Collector Chhotaudepur

Collector Chhotaudepur official page of Collector & DM Chhotaudepur

માનનીય પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષના સુશાસનના અવસરે વૃક્ષારોપણમાનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષના સુશ...
12/06/2026

માનનીય પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષના સુશાસનના અવસરે વૃક્ષારોપણ

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષના સુશાસન અંતર્ગત તેમના “એક પેડ માં કે નામ” ના વિચારને સાકાર સ્વરૂપ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ સંરક્ષણ, હરિયાળું ભવિષ્ય અને જનભાગીદારીના સંદેશ સાથે વૃક્ષારોપણ કરી પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

“એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને તેનું સંવર્ધન કરી હરિયાળા અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં સહભાગી બનવા સૌને અપીલ કરવામાં આવી હતી.

CMO Gujarat Gujarat Information

12/06/2026

🌟 કારકિર્દી માર્ગદર્શન શિબિર અને આત્મવિશ્વાસ વૃદ્ધિ સંવાદ 🌟
આ શિબિરમાં પ્રેરક વક્તા સંજય રાવલ અને જાણીતા લેખક જય વસાવડા યુવાનો સાથે સીધો સંવાદ કરશે.
સપના જોઓ, મહેનત કરો, વિશ્વાસ રાખો અને સફળતાની રાહ શોધો.

📅 તારીખ: 17 જૂન 2026 | ⏰ સમય: 12:00 કલાક
સ્થળ: BAPS સ્વામિનારાયણ મંદિર હોલ, બોડેલી, છોટાઉદેપુર
એક અનોખો અવસર, જીવનમાં આત્મવિશ્વાસ અને માર્ગદર્શન મેળવવાનો! ✨

CMO Gujarat Gujarat Information

જનકલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને સીધો લાભ પહોંચાડવા કાર્યક્રમનું આયોજનઆજરોજ ગામ સાંકળ (તણખલા) ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગ...
12/06/2026

જનકલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને સીધો લાભ પહોંચાડવા કાર્યક્રમનું આયોજન

આજરોજ ગામ સાંકળ (તણખલા) ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન ના અધ્યક્ષસ્થાને જનકલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ પહોંચાડવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોની જનહિતલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી તેમજ પાત્ર લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું. કલેક્ટરશ્રીએ સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ મેળવવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

CMO Gujarat Gujarat Information

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લામાં આયોજિત વિવિધ કાર્યક્રમોના સફળ...
11/06/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લામાં આયોજિત વિવિધ કાર્યક્રમોના સફળ આયોજન અને અસરકારક અમલવારી માટે કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ.

બેઠક દરમિયાન વિવિધ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી, જેથી તમામ કાર્યક્રમો સુચારૂ અને સફળતાપૂર્વક સંપન્ન થઈ શકે.

CMO Gujarat Gujarat Information

આગામી દિવસોમાં રિજનલ વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં યોજાનાર એક દિવસીય કોન્ફરન્સ અંગે સમીક્ષા બેઠકજિલ્લા ક...
11/06/2026

આગામી દિવસોમાં રિજનલ વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં યોજાનાર એક દિવસીય કોન્ફરન્સ અંગે સમીક્ષા બેઠક

જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન ના અધ્યક્ષસ્થાને આગામી દિવસોમાં રિજનલ વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં યોજાનાર એક દિવસીય કોન્ફરન્સના આયોજન સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન કોન્ફરન્સની આયોજન વ્યવસ્થા, વિવિધ વિભાગોની જવાબદારીઓ, જરૂરી સુવિધાઓ, ઉપસ્થિત મહાનુભાવો માટેની વ્યવસ્થાઓ તેમજ કાર્યક્રમના સફળ આયોજન માટે કરવામાં આવનાર કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સમયબદ્ધ આયોજન અને સુચારુ સંકલન સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા સ્તરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

CMO Gujarat Gujarat Information

🌟 કારકિર્દી માર્ગદર્શન શિબિર તથા આત્મવિશ્વાસ વૃદ્ધિ સંવાદ 🌟છેવાડાના આદિવાસી બાળકો સાથે સહજ સંવાદ માટે એક વિશેષ કાર્યક્રમ...
11/06/2026

🌟 કારકિર્દી માર્ગદર્શન શિબિર તથા આત્મવિશ્વાસ વૃદ્ધિ સંવાદ 🌟

છેવાડાના આદિવાસી બાળકો સાથે સહજ સંવાદ માટે એક વિશેષ કાર્યક્રમ…

🎙️ પ્રેરક વક્તા: સંજય રાવલ
🎙️ જાણીતા લેખક: જય વસાવડા

પ્રેરણાદાયી વિચારો, જીવનના અનુભવો અને સર્જનાત્મક સંવાદ દ્વારા યુવાનોમાં આત્મવિશ્વાસ, સંસ્કાર, સંવેદના અને સફળતાની ભાવના જગાવવાનો અનોખો પ્રયાસ.

📅 તારીખ: ૧૭ જૂન ૨૦૨૬, બુધવાર
🕛 સમય: ૧૨:૦૦ કલાકે
📍 સ્થળ: BAPS સ્વામિનારાયણ મંદિર હોલ, બોડેલી, જિલ્લો છોટાઉદેપુર

✨ સપના જુઓ… મહેનત કરો… વિશ્વાસ રાખો…
સફળતા તમને શોધીને આવશે.

