15/05/2026
"શબ્દથી શિવોહમ સુધીની યાત્રા".
આપણા વેદ ,પુરાણ અને ઉપનિષદોમાંથી કેળવણીનું ઝરણું વહે છે
આપણા વેદ ,પુરાણ અને ઉપનિષદોમાંથી કેળવણીનું ઝરણું વહે છે જે આગળ જતા વિશાળ નદી અને સમુદ્રનું સ્થાન પામે છે જેના કારણે થતી જ્ઞાનવર્ષા આપણા અસ્તિત્વને સમૃદ્ધ , વિવેક્મય અને કરુણાભાવથી સજ્જ કરે છે.
ભારતવર્ષ એ વેદ ,પુરાણ અને ઉપનિષદોમાંથી પ્રગટ થયેલી સંસ્કૃતિ સંપન્ન કેળવણીનો દેશ છે. ભારતવર્ષસે સૌને ખુલ્લા હ્રદયથી સ્વીકાર્યા છે અને તેથી જ તે મહાન દેશ છે. આ બધું જ્યારે હું બોલતો હતો ત્યારે સામે બેસેલા ૨૦ -૨૨ વર્ષના યુવાનો એને ખુબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા , નોટબુકમાં નોંધી રહ્યા હતા અને સમજી રહ્યા હતા. આ વિધાર્થીઓ ઝગડિયા તાલુકાના સેવા રૂરલમાં ચાલતા સ્વામી વિવેકાનંદ કેન્દ્રમાંથી અમારી ભવ્ય ભરૂચની એવી ભવ્ય કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં મુલાકાતે આવ્યા હતા. એમની સાથે શિક્ષકો પણ આવ્યા હતા તેઓનો આગ્રહ હતો કે આ બાળકોને સમજાવો કે વાંચન થકી કેવી રીતે અસ્તિત્ત્વને શણગારિ શકાય.
જ્યારે તેઓ મુલાકાતે આવ્યા ત્યારે થોડા દિવસ પહેલા જ પુસ્તકાલયમાં આવેલા જગદગુરુ આદિશંકરાચાર્ય રચિત 15 ગ્રંથોનું આગમન થયું હતું જે બધા જ અદભૂત અને અલૌકિકઅનુભવ કરાવનારા છે. આ ગ્રંથોમાં સ્ત્રોત્રાવલી , વિષ્ણુસહસ્ત્રનામભાસ્યા , શ્રીમદભગવદ્ગીતાભાષ્ય , ઉપનિષદ ભાષાય , વિવકેચુડામણી , બ્રહ્મસૂત્ર ભાષ્ય , છાંદોગ્યોઉનીષભાષ્ય , ઉપ્દેશ્સાહ્સ્ત્રી,પ્રપંચસાર વગેરે વિષયોનું જ્ઞાન સમાયેલું છે. આ ગ્રંથ માત્ર ધારણ કરવાથી જ આપણામાં એક અનોખી અનુભૂતિ થાય છે તો એનું વાંચન અને એનો અમલ કરવાથી કેટલું પુણ્ય આપણાભાગ્યમાં જમા થશે એની કલ્પના કરવી અશક્ય છે.
જગદગુરુ આદી શંકરાચાર્ય કે જેઓએ માત્ર આઠ વર્ષની આયુમાં ‘શિવોહમ શિવોહમ’નું તત્વજ્ઞાન આ વિશ્વને આપ્યું હતું
* ૮ વર્ષની ઉંમરે: ચારેય વેદોનું જ્ઞાન મેળવ્યું.
* ૧૨ વર્ષની ઉંમરે: તમામ શાસ્ત્રોમાં નિપુણતા મેળવી.
* ૧૬ વર્ષની ઉંમરે: પ્રસ્થાનત્રયી (ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર) પર ભાષ્યો લખ્યા.
* ૩૨ વર્ષની ઉંમરે: તેમણે આ લોકમાંથી વિદાય લીધી.
આટલા ટૂંકા આયુષ્યમાં તેમણે સમગ્ર ભારતમાં પદયાત્રા કરી અદ્વૈત વેદાંતનો પ્રચાર કર્યો અને ચાર દિશાઓમાં ચાર મઠોની સ્થાપના કરી હતી.
ભારતની એકતા અકબંધ રાખવા અને ધર્મના સંરક્ષણ માટે તેમણે દેશની ચાર દિશામાં ચાર મુખ્ય મઠો સ્થાપ્યા:
* પૂર્વ: ગોવર્ધન મઠ (પુરી, ઓડિશા)
* પશ્ચિમ: શારદા મઠ (દ્વારકા, ગુજરાત)
* ઉત્તર: જ્યોતિર્મઠ (બદ્રીનાથ, ઉત્તરાખંડ)
* દક્ષિણ: શ્રૃંગેરી શારદા પીઠ (કર્ણાટક)
તેમણે વિખરાયેલા ભારતને ભૌગોલિક અને આધ્યાત્મિક રીતે એક કરવાનું અજોડ કાર્ય કર્યું છે. ગુરુ ગોવિંદ ભગવતપાદ પાસે જઈને તેમણે નર્મદા કિનારે જ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રચલિત માન્યતાઓ અને ઐતિહાસિક સ્ત્રોતો અનુસાર, તેઓ માત્ર ૩૨ વર્ષ જીવ્યા હતા.
હમણાં વેકેશનચાલે છે ત્યારે નવી પેઢીના માતા – પિતાઓ નવી પેઢીના બાળકોને પુસ્તકાલયની મુલાકાતે લાવવાનું ચૂકવું જોઈએ નહિ. કેમ કે જ્ઞાન જ તેમને ઉત્તમ થી સ્રવોત્તમ તરફ જવા માટે સહાયભૂત નીવડશે એ ભૂલવું જોઈએ નહિ. પુસ્તકો માત્ર માહિતી નથી આપતા પણ વિવેક અને કરુણા શીખવે છે.
નરેન કે સોનાર