05/09/2026
સ્વામિનારાયણ વિદ્યાલય, સંસ્કારનગર, ભુજ ખાતે આયોજિત કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-૨૦૨૬માં ઉપસ્થિત રહી શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવાનો અવસર પ્રાપ્ત થયો.
શિક્ષકો સમાજના સાચા ઘડવૈયા છે. તેમની નિષ્ઠા, સમર્પણ અને શિક્ષણ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા ભાવિ પેઢીના ઘડતરનો મજબૂત પાયો છે. આવા કર્મનિષ્ઠ શિક્ષકોનું સન્માન કરવું એ સમગ્ર શિક્ષણ જગતનું સન્માન છે.
શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર તમામ શ્રેષ્ઠ શિક્ષકશ્રીઓને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.