AIR News Bhuj

AIR News Bhuj Official Page of Regional News Unit-Akashvani Bhuj

મારા વ્હાલા દેશવાસીઓ, આપણા પર્વો અને તહેવારો આપણી પરંપરાઓની સાથે-સાથે આપણને એકબીજા સાથે જોડવાની તક પણ આપે છે. આગામી દિવસ...
30/08/2026

મારા વ્હાલા દેશવાસીઓ, આપણા પર્વો અને તહેવારો આપણી પરંપરાઓની સાથે-સાથે આપણને એકબીજા સાથે જોડવાની તક પણ આપે છે. આગામી દિવસોમાં આપણે વધુ કેટલાક મહત્વપૂર્ણ તહેવારો ઉજવવા જઈ રહ્યા છીએ: પ્રધાનમંત્રી Narendra Modi

3 સપ્ટેમ્બરે આપણે મહાનાયક ઉત્તમ કુમારજીની જન્મ-શતાબ્દી ઉજવીશું. ઉત્તમ કુમારજી એક વર્સટાઇલ એક્ટર હતા, જે પોતાના અભિનયથી લ...
30/08/2026

3 સપ્ટેમ્બરે આપણે મહાનાયક ઉત્તમ કુમારજીની જન્મ-શતાબ્દી ઉજવીશું. ઉત્તમ કુમારજી એક વર્સટાઇલ એક્ટર હતા, જે પોતાના અભિનયથી લોકોના દિલમાં વસી ગયા: પ્રધાનમંત્રી Narendra Modi

મારા વ્હાલા દેશવાસીઓ, આજકાલ એવોકેડો (Avocado) ફળની મોટી ધૂમ છે. આ ફળને પહેલા કદાચ જ કોઈ જાણતું હતું. તેની વેલ્યુ અને ડિમ...
30/08/2026

મારા વ્હાલા દેશવાસીઓ, આજકાલ એવોકેડો (Avocado) ફળની મોટી ધૂમ છે. આ ફળને પહેલા કદાચ જ કોઈ જાણતું હતું. તેની વેલ્યુ અને ડિમાન્ડ બંને ઓછી હતી, પરંતુ આજે તેને ડાઇનિંગ ટેબલ પર ખૂબ જોવામાં આવી રહ્યું છે: પ્રધાનમંત્રી Narendra Modi

આજે આપણી દીકરીઓના સપનાની ઉડાન, ધરતીથી નીકળીને અવકાશ સુધી પહોંચી રહી છે અને તમને આ જાણીને ગર્વ થશે કે ભારત, આવા સપના જોતી...
30/08/2026

આજે આપણી દીકરીઓના સપનાની ઉડાન, ધરતીથી નીકળીને અવકાશ સુધી પહોંચી રહી છે અને તમને આ જાણીને ગર્વ થશે કે ભારત, આવા સપના જોતી દુનિયાની હજારો દીકરીઓને એકસાથે જોડી રહ્યું છે: પ્રધાનમંત્રી Narendra Modi

મારા વ્હાલા દેશવાસીઓ, ક્યારેક આપણો એક નાનો શોખ, જીવનમાં એક મોટી સંભાવનાનો રસ્તો ખોલી દે છે: પ્રધાનમંત્રી Narendra Modi  ...
30/08/2026

મારા વ્હાલા દેશવાસીઓ, ક્યારેક આપણો એક નાનો શોખ, જીવનમાં એક મોટી સંભાવનાનો રસ્તો ખોલી દે છે: પ્રધાનમંત્રી Narendra Modi

સાથીઓ, આપણા ગામ હોય કે શહેર, આપણી નદીઓ હોય કે તીર્થસ્થળો. તેની ઓળખ આપણા વ્યવહારથી પણ બને છે: પ્રધાનમંત્રી Narendra Modi ...
30/08/2026

સાથીઓ, આપણા ગામ હોય કે શહેર, આપણી નદીઓ હોય કે તીર્થસ્થળો. તેની ઓળખ આપણા વ્યવહારથી પણ બને છે: પ્રધાનમંત્રી Narendra Modi

