20/07/2026
" સીટી સર્વે "ની ગાબટ ઓફિસ તબદીલ થતા બચાવો...
મારા ગાબટના ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે "સીટી સર્વે" ની ઑફિસ છેલ્લા 40 વર્ષથી ગાબટ ખાતે ચાલી રહી છે અને એમાં માલપુર સુધીના ગ્રામ પંચાયતની કામગીરી ચાલતી હતી જે કારણ સર આ" સીટી સર્વે" ની ઑફિસ ગાબટ ખાતે કાયમી ધોરણે ગાબટ ખાતે રહે એ માટે માર્ગ મકાન વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા જગ્યા પણ ફાઇનલ થઈ ગઇ હતી અને માર્ગ મકાન વિભાગ ને મકાન બાંધકામ માટે પણ લેખીત જાણકારી આપવામાં આવી હતી તો ક્યાં ઊણપ રહી ગઈ..??
હવે આટલા વર્ષ પછી સીટી સર્વેની ઑફિસ કોના દોરી સંચારથી બાયડ ખાતે કાયમી ધોરણે ખસેડવાની હિલચાલ ચાલે છે તે પણ એક તપાસનો વિષય છે...
ભાઈઓ , અમે અમારી રીતે કાયમ માટે "સીટી સર્વે " ની ઓફિસ ગાબટ ખાતે રહે અને બીજે કોઈ જગ્યાએ તબદીલ ના થાય એ માટે "ગાબટ વિકાસ એકતા સમિતિ" ના સભ્યો દ્વારા પ્રયત્નો કર્યા છે પરંતુ ગાબટના ગ્રામજનોએ અને આજુબાજુની ગ્રામપંચાયતના વ્યક્તિઓએ જાગૃત બની 10000 થી 13000 નાગરિકો ને અગવડ ઊભી ન થાય એવા ખેડૂત અને ગરીબ અને મધ્યમવર્ગ ના માણસો ના નાણાં અને સમયની બચત થાય એના માટે દરેક સમાજના ગ્રામજનોએ જાગૃત બની ગ્રામ પંચાયત દ્વારા સરપંચ સાહેબશ્રી/સદસ્યશ્રીઓ ને નમ્ર અપીલ સાથે વિનંતી કરીએ છીએ કે આપ " સીટી સર્વે " ની ઑફિસ કાયમી ધોરણે ગાબટ ખાતે રહે એ માટે જે કાર્યવાહી કરવાની થાય તે અંગે તાત્કાલિક નિર્ણય કરશો... નહીંતર બે ચાર દિવસમાં ગાબટ થી "સીટી સર્વે " ની ઓફિસ ખાલી કરવાનો નિર્ણય થઈ ગયો છે તો મતભેદ ભુલી એક બનો... નેક બનો અને આપની એકતા બતાવો " સીટી સર્વે " ની ઑફિસ કાયમી ધોરણે ગાબટ ખાતે રહે એ માટે એકજુટ થાવ... જય હિંદ.
લી.
આપનો ભાઈ ,
હરેશ રાવલ ભારતીય ગાબટવાળા.