Ankitaben Prashantbhai Bhatt

Ankitaben Prashantbhai Bhatt Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ankitaben Prashantbhai Bhatt, Shree Madanmohanlaljini Haveli-Ghogha, Ghogha.

સામાજિક કાર્યકર.
મહિલા નેતા
Bharatiya Janata Party– જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ (ભાવનગર)
🌸 વિશ્વાસ • વિકાસ • વિજય

🚩 સેવા અને સંકલ્પની ઓળખ

🪷 “સેવા જ સંગઠન”

🤝 લોકો સાથે, લોકો માટે

🇮🇳 મજબૂત ભારત માટે પ્રતિબદ્ધ

🚩 “સંકલ્પ થી સેવા, સેવા થી સિદ્ધિ” 🪷

🙏 વંદે માતરમ 🪷🌺 પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન અંતર્ગત જિલ્લા પ્રશિક્ષણ વર્ગ📍 રાજેન્દ્રધામ, પાલીતાણા👉 સત્ર નં...
25/08/2026

🙏 વંદે માતરમ 🪷

🌺 પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન અંતર્ગત જિલ્લા પ્રશિક્ષણ વર્ગ
📍 રાજેન્દ્રધામ, પાલીતાણા

👉 સત્ર નંબર – 4

🎙️ વક્તા: શ્રીમતી રમીલાબેન બારા

આ સત્રના અધ્યક્ષ તરીકે શ્રીમતી રક્ષાબેન પંડયા રહ્યા તેમજ સત્રનું સુંદર સંચાલન શ્રીમતી અંકિતાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું.

ભારતીય જનતા પાર્ટીના વિચાર, સંગઠન અને કાર્યપદ્ધતિને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે પ્રશિક્ષણ મહાભિયાનમાં કાર્યકરોનો ઉત્સાહપૂર્વક સહભાગ.

🚩 ભારતીય જનતા પાર્ટી – ભાવનગર જિલ્લો 🚩

🙏 વંદે માતરમ 🪷🌺 પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન–2026 અંતર્ગત પૂરક મંડલ પ્રશિક્ષણ વર્ગનું આયોજન રાજેન્દ્રધામ, પ...
20/08/2026

🙏 વંદે માતરમ 🪷

🌺 પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન–2026 અંતર્ગત પૂરક મંડલ પ્રશિક્ષણ વર્ગનું આયોજન રાજેન્દ્રધામ, પાલીતાણા ખાતે કરવામાં આવ્યું.

📚 સત્ર–3 : “ઈતિહાસ અને વિકાસ”

🎙️ વક્તા: શ્રી મહાવીર રાવ
(વૈચારિક અધિષ્ઠાન)

આ સત્રના અધ્યક્ષ શ્રીમતી અંકિતાબેન ભટ્ટ, સત્ર સંચાલક શ્રી પાંચાભાઈ ખાંભલિયા, પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ શ્રી રાજુભાઈ ફાળકી, શ્રી રાકેશભાઈ છેલાણા સહિત અપેક્ષિત કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા.

આ પ્રશિક્ષણ વર્ગ દ્વારા કાર્યકર્તા મિત્રોએ ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ, વિકાસ અને વૈચારિક આધાર અંગે માર્ગદર્શન મેળવી સંગઠનને વધુ મજબૂત, સશક્ત અને જનસેવા માટે સમર્પિત બનાવવાના સંકલ્પ સાથે જોડાયા.

🚩 સશક્ત સંગઠન • સમર્પિત કાર્યકર્તા • વિકસિત ભારત

🙏 વંદે માતરમ
🌷 ભારતીય જનતા પાર્ટી – ભાવનગર જિલ્લો 🚩

🇮🇳 રાષ્ટ્રધ્વજને સલામ… રાષ્ટ્રગૌરવને નમન! 🇮🇳80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્...
15/08/2026

🇮🇳 રાષ્ટ્રધ્વજને સલામ… રાષ્ટ્રગૌરવને નમન! 🇮🇳

80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવની અવિસ્મરણીય ક્ષણોના સાક્ષી બનવાનો અવસર મળ્યો. 🇮🇳

માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે યોજાયેલા આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી.

તિરંગો માત્ર ધ્વજ નથી…
તે આપણા સ્વાભિમાન, એકતા, બલિદાન અને અખંડ ભારતની ઓળખ છે. ❤️🤍💚

આ પવિત્ર દિવસે દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ કરીએ.

જય હિન્દ 🇮🇳
વંદે માતરમ્ 🇮🇳

— શ્રીમતી અંકિતાબેન ભટ્ટ
ભાવનગર જિલ્લા મહિલા મોરચા પ્રમુખ, ભાજપ

🇮🇳 તિરંગા યાત્રા – દેશભક્તિના રંગે રંગાયેલો એક યાદગાર દિવસ 🇮🇳“હર ઘર તિરંગા”ના સંદેશ સાથે આયોજિત તિરંગા યાત્રામાં જોડાઈને...
15/08/2026

🇮🇳 તિરંગા યાત્રા – દેશભક્તિના રંગે રંગાયેલો એક યાદગાર દિવસ 🇮🇳

“હર ઘર તિરંગા”ના સંદેશ સાથે આયોજિત તિરંગા યાત્રામાં જોડાઈને દેશપ્રેમ અને રાષ્ટ્રગૌરવની અનુભૂતિ કરી. ❤️🤍💚

હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત માતા પ્રત્યેનો અખૂટ પ્રેમ…
આ યાત્રાએ દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવી. 🇮🇳✨

