુ સમાજ અને સનાતની ભક્તોની લાગણી દુભાઈ છે અને ભારે રોષ ફેલાયો છે!

🔥 સાંભળી લેજો કાન ખોલીને:

ભક્તિ પર કોઈનો ઈજારો નથી: સાળંગપુરના દાદાને કરોડો લોકો વર્ષોથી પૂજે છે. દાદાના સ્વરૂપ પર કાનૂની માલિકી હક (Copyright) જમાવવાની ચેષ્ટા એ સનાતન પરંપરા પર સીધો પ્રહાર છે. દેવતા કોઈ વ્યાપારી બ્રાન્ડ નથી કે જેના પર તમે હક જમાવો!

સનાતનની સહનશીલતાનો અંત: અગાઉ પણ ભીંતચિત્રોના વિવાદ વખતે સનાતનીઓએ મોટું મન રાખીને શાંતિ જાળવી હતી, પણ જો વારંવાર હનુમાનજી દાદાના અસ્તિત્વ અને ભક્તિને પોતાની મિલકત બનાવવાની કોશિશ થશે, તો સાધુ સમાજ અને સનાતનીઓ આ અન્યાય સહન નહીં કરે.

વેપારી માનસિકતા બંધ કરો: ધર્મના સ્થાનો ભક્તોની શ્રદ્ધાથી ચાલે છે, કોઈ કોર્પોરેટ કંપનીની જેમ નહીં. જે દાદા આખા બ્રહ્માંડના કષ્ટ કાપે છે, એમના પર કાયદાના દાવપેચ અજમાવનારાઓ પોતાની મર્યાદા ભૂલી રહ્યા છે.

"જે ચિરંજીવી છે, જે રામના પરમ ભક્ત છે, એવા બજરંગબલી કોઈ એક સંપ્રદાયના બંધનમાં ક્યારેય ન આવી શકે. દાદા દરેક સનાતનીના હૃદયમાં વસે છે અને વસશે!"

અમે સાધુ સમાજ અને તમામ સનાતની સંગઠનો સાથે મળીને આ કથિત કોપીરાઇટના નિર્ણયનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ નિર્ણય તાત્કાલિક અસરથી પાછો ખેંચાવો જોઈએ, નહીં તો આ આક્રોશ સોશ્યલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી જોવા મળશે.

હનુમાનજી દાદા સનાતનીઓના છે અને સનાતનીઓના જ રહેશે!

🚩 જય શ્રી રામ! જય કષ્ટભંજન દેવ! 🚩
🚩 સનાતન ધર્મની જય હો 🚩

વાઇરલ પોસ્ટ
ભારત અપરાધ અને માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંગઠન
રાષ્ટ્રીય અધ્યક્ષ
કૃણાલ સોની

Krunal Soni Official India Crime & Human Rights Grievance Redressal Association India Crime Mirror India Crime Human Rights Grievance Redressal Association Jamnagar India Crime & Human Rights Bhavnagar India Crime Human Rights Grievance Redressal Association

  ----------=----=-------     ઉત્તરાયણ પર્વની આપને તથા આપના પરિવાર ને મારા તથા મારા પરિવાર તરફથી  ઢેર સારી શુભકામનાઓ.   ...
14/01/2026


----------=----=-------
ઉત્તરાયણ પર્વની આપને તથા આપના પરિવાર ને મારા તથા મારા પરિવાર તરફથી ઢેર સારી શુભકામનાઓ.
પતંગના ત્રણ અક્ષર એટલે.....
પ = પવિત્ર બનો.
તં = તંદુરસ્ત રહો.
ગ = ગગન જેવા વિશાળ બનો

આપણા હ્રદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગતી રહે
ઈષાૅ, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ, ક્રોધ, રુપી પતંગો કપાતી રહે
- ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કાર રૂપી પતંગ લૂંટતા રહો તેવી પ્રભુ ને પ્રાર્થના સહ... 💐🙏💐
🙏🪁

🪁ભારત અપરાધ ફરિયાદ નિવારણ સંધ 🙏 🪁
રાષ્ટ્રીય અધ્યક્ષ
કુણાલ સોની


India Crime & Human Rights Grievance Redressal Association
India Crime Human Rights Grievance Redressal Association Jamnagar
India Crime Human Rights Grievance Redressal Association
Indiacrime Humanrights

વાંક હંમેશા પુરુષનો જ હોય છે, સ્ત્રી તો સાવ નિર્દોષ કહેવાય...બે દિવસ પહેલા અમદાવાદની ઘટના અત્યારે સતત ચર્ચામાં છે, સોશિય...
21/12/2025

વાંક હંમેશા પુરુષનો જ હોય છે, સ્ત્રી તો સાવ નિર્દોષ કહેવાય...

બે દિવસ પહેલા અમદાવાદની ઘટના અત્યારે સતત ચર્ચામાં છે, સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ પણ થઈ રહ્યા છે, જેમાં એક પોલીસકર્મી એક મહિલા પર હાથ ઉઠાવી રહ્યા છે.

પહેલો વીડિયો સામે આવ્યો ત્યારે આખા ગુજરાતે પોલીસકર્મીને દોષી માની લીધો, ના બોલવાના શબ્દો પણ બોલ્યા, વીડિયો ખૂબ જ વાયરલ પણ થયો અને માત્ર એ પોલીસકર્મી જ નહીં, સમગ્ર ગુજરાત પોલીસની કામગીરી પર આંગળીઓ ઉઠવા લાગી.

