Hardik Gameti

Hardik Gameti आदिवासी हक़ एवम् समाज को जागृत करने हेतु
जय आदिवासी
जोहार

રાજ્યમાં  #સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની જે  #ચુંટણી નવેમ્બર-૨૦૨૦ યોજવાની હતી, જેને કોરોનાની મહામારીને કારણે ૩ માસ  #મોકૂફ ર...
12/10/2020

રાજ્યમાં #સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની જે #ચુંટણી નવેમ્બર-૨૦૨૦ યોજવાની હતી, જેને કોરોનાની મહામારીને કારણે ૩ માસ #મોકૂફ રાખવામાં આવી છે ...

તો આ #સુવર્ણ તકનો ઉપયોગ #આદિવાસી વિસ્તારના #શિક્ષિત_બેરોજગાર_યુવાગણે(સ્ત્રી-પુરુષ બન્ને)કરીને જે તે #જિલ્લા પંચાયતો / #તાલુકા પંચાયતોની જગ્યાએ સ્ત્રી/પુરુષની ફાળવેલ જગ્યા પ્રમાણે #ઉમેદવારી નોંધાવી #લોકશાહીમાં ભાગીદાર બનવું જોઈએ !!

આપડે પણ હવે લીમડી વિધાનસભા વાળી જ કરવી પડે

आज दिनांक 15/07/2020 को,गुजरात,राजस्थान,मध्य प्रदेश और महाराष्ट्र के आदिवासी समुदाय की अलग  #भील_प्रदेश  #राज्य की माँग ...
15/07/2020

आज दिनांक 15/07/2020 को,गुजरात,राजस्थान,मध्य प्रदेश और महाराष्ट्र के आदिवासी समुदाय की अलग #भील_प्रदेश #राज्य की माँग को पूरा करने हेतु भील ​​प्रदेश मुक्ति मोर्चा,साबरकांठा,गुजरात की ओर से महामहिम #राष्ट्रपतिश्री #भारत सरकार व माननीय #राज्यपालश्री गुजरात को #अधिक कलेक्टरश्री हिम्मतनगर,साबरकांठा के माध्यम से ज्ञापन दिया गया।

जोहार
जय आदिवासी
जय भील प्रदेश
🌾🌾🌾🌾
🏹🏹🏹🏹

गुजरात के दक्षिण भाग में स्थित   #राठवा आदिवासी समुदाय की वारली चित्रकला उनकी अनोखी पहचान हे .•वारली चित्रकला :यह वारली ...
14/03/2020

गुजरात के दक्षिण भाग में स्थित #राठवा आदिवासी समुदाय की वारली चित्रकला उनकी अनोखी पहचान हे .

•वारली चित्रकला :

यह वारली चित्रकला के चित्र Payal Rathava Warli द्वारा बनाऐ हे ।

गुजरात के सूरत जिले के महुवा तहझील के वलवाड़ा गाँव में विजय भाई पटेल का घर #वारलीकला से चमका है।

चूंकि विजय भाई पटेल का घर सड़क पर है, इसलिए लोग # सेल्फी का फायदा उठाना नहीं भूलते विजय भाई पटेल ने कहा कि मेरे घर में # वारलीकला का निर्माण किया जाना था और यह आज एक सपना सच होने जैसा था।

5 दिनों की कड़ी मेहनत के बाद, पायल राठवा जी ने आज अपने #वारलीकला काम को पूरा कर पाये हे ।

दोस्तों हमारे # आदिवासी समाज के ऐसे उत्कृष्ट # कलाकारों को बढ़ावा देना वे सर्वे आदिवासी समुदाय का कर्तव्य है। तो इस पोस्ट को ज्यादा से ज्यादा शेयर करें व पायल राठवा जी क हम सभी बधाई के साथ प्रोत्साहित करें।

वारलीचित्र कलाकार .

11/03/2020
08/03/2020

સમાજમાં મહિલાઓનું આદર-સન્માન વધે એવી ઇચ્છા સાથે સુભકામનાઓ.
🏹🏹🏹🏹🏹

।  ज़रा याद करो क़ुरबानी ।7 मार्च 1922 के दिन गुजरात के विजयनगर तहसील के पाल दढवाव गांव में राजस्थान के कोलीयारी गांव के...
07/03/2020

। ज़रा याद करो क़ुरबानी ।

7 मार्च 1922 के दिन गुजरात के विजयनगर तहसील के पाल दढवाव गांव में राजस्थान के कोलीयारी गांव के कार्यकर्ता मोतीलाल तेजावत के नेतृत्व में हजारों स्वतंत्रता सेनानी एकत्रित हुए थे। इस सभा में अंग्रेजों द्वारा आदिवासियों पर लगाए जा रहे कर व शोषण के खिलाफ आवाज उठाने की चर्चा की जा रही थी। इसी बात से गुस्साए ब्रिटिश अधिकारी सुरजी निनामा के आदेश के बाद अंग्रेजी सिपाहियों ने अंधाधुंध गोलीबारी कर 1200 से अधिक निर्दोष लोगों को मौत के घाट उतार दिया था।