એક તિરંગો 🇮🇳
એક ભારત 🇮🇳
શ્રેષ્ઠ ભારત 🇮🇳

વંદે માતરમ્! 🇮🇳
જય હિન્દ! 🙏

26/07/2026
ગુજરાતના લોકપ્રિય અને જનહૃદયમાં સ્થાન પામેલા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીને જન્મદિવસની હાર્દિક અને આત્મીય ...
15/07/2026

ગુજરાતના લોકપ્રિય અને જનહૃદયમાં સ્થાન પામેલા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીને જન્મદિવસની હાર્દિક અને આત્મીય શુભકામનાઓ. 💐🎂

‘મૃદુ અને મક્કમ’ નેતૃત્વ, સાદગીપૂર્ણ કાર્યશૈલી અને અંત્યોદય પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા આપના વ્યક્તિત્વની વિશેષ ઓળખ છે. આપના કુશળ માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસ અને જનકલ્યાણના નિત નવા કીર્તિમાન સ્થાપિત કરતું રહે, એવી શુભકામના.

ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને જનસેવા માટે અખૂટ ઊર્જા પ્રદાન કરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. 🙏🌷

જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, ભુપેન્દ્રભાઈ! 💐

#મૃદુઅનેમક્કમ #જનસેવા

🪷 કાર્યકર્તા સંમેલન 🪷ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા દ્વારા જિલ્લા કાર્યાલય 'શ્રી ભાવ કમલમ્' ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ...
30/06/2026

🪷 કાર્યકર્તા સંમેલન 🪷

ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા દ્વારા જિલ્લા કાર્યાલય 'શ્રી ભાવ કમલમ્' ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ ની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે શ્રી અમોહ શાહ અને શ્રી બ્રિજરાજસિંહ ઝાલા એ જનસંઘના પ્રણેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન, રાષ્ટ્રપ્રત્યેના તેમના અદ્વિતીય યોગદાન, બલિદાન અને રાષ્ટ્રવાદી વિચારધારા વિષય પર અત્યંત પ્રેરણાદાયી અને માર્ગદર્શક ઉદ્બોધન આપ્યું. તેમના વિચારો કાર્યકર્તાઓમાં સંગઠન પ્રત્યે વધુ સમર્પણ અને રાષ્ટ્રસેવાની નવી ઊર્જા પ્રેરિત કરનાર રહ્યા.

કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા ની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રદાન કર્યું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, જિલ્લા ઉપપ્રમુખ શ્રી સુજાનસિંહ ગોહિલ, જિલ્લા મહામંત્રી શ્રી ગોપાલભાઈ વાઘેલા, શ્રી વી.ડી. સોરઠીયા, શ્રી ગેમાભાઈ આહીર, ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, શ્રી ગૌતમભાઈ ચૌહાણ સહિત જિલ્લાના હોદ્દેદારો, વિવિધ મોરચા-પ્રકોષ્ઠોના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા.

રાષ્ટ્રપ્રથમની ભાવના, સંગઠનની શક્તિ અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના આદર્શોને આત્મસાત્ કરીને સૌ કાર્યકર્તાઓએ રાષ્ટ્રસેવા અને સંગઠન કાર્યને વધુ ગતિશીલ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

🪷 ભારતીય જનતા પાર્ટી – ભાવનગર જિલ્લા

પાલીતાણામાં “પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન વર્ગ-૨૦૨૬” માટે આયોજન બેઠક સફળતાપૂર્વક સંપન્ન.આજ રોજ પાલીતાણા ખાત...
26/06/2026

પાલીતાણામાં “પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન વર્ગ-૨૦૨૬” માટે આયોજન બેઠક સફળતાપૂર્વક સંપન્ન.

આજ રોજ પાલીતાણા ખાતે ભાવનગર જિલ્લા ભાજપા દ્વારા આગામી દિવસોમાં યોજાનાર “પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન વર્ગ-૨૦૨૬” અંતર્ગત આયોજન બેઠક યોજાઈ તથા કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

બેઠકમાં કાર્યક્રમના સફળ આયોજન, વિવિધ જવાબદારીઓ અને સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી શ્રી ગોપાલભાઈ વાઘેલા સહિત જિલ્લા, તાલુકા, શહેર અને મહિલા મોરચાના હોદ્દેદારો તેમજ વ્યવસ્થાપક ટીમ ઉપસ્થિત રહી.

સંગઠન જ અમારી શક્તિ, પ્રશિક્ષણ જ અમારી પ્રગતિ.

ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોના સન્માન સમારંભમાં ઉપસ્થિત રહે...
06/06/2026

ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોના સન્માન સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાના વતન હણોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણિયા, ભાવનગર જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ તેમજ સંગઠન મંત્રીશ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ રહી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાના આશીર્વાદથી વિજેતા બનેલા તમામ પ્રતિનિધિઓને હાર્દિક અભિનંદન અને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ.

સેવા, સંગઠન અને વિકાસના સંકલ્પ સાથે જનકલ્યાણના કાર્યોને વધુ ગતિ મળે તેવી શુભકામનાઓ.



Photo Caption:
📍 હણોલ, ભાવનગર જિલ્લા
📸 વિજેતા ઉમેદવારોના સન્માન સમારંભની યાદગાર ક્ષણો.

Address

Shree Madanmohanlaljini Haveli-Ghogha
Ghogha
364110

Website

Alerts

Be the first to know and let us send you an email when Ankitaben Prashantbhai Bhatt posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share