Jayesh Rami - Bjp Khadiya

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરણાદાયી આહ્વાનથી પ્રેરિત ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ખાડિયા-જમાલપુર વિધ...
07/08/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરણાદાયી આહ્વાનથી પ્રેરિત ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ખાડિયા-જમાલપુર વિધાનસભાના કાર્યકર્તાઓની આયોજન બેઠકમાં કર્ણાવતી મહાનગર ના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહે હાજરી આપી; અભિયાનને ઘર-ઘર સુધી પહોંચાડવા, વધુમાં વધુ જનભાગીદારી સુનિશ્ચિત કરવા તથા વિવિધ કાર્યક્રમોના અસરકારક આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

આ બેઠકમાં મહાનગરના મહામંત્રી શ્રી દર્શકભાઈ ઠાકર, શ્રી ઉમંગભાઈ નાયક, શ્રી ગૌતમભાઈ કથીરિયા તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

ખાડિયા તૈયાર છે ભવ્ય તિરંગા યાત્રા માટે! 🇮🇳આગામી ૧૧-૦૮-૨૦૨૬ના રોજ ખાડિયા વોર્ડમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થનાર છે.આ ...
07/08/2026

ખાડિયા તૈયાર છે ભવ્ય તિરંગા યાત્રા માટે! 🇮🇳

આગામી ૧૧-૦૮-૨૦૨૬ના રોજ ખાડિયા વોર્ડમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થનાર છે.

આ બેઠકમાં જમાલપુર -ખાડિયા ના પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂષણભાઈ ભટ્ટ તથા મારી સાથે ખાડિયા વોર્ડ મહામંત્રી શ્રી કલ્પેશભાઈ રાણા જોડાયા હતા.

આ ઐતિહાસિક યાત્રાના સફળ આયોજન માટે આજે વિસ્તારની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ મંડળના હોદ્દેદારો સાથે આયોજનલક્ષી બેઠક યોજી, જેમાં યાત્રાને ભવ્ય અને સફળ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષના ગૌરવશાળી ઇતિહાસમાં ખાડિયાનું સ્થાન અવિસ્મરણીય છે.આવા ઐતિહાસિક ધરતી પર રાષ્ટ્રધ્વજના ગૌરવને ઉજાગર કરતી તિરંગા યાત્રામાં મહાનુભાવોની ઉપસ્થિતિ સમગ્ર ખાડિયા માટે ગૌરવ અને પ્રેરણાની ક્ષણ બનશે.

રાષ્ટ્રગાનના રચયિતા, શ્રેષ્ઠ સાહિત્યકાર, મહાન કવિ અને નોબેલ પુરસ્કારથી સન્માનિત ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર જી ની પુણ્યતિથ...
07/08/2026

રાષ્ટ્રગાનના રચયિતા, શ્રેષ્ઠ સાહિત્યકાર, મહાન કવિ અને નોબેલ પુરસ્કારથી સન્માનિત ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર જી ની પુણ્યતિથિ પર સાદર નમન

ભારતીય હાથસાળમાં સમાયેલી છે પરંપરાની સુગંધ, કારીગરોના પરિશ્રમની ચમક અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન.રાષ્ટ્રીય હાથસાળ દિવસન...
07/08/2026

ભારતીય હાથસાળમાં સમાયેલી છે પરંપરાની સુગંધ, કારીગરોના પરિશ્રમની ચમક અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન.

રાષ્ટ્રીય હાથસાળ દિવસના અવસરે તમામ હાથસાળ કસબીઓને અભિનંદન અને શુભેચ્છાઓ.

આવો, સ્વદેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપી ના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ.

આજનો શબ્દ
07/08/2026

આજનો શબ્દ

07/08/2026
સમજો કોંગ્રેસનું દોગલાપણું
07/08/2026

સમજો કોંગ્રેસનું દોગલાપણું

આગામી ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ યોજાનાર ભવ્ય તિરંગા યાત્રાના સફળ આયોજનને ધ્યાનમાં રાખી આજે મેયર શ્રી હિતેશભાઈ બારોટ, કર્ણાવતી...
07/08/2026

આગામી ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ યોજાનાર ભવ્ય તિરંગા યાત્રાના સફળ આયોજનને ધ્યાનમાં રાખી આજે મેયર શ્રી હિતેશભાઈ બારોટ, કર્ણાવતી મહાનગર ના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ તથા કોર્પોરેશનના હોદ્દેદારો તથા અધિકારીશ્રીઓ સાથે તિરંગા યાત્રાના રૂટનું સ્થળ નિરીક્ષણ કર્યું.

યાત્રાનું આયોજન સુવ્યવસ્થિત, સુરક્ષિત અને ભવ્ય બને તે માટે ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા, સુરક્ષા સહિતની વિવિધ બાબતો અંગે વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.





એન.આઈ. એક્ટ (ચેક રિટર્ન કેસ) અંતર્ગત ફરિયાદીને મળ્યો ન્યાય માનનીય કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસના એક મહત્વપૂર્ણ કેસમાં ફરિ...
06/08/2026

એન.આઈ. એક્ટ (ચેક રિટર્ન કેસ) અંતર્ગત ફરિયાદીને મળ્યો ન્યાય માનનીય કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસના એક મહત્વપૂર્ણ કેસમાં ફરિયાદી તરફે શાનદાર સફળતા મેળવવામાં આવી છે. કોર્ટે કેસની ગંભીરતા અને પુરાવાઓને ધ્યાને રાખીને આરોપીને સજાનો હુકમ ફરમાવ્યો છે.
મારી ટીમ ના સભ્ય દિયા દરજી, મહેશ ઠાકોર,ભાવિક ગોહિલ,આયુષી ઉપાધ્યાય તમામ ના સહકાર બદલ આભાર..

Address

1722-3, Kakabaliya Ni Pole , Mandavi Ni Pole, Astodiya Chakla. Khadiya
Ahmedabad
380001

Website

Alerts

Be the first to know and let us send you an email when Jayesh Rami - Bjp Khadiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share