25/01/2026
શ્રી કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થાન અમદાવાદ ,
*અગત્યની જાહેરાત*
"કંસારા મેટ્રીમોની" અને "પરિચય સંમેલન 2025" માં જોડાયેલ સર્વે ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે અમારા થકી કોઈપણ પ્રકારનો ફોન કે વોટ્સએપ મેસેજ મોકલી બાયોડેટા મોકલી પૈસા મોકલવાનો સંદેશ આપવામાં આવેલ નથી કે મોકલેલ નથી. સંસ્થાના ધ્યાને આવેલ છે કે કોઈ અજાણી વ્યક્તિઓ દ્વારા આપણા પરિચય મેળામાં સામેલ વ્યક્તિઓને મેસેજ મોકલી લાલચ આપીને પૈસા મગાવી રહ્યા છે.એક સભ્ય પાસેથી રૂપિયા 3500 ઑનલાઇન મંગાવીને વિશ્વાસઘાત કરેલ છે. આથી અમો જણાવીએ છીએ કે અમારી સંસ્થા દ્વારા આવી કોઈ પ્રકારની જાહેરાત કે ફી લેવામાં આવતી નથી જેની નોંધ લેવા વિનંતી.અમારી સંસ્થા માત્ર કંસારા સમાજના સભ્યો માટે જ નિશુલ્ક (FREE) સેવા ભાવથી જ ઉમદા હેતુથી આ પ્રવૃત્તિ કરે છે.
પ્રમુખ શ્રી કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થાન અમદાવાદ