18/07/2026
સફાઈ અપનાવો, બીમારી ભગાવો અભિયાન અંતર્ગત કરમસદ–આણંદ મહાનગરપાલિકા દ્વારા કુલ ૮૮૫ જેટલા સફાઈ મિત્રોની નિઃશુલ્ક આરોગ્ય તપાસ યોજવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે આજે આણંદ, વિધાનગર અને બાકરોલ વિસ્તારમાં અંદાજિત ૧૫૦ જેટલા સફાઈ મિત્રોની આરોગ્ય તપાસ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.
આ પહેલનો મુખ્ય હેતુ સફાઈ મિત્રોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમના આરોગ્યનું યોગ્ય નિદાન તથા સમયસર સારવાર સુનિશ્ચિત કરવો છે. મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની સેવાઓથી સમાજના મહત્ત્વના યોગદાનકારોને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.