આ વખતે શ્રી અમરનાથજીની યાત્રામાં પણ સ્વચ્છતા અને જનભાગીદારીની આવી જ પ્રેરક તસવીર જોવા મળી. અઘરા રસ્તાઓ પર હજારો સ્વચ્છતા...
30/08/2026

આ વખતે શ્રી અમરનાથજીની યાત્રામાં પણ સ્વચ્છતા અને જનભાગીદારીની આવી જ પ્રેરક તસવીર જોવા મળી. અઘરા રસ્તાઓ પર હજારો સ્વચ્છતા કર્મીઓ દિવસ-રાત સેવામાં લાગેલા રહ્યા: પ્રધાનમંત્રી Narendra Modi

મારા વ્હાલા દેશવાસીઓ, સ્વચ્છતાની એક બહુ મોટી ખૂબી હોય છે. જ્યારે કોઈ જગ્યાને સ્વચ્છ રાખવાનો સંકલ્પ ત્યાંના લોકોનો પોતાનો...
30/08/2026

મારા વ્હાલા દેશવાસીઓ, સ્વચ્છતાની એક બહુ મોટી ખૂબી હોય છે. જ્યારે કોઈ જગ્યાને સ્વચ્છ રાખવાનો સંકલ્પ ત્યાંના લોકોનો પોતાનો સંકલ્પ બની જાય છે, ત્યારે બદલાવ માત્ર સાફ-સફાઈ સુધી સીમિત નથી રહેતો. આનાથી તે જગ્યાની આખી ઓળખ જ બદલાઈ જાય છે: પ્રધાનમંત્રી Narendra Modi

ગાઝિયાબાદના બબીતા શર્માજી પૂજાની સામગ્રીનું એક નાનું સ્ટૉલ લગાવતા હતા. ફૂલ, દીવા, અગરબત્તી, નારિયેળ જેવી ચીજો વેચીને, તે...
30/08/2026

ગાઝિયાબાદના બબીતા શર્માજી પૂજાની સામગ્રીનું એક નાનું સ્ટૉલ લગાવતા હતા. ફૂલ, દીવા, અગરબત્તી, નારિયેળ જેવી ચીજો વેચીને, તેઓ પોતાના પરિવારની આજીવિકામાં હાથ અંતાવતા હતા. મહેનત ખૂબ હતી, પરંતુ વેપાર વધારવા માટે મૂડીની જરૂર હતી. ‘PM સ્વનિધિ’થી તેમને આર્થિક મદદ મળી. તેમણે પોતાના સ્ટૉલ પર સામાન વધાર્યો, વેપારનો વિસ્તાર કર્યો. ગ્રાહકો વધ્યા, આવક વધી અને ધીમે-ધીમે રસ્તા કિનારે તેમનું નાનું સ્ટૉલ એક દુકાનમાં બદલાઈ ગયું: પ્રધાનમંત્રી Narendra Modi

આપણા શહેરો અને કસ્બાઓના રસ્તાઓ પર દરરોજ સવારથી સાંજ સુધી, લાખો મહિલાઓ પોતપોતાના કામમાં મચેલી રહે છે. કોઈ શાકભાજી વેચે છે...
30/08/2026

આપણા શહેરો અને કસ્બાઓના રસ્તાઓ પર દરરોજ સવારથી સાંજ સુધી, લાખો મહિલાઓ પોતપોતાના કામમાં મચેલી રહે છે. કોઈ શાકભાજી વેચે છે, કોઈ ફળ, કોઈ ચાની લારી ચલાવે છે, તો કોઈ ફૂલ, દીવા અને પૂજાની સામગ્રી વેચે છે. ઘણીવાર, ફક્ત થોડીક મૂડીની કમી, તેમના વેપારને આગળ વધતા અટકાવી દે છે: પ્રધાનમંત્રી Narendra Modi

Address

Akashvani Bhuj
Bhuj
370001

Opening Hours

Monday 6am - 9pm
Tuesday 6am - 9pm
Wednesday 6am - 9pm
Thursday 6am - 9pm
Friday 6am - 9pm
Saturday 6am - 9pm
Sunday 6am - 9pm

Website

Alerts

Be the first to know and let us send you an email when AIR News Bhuj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share