Civil Defence Gandhinagar Unit
- Home
- India
- Gandhinagar
- Civil Defence Gandhinagar Unit
It uses the principles of emergency operations: prevention, mitigation, preparation, response, or emergency evacuation and recovery.
Address
First Floor Block No. 2 Drive Jivrajbhai Mehta Bhavan Old Secretariat
Gandhinagar
382010
General information
ગુજરાત સ૨કા૨ દ્વારા નાગરિક સંરક્ષણ તંત્રને આધુનિક બનાવવા કેટલાક વિશિષ્ટ ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અધિકારી/માનદ પદાધિકારી તથા કર્મચારીઓને ખાસ પ્રકા૨ની તાલીમ માટે Advance Specialized Trainingમાં આવરી લીધા છે. નિયામક નાગરિક સંરક્ષણ ગુજરાત રાજ્યની નવી બિલ્ડીંગ ‘‘હોમગાર્ડઝ ભવન’’નું તા.૦૧/૦૫/૨૦૧૭ ગુજરાત ગૌરવ દિવસે ભવ્ય કાર્યક્રમ કરી માન.મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે. હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નાગરિક સંરક્ષણની બારસેવામાં ૨૧,૬૭૪ જેટલા સ્વયંસેવકોને નિમણૂંક આપવામાં આવેલ છે. નાગરિક સંરક્ષણ દળમાં વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે જેમ હોમગાર્ડઝ સભ્યોને માનદ ભથ્થુ રૂપિયા ૩૦૦/- મળે છે, તે ધોરણે નાગરિક સંરક્ષણના સ્વયંસેવકોને માનદ ભથ્થુ આપવામાં આવે તે અંગેની દરખાસ્ત ગૃહ વિભાગને મોકલાવેલ છે. આ ઉપરાંત રાજ્ય બહા૨ નાગરિક સંરક્ષણના ચાલતા વિવિધ કોર્સમાં તાલીમ માટે નેશનલ સિવિલ ડિફેન્સ કોલેજ, નાગપુ૨ મિલિટરી એન્જિનિયરિંગ કોલેજ પુના અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ બેંગલો૨ ખાતે જુદા જુદા પ્રકારના તાલીમ કોર્સમાં સ૨કારી, અર્ધસ૨કારી તેમ જ ઔદ્યોગિક એકમોમાંથી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત નાગરિક સંરક્ષણ માનદ પદાધિકારીઓને તાલીમમાં મોકલવામાં આવેલ છે
Opening Hours
| Monday | 10am - 6pm |
| Tuesday | 10am - 6pm |
| Wednesday | 10am - 6pm |
| Thursday | 10am - 6pm |
| Friday | 10am - 6pm |
| Saturday | 10am - 6pm |
Website
Products
નાગરિક સંરક્ષણ તંત્રની પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે પ્રજાને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવી, સેવાવારની નિમણૂકો આપી સ્વયંસેવકોની ભરતી કરી નાગરિક સંરક્ષણ દળ બનાવવાની પ્રવૃત્તિઓ છે.
શાંતિના સમયની પ્રવૃત્તિ
યુદ્ધ સમયની પ્રવૃત્તિઓ
યુદ્ધ બાદની પ્રવૃત્તિઓ
યુદ્ધ બાદ નાગરિક સંરક્ષણ તંત્રની જવાબદારી વિશેષ રહે છે. સમગ્ર તંત્ર, જિલ્લા મેજિસ્ટ્રેટ, કલેક્ટર, એવમ્ નિયંત્રકની સીધી દેખરેખ હેઠળ અને માર્ગદર્શક હેઠળ કામ કરે છે. અને કાયદો-વ્યવસ્થા જાળવી, કોઇ પણ પ્રકારના યુદ્ધના સમયે જાનહાનીને, માલહાનિ થઈ હોય તો ટુકડીઓ બનાવી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવે છે અને કીમતી માલસામાનને કોર્ડન કરી નુકસાનનો અંદાજ કાઢવામાં આવે છે. વેલ્ફેર સેવા, સાલ્વેજ સેવા, મડદા નિકાલ સેવા, કેઝ્યુલિટી સેવા સક્રિય થઈ લોકોને રાહતસામગ્રી તથા વધુ નુકસાન ન થાય તેનાં પગલાં લઈ જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડે છે. અને સંદેશવ્યવહાર પૂર્વવત્ કરવા તથા ગટરલાઇન, પાણીલાઇન, વીજળી પુરવઠો પુર્વવત્ કરવાની કામગીરી કરવામાં આવે છે. તૂટી ગયેલા મકાનમાંથી જો કોઈ કેઝ્યુલિટી થઈ હોય તેને બચાવની કામગીરી કરવામાં આવે છે. અને આવા મકાનનો તાત્કાલિક વીજળી પુરવઠો બંધ કરવા વોર્ડન ફરજ બજાવે છે. યુદ્ધ બાદ કેઝ્યુલિટી થઈ હોય, લોકો બેઘર થયા હોય તેવી વ્યક્તિઓને તાત્કાલિક નજીકની રાહત છાવણીમાં ખસેડવામાં આવે છે. અને રોગચાળો ન ફાટે, ગંદકી ન ફેલાય તથા અફવા ન ફેલાય તે માટે વોર્ડન સેવાના સેક્ટર વોર્ડન ડોર-ટુ-ડોર સંપર્ક કરી પુર્વવત પરિસ્થિતિનું નિર્માણ કરે છે.
Alerts
Be the first to know and let us send you an email when Civil Defence Gandhinagar Unit posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Contact The Organization
Send a message to Civil Defence Gandhinagar Unit: