06/08/2026
#શિક્ષણયજ્ઞ
* #ભાઈબંધની_નિશાળ* (Estd. )
સરદારબાગ(પિલગાર્ડન)
*(ભાવનગરમાં #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બાળકો માટે ચાલતી શાળા)*
#ભાવનગર
#જેષ્ઠવદ૧૪_અષાઢવદ૦૩
#વિક્રમસંવત૨૦૮૨
#કલિયુગાબ્દ૫૧૨૮
*નિયત ટાઈમ ટેબલ મુજબ ભણતર સાથે વરસાદ અને બફારાની મિક્સ મોજ*
નિત્ય ક્રમ મુજબ નિયમિત પ્રાર્થના બાદ,સામૂહિક તથા વ્યક્તિગત સ્વરૂપે એકડા,કક્કો,36 સુધી અંગ્રેજી એકડા, T ફોર તુલસીદાસ સુધી ABCD,અને 25 સુધીના ઘડિયા ની મોપાઠ તાળીઓના તાલ સાથે બોલી,રાબેતા મુજબ શીખેલા કક્કાના અક્ષરો "નમગજ","દરસવ"”કછબઅ” અને “પડતણ” તથા "કાના" અને માત્રા સાથેના શબ્દો નો બોર્ડ પર મહાવરો કર્યો સાથે વિવિધ શબ્દ રચનાઓનો અભ્યાસ કર્યો.
સાથે વધુ એક ઇંગ્લિશ એકડા 37-40અને 26 નો ઘડિયો શીખવાનું શરૂ કર્યું,સાથે લેખન કાર્ય પણ મોજ થી કર્યું.
નિયત ટાઈમટેબલ મુજબ સોમવાર થી શનિવાર દરમ્યાન લેખન-વાંચન-રમત-બાળ ડાયરો-ડાન્સ-યોગ સહિતની પ્રવૃત્તિઓ કરી ખૂબ મોજ કરી,સાથે રમતમાં અમે ડીશ ફેંક અને નર્ગેલ પર હમણાં અમે ફોકસ કર્યું છે સાથે વરસાદ અને બફારાનો આનંદ લીધો.
નિત્યક્રમ અનુસાર નિશાળ કાર્યના અંતે પ્રાર્થના-રાષ્ટ્ર આરાધના બાદ ઉપસ્થીતોના આશિષ મેળવી અનામી દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરી,નિયત સફાઈ કાર્ય કરી,ભાઈબંધો #જયહિંદ સાથે જયશ્રીરામ,”ભારત માતા કી જય “ના જય ઘોષ સાથે નિશાળની રિક્ષામાં પોત-પોતાના ફૂટપાથ બંગલે જવા નીકળ્યા.
🙏🏻
ડો.ઓમ ત્રિવેદી
"ભાઈબંધ"
શિક્ષણવિદ્-સામાજિક કાર્યકર્તા #કાર્યકર્તા