CMO Gujarat Gujarat Information

મુખ્યમંત્રી ગૌમાતા સહાય યોજના અંતર્ગત ગૌશાળાની મુલાકાતજિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન દ્વારા સંખેડા તાલુકાના પીપળસટ ગામ ખા...
11/06/2026

મુખ્યમંત્રી ગૌમાતા સહાય યોજના અંતર્ગત ગૌશાળાની મુલાકાત

જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન દ્વારા સંખેડા તાલુકાના પીપળસટ ગામ ખાતે આવેલી મુખ્યમંત્રી ગૌમાતા સહાય યોજના અંતર્ગત અનુદાનિત ગૌશાળાની મુલાકાત લેવામાં આવી.

મુલાકાત દરમિયાન ગૌશાળામાં ઉપલબ્ધ સુવિધાઓ, ગૌવંશના સંવર્ધન અને જાળવણીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. હાલમાં આ ગૌશાળામાં 350થી વધુ ગાયોના સંવર્ધન અને સંરક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે.

કલેક્ટરશ્રીએ ગૌશાળાની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી ગૌવંશના આરોગ્ય, કલ્યાણ અને સંવર્ધન માટે જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું.

ગૌસંવર્ધન અને પશુકલ્યાણ માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો અસરકારક અમલ થાય અને ગૌશાળાઓ વધુ સક્ષમ બને તે માટે જિલ્લા વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે.

CMO Gujarat Gujarat Information

📚✨ Sashakt Dikri – Collector in Classroomદીકરીઓના આત્મવિશ્વાસ, શિક્ષણ, આરોગ્ય, નેતૃત્વ અને જીવન કૌશલ્યના વિકાસ માટે જિલ્...
11/06/2026

📚✨ Sashakt Dikri – Collector in Classroom

દીકરીઓના આત્મવિશ્વાસ, શિક્ષણ, આરોગ્ય, નેતૃત્વ અને જીવન કૌશલ્યના વિકાસ માટે જિલ્લા વહીવટીતંત્ર, છોટાઉદેપુરની એક અનોખી પહેલ.

જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન દ્વારા દર સોમવારે શાળાઓમાં દીકરીઓ સાથે સીધો સંવાદ, માર્ગદર્શન અને પ્રેરણાદાયી ચર્ચા કરવામાં આવશે.

🌸 આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસ
🌸 આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ
🌸 શિક્ષણ અને કારકિર્દી માર્ગદર્શન
🌸 સુરક્ષા અને કાનૂની જાગૃતિ
🌸 નેતૃત્વ અને જીવન કૌશલ્ય

“From Classroom to Confidence”

દરેક દીકરીનું સપનું મહત્વનું છે.
દરેક દીકરીને મળવી જોઈએ યોગ્ય દિશા, માર્ગદર્શન અને પ્રેરણા.

*સશક્ત દીકરી, સશક્ત સમાજ*

CMO Gujarat Gujarat Information

જિલ્લા સિંચાઈ સમિતિ, ઓરસંગ પુનઃશક્તિ સંચાર યોજના અને નળ સે જળ મિશન અંગે સમીક્ષા બેઠક યોજાઈજિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈનન...
11/06/2026

જિલ્લા સિંચાઈ સમિતિ, ઓરસંગ પુનઃશક્તિ સંચાર યોજના અને નળ સે જળ મિશન અંગે સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સિંચાઈ સમિતિ, ઓરસંગ પુનઃશક્તિ સંચાર યોજના તથા નળ સે જળ મિશન સંબંધિત બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

બેઠક દરમિયાન સિંચાઈ સુવિધાઓના વિસ્તરણ, જળસંચય અને જળ વ્યવસ્થાપન, ઓરસંગ પુનઃશક્તિ સંચાર યોજનાની પ્રગતિ તેમજ નળ સે જળ મિશન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.

સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી કામગીરીની પ્રગતિ અંગે માહિતી મેળવી યોજનાઓના અસરકારક અમલીકરણ, સમયબદ્ધ કામગીરી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી.

જિલ્લાના ખેડૂતોને સિંચાઈની વધુ સારી સુવિધા તથા દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે.

CMO Gujarat Gujarat Information

પીપલેજ ખાતે આવેલ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ની મુલાકાતજિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન દ્વારા આજે છોટાઉદેપુર નગરપાલિકા ...
10/06/2026

પીપલેજ ખાતે આવેલ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ની મુલાકાત

જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન દ્વારા આજે છોટાઉદેપુર નગરપાલિકા હસ્તક પીપલેજ ગામ ખાતે આવેલ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી.

મુલાકાત દરમિયાન પ્લાન્ટની વર્તમાન સ્થિતિ, ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ તથા તેને કાર્યરત કરવા માટે જરૂરી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને પ્લાન્ટને ત્વરિત ધોરણે કાર્યરત કરવા માટે જરૂરી તમામ પગલાં હાથ ધરવા અને કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપી.

પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને ગંદા પાણીના વૈજ્ઞાનિક નિકાલ માટે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અસરકારક કામગીરી સુનિશ્ચિત થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર પ્રતિબદ્ધ છે.

CMO Gujarat Gujarat Information

Address

Jilla Seva Sadan
Chhota Udepur
391165

Alerts

Be the first to know and let us send you an email when Collector Chhotaudepur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share