SDPI Godhra Page

SDPI Godhra Page SDPI GODHRA – OFFICIAL

અમે ગોધરા શહેરના લોકો માટે ખિદમત, ન્યાય અને વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ.

10/05/2026

સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI) ગુજરાતની મહત્વપૂર્ણ રાજ્યસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠનને મજબૂત બનાવવું, જનસંપર્ક વધારવો અને આવનારા કાર્યક્રમોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી।

બેઠકમાં Leaders Conclave, Structure મજબૂત બનાવવું, Formation Day, Member Convention અને Outreach જેવા મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવી।

બેઠકમાં આ બાબત પર ભાર મૂકવામાં આવ્યો કે SDPI ગુજરાત જનહિતના મુદ્દાઓ, સામાજિક ન્યાય અને બંધારણીય હકો માટેની લડતને વધુ મજબૂત રીતે આગળ વધારશે। નેતાઓએ સંગઠનને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવાની તેમજ યુવાનો અને જનતા સાથે સતત સંપર્ક જાળવવાની જરૂરિયાત વ્યક્ત કરી।

આ બેઠકમાં SDPI ના રાષ્ટ્રીય મહાસચિવ અબ્દુલ મજીદ ફૈઝી, ગુજરાત પ્રભારી હાફિઝ અતાઉલ્લાહ સાહેબ, ગુજરાત પ્રમુખ મુફ્તિ અબ્દુલ્લાહ સાહેબ સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા।

જારી કરનાર:
SDPI Gujarat
Media Department

📰 પ્રેસ નોટ🇧🇫 SDPI GODHRA 🇧🇫🇧🇫🇧🇫 ભૂખથી આઝાદી – ખોફથી આઝાદી 🇧🇫🇧🇫📍 સ્થળ: ગોધરા📅 તારીખ: 07/05/2026 (ગુરુવાર)વોર્ડ નં. ૯ માં...
07/05/2026

📰 પ્રેસ નોટ
🇧🇫 SDPI GODHRA 🇧🇫
🇧🇫🇧🇫 ભૂખથી આઝાદી – ખોફથી આઝાદી 🇧🇫🇧🇫
📍 સ્થળ: ગોધરા
📅 તારીખ: 07/05/2026 (ગુરુવાર)
વોર્ડ નં. ૯ માં પીવાના પાણીની ગંભીર સમસ્યા મુદ્દે SDPI GODHRA ની CO સાથે મુલાકાત
ગોધરા શહેરના વોર્ડ નં. ૯, ઈદગાહ વિસ્તાર ખાતે હલીમા મસ્જિદ પાછળ તથા અબ્દુલ્લાહ મસ્જિદ પાછળના વિસ્તારોમાં છેલ્લા ૨થી ૩ વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ચાલી રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ વિસ્તારમાં નિયમિત રીતે પાણી આવતું નથી અને ઘણીવાર ઘણા દિવસો સુધી પાણી મળતું નથી, જ્યારે ક્યારેક ખૂબ ઓછા પ્રેશરથી પાણી આવે છે।
આ સમસ્યાને લઈને અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિક લોકો સતત પરેશાનીનો સામનો કરી રહ્યા છે।
આ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાને ધ્યાનમાં રાખીને આજે તા. 07/05/2026 ના રોજ SDPI GODHRA પ્રમુખ મુફ્તી શેહઝાદ હયાત સાહેબ તથા કેડર સોહેલ બોકડાએ ગોધરા નગરપાલિકા ના CO સાથે મુલાકાત કરી અને સ્થાનિક નાગરિકોની મુશ્કેલીઓ રજૂ કરીને તાત્કાલિક તથા કાયમી ઉકેલ લાવવાની મજબૂત માંગણી કરી।
SDPI GODHRA દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે કે:
✔️ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પુરવઠાની તાત્કાલિક તપાસ કરવામાં આવે
✔️ નિયમિત અને પૂરતા પ્રેશરથી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે
✔️ વર્ષોથી ચાલી રહેલી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે
SDPI GODHRA સ્પષ્ટ કરે છે કે પીવાનું પાણી નાગરિકોનો મૂળભૂત અધિકાર છે અને લોકોના પ્રાણ પ્રશ્નો માટે SDPI સતત મેદાનમાં રહી અવાજ ઉઠાવતું રહેશે।
✍️ SDPI GODHRA
📞 9408131562 / 9624301453

01/05/2026

SDPI GODHRA – OFFICIAL

ફરીથી તમારી અવાજ બનીને તમારી વચ્ચે.

Follow કરો • Share કરો • Support કરો




Address

GODHRA
Godhra
389001

Website

Alerts

Be the first to know and let us send you an email when SDPI Godhra Page posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share