પણ હજુ આનું બીજું પાસું તો બાકી હતું, લોકોએ ફક્ત એક જ પાસુ જોઈને પોલીસકર્મીને દોષી માની લીધો હતો, પરંતુ પછી બીજો વીડિયો સામે આવ્યો અને જે હકીકત સામે આવી તે જોઈને લોકોના મોઢા બંધ થઈ ગયા અને આ વિશે બહુ ઓછા લોકો બોલ્યા.

પોલીસકર્મીનો વાંક તો હતો જ, સ્ત્રી પર હાથ ઉઠાવવો, કારણ કે આ કામ પુરુષોને ના શોભે, પરંતુ આમ કરવા પાછળનું કારણ તો તમે બધાએ જોઈ જ લીધું છે.

નવા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ભૂલ મહિલાની હતી, સિગ્નલ તોડ્યું અને ઉપરથી દાદાગીરી. વળી મહિલા તો એડવોકેટ હતા, કાયદાના જાણકાર છતાં ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો અને પોલીસકર્મીએ ઊભા રાખ્યા તો તું, તડાક થી વાત કરવા લાગ્યા, પોલીસકર્મીની ઉંમર વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે, એ મહિલા કરતા પણ મોટી ઉંમરના છે, છતાં માન આપવાના બદલે જેમ ફાવે એમ બોલવું.

ચાલો ત્યાં સુધી તો પોલીસકર્મીએ પોતાના ગુસ્સા પર કાબુ રાખ્યો હતો, પરંતુ પછી યુનિફોર્મમાં રહેલા પોલીસકર્મીનું આઇકાર્ડ માંગ્યું, એ પણ પોલીસકર્મીએ બતાવ્યું અને પાછું હાથમાં આપવાના બદલે ફેંકી દીધું ? આ તો સાવ ઇજ્જત પર આવી જાય અને આ વાતથી મને જ નહીં, દરેક વ્યક્તિને ગુસ્સો આવવાનો જ છે, બસ આ ગુસ્સામાં પોલીસકર્મી ઉત્તેજિત થયા અને હાથ ઉઠાવ્યો, એડવોકેટ બેન પોતાની ભૂલ પણ માનવા તૈયાર નથી થતા અને એવી અભદ્ર ગાળો બોલવા લાગ્યા જે કદાચ સાંભળી પણ ના શકાય.

એટલું જ નહીં, એડવોકેટ બહેન તો પોલીસકર્મીના પરિવાર સુધી પણ પહોંચી ગયા કે તારા ઘરમાં બધાને બંગડીઓ પહેરાવ. યાર આ કઈ માનસિકતા ? શું બેન કોર્ટમાં પણ આ રીતે જ વર્તન કરતા હશે ? આવા લોકોમાં કયો પાવર હશે ? કઈ સત્તાના જોર પર આટલું ઉછાળા મારતા હશે ?

પોલીસ પણ એમનું કામ કરી રહી છે, એમને પણ ઈજ્જતની જરૂર હોય, એમને તમારી પાસે ખોટી રીતે પૈસાની માંગણી તો કરી નથી ? ફક્ત તમને કાયદાનું ભાન કરાવ્યું છે અને તો પણ તમે એમની સાથે આવું વર્તન કરો તો કોઈ સહન કરે ખરું ?

એ પોલીસકર્મીની જગ્યાએ પોતાની જાતને મૂકીને જોજો, કે તમે આ જગ્યાએ હોતા તો શું કરતા ?

આ ઘટનાને લઈને મારે એજ કહેવું છે કે, આવી કોઈપણ બાબત આવે ત્યારે કોઈપણ એક પક્ષનું ના જોશો, બીજા પક્ષ તરફની પણ હકીકત સામે આવશે, બસ રાહ જુઓ, સોશિયલ મીડિયામાં પહેલા પોસ્ટ કરવાની લાહ્યમાં તમે કોઈ નિર્દોષને પણ ગુનેગાર બનાવી દો છો, બે દિવસથી ઘટના ચાલી રહી છે, પરંતુ મેં એટલા માટે કઈ પોસ્ટ નહોતું કર્યું કે મને ખબર હતી હજુ બીજા પક્ષની હકીકત સામે આવશે, અને આવી પણ ગઈ.

ઘણીવાર પુરુષ પર લાગેલા ખોટા આરોપો સહન નથી પણ કરી શકતા અને આપઘાત જેવા પગલા પણ ભરે છે, કારણ કે સાચી હકીકત સામે આવે એ પહેલાં દુનિયા એને દોષી માની લેતી હોય છે અને આવા આરોપો કોઈ સહન પણ નથી કરી શકતું.

આ મામલે તમે શું કહેવા માંગો છો ? ચાલો ચર્ચા કરીએ...

- ભારત અપરાધ અને માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંઘ
- રાષ્ટ્રીય પ્રમુખ.
- શ્રી કૃણાલ સોની. (માનવ વિકાસ સેવા સંઘ- પ્રમુખ )
India Crime & Human Rights Grievance Redressal Association India Crime Human Rights Grievance Redressal Association Jamnagar India Crime & Human Rights Bhavnagar India Crime Human Rights Grievance Redressal Association Indiacrime Humanrights India Crime Mirror News India Crime News India Crime Mirror

Adresse

Kinshasa

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque Krunal Soni Official publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Contacter L’organisation

Envoyer un message à Krunal Soni Official:

Raccourcis

Partager