इस नरसंहार में यहां के पूर्व सरपंच कमजीभाई डामोर के घर के पास स्थित एक कुंए में लोग जान बचाने के लिए कूद पड़े थे। इतिहासकारों के अनुसार पूरा कुंआ लाशों से पट गया था। अब इस कुंए पर स्मारक बना दिया गया है।

प्रतिवर्ष 7 मार्च को यहां पर शहीदों को श्रृदांजली देने के लिए लोगों की भीड़ जमा होती है।

आंदोलन के माध्यम से जिस आदमी ने यहां-वहां आदिवासियों में जागृति का काम किया था, उसका नाम था..‘मोतीलाल बनिया (तेजावत)’,। इस समय मोतीलाल के एक खास आदमी थे ‘रामजी भाई मंगलाजी परमार’। इन्होंने ही घटना के दिन आदिवासियों को बड़ी संख्या में इकट्ठा होने के लिए प्रेरित किया था। महीनों तक घर बार छोड़ कर वे इलाके में घूमे थे।

अँग्रेजों के कहने से विजयनगर रियासत की आदिवासी विरोधी नीतियों के कारण आदिवासी दु:खी थे। जागीरदारों द्वारा बिना कुछ लिए-दिये बेगार करवायी जाती थी। वनोपज पर सरकार ने पाबंदी लगा दी थी और जंगलों को काटा जाने लगा था। सागोन की लकड़ी इंग्लैण्ड व अन्य देशों में भेजी जाने लगी थी। अँग्रेजों ने जो-जो छावनियां स्थापित की और विभिन्न विभागों के कार्यालय खोले, उनके भवनों में वही लकड़ी उपयोग में ली गई थी इसलिए जंगलों को भारी नुकसान हो रहा था। जो भी थोड़ी बहुत खेती-बाड़ी होती, उस पर लगान लगा दिया गया था। आये दिन लोगों को सरकारी कर्मचारियों और जागीरदार के आदमियों द्वारा परेशान किया जाता था। इस सारे माहौल में मोतीलाल जैसा संकल्पी नेता आदिवासियों को मिला। मोतीलाल यहां कई बार आए थे। उनके खिलाफ अंग्रेजों ने फरारी का फरमान जारी किया था तब भी कई दिनों तक वह यहां इस इलाके में छिपकर रहे थे।

लेकिन 7 मार्च 1922 को जब वे आदिवासियों की सभा को संबोधित कर रहे थे, तभी ब्रिटिश अधिकारी सुरजी निनामा के आदेश के बाद अंग्रेजी सिपाहियों ने अंधाधुंध गोलीबारी कर 1200 से अधिक निर्दोष लोगों को मौत के घाट उतार दिया था। इसी स्थल पर एक कुंआ था, जो आज भी इस घटना की रोंगटे खड़ी कर देने वाली याद दिलाता है। इसी कुंए में लोग जान बचाने के लिए एक-एक कर कूदते गए थे। बताया जाता है कि यह कुंआ उस समय लाशों से पट गया था।

वर्तमान मंे इस कुंए को पूर दिया गया है और उसके ऊपर एक स्मारक बना दिया गया है। इसके साथ ही गुजरात के मुख्यमंत्री नरेंद्र मोदी ने यहां मारे गए 1200 लोगों की याद में 1200 पौधे रोपे थे, जिनमें से अब कई वृक्ष का रूप ले चुके हैं।

પંજાબના અમૃતસરના જલિયાવાલા બાગમાં સર્જાયેલ હત્યાકાંડ આજે સમગ્ર વિશ્વ માં ચર્ચાતો ઐતિહાસિક મુદ્દો બની ગયો છે પરંતુ ગુજરાત...
07/03/2020

પંજાબના અમૃતસરના જલિયાવાલા બાગમાં સર્જાયેલ હત્યાકાંડ આજે સમગ્ર વિશ્વ માં ચર્ચાતો ઐતિહાસિક મુદ્દો બની ગયો છે પરંતુ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનાં આંતરિયાળ વિસ્તારમાં અંગ્રેજોએ કરેલા ક્રૂર અને જઘન્ય હત્યાકાંડ માં શહિદ થયેલા હજારો આદિવાસીઓની શહાદત આજે એક દંતકથા બનીને રહી ગઈ છ જેને ઈતિહાસમાં કયાંય સ્થાન નથી મળ્યું.ભારતદેશની આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામની અનેક ઘટનાઓ આપણે ઈતિહાસના વિષયમાં ભણી ચૂકયા છીએ તેમાં કેટલાય ક્રાંતિકારીઓની શહિદગાથાઓ આજે પુસ્તકો સ્વરૂપે અથવા તો ઈન્ટરનેટના માધ્યમથી જાણવા મળી રહી છે પરંતુ એવી કેટલીયે સત્ય હકીકતો છે જે ઈતિહાસમાં સ્થાન નથી પામી તેમજ તેને અંગ્રેજોએ જ ઈતિહાસ બનવા નથી દીધી એવી જ એક હકીકત ગુજરાતના સાબરકાંઠામાં બની જેની આખી વાત અહીં રજુ કરી છે.

સને 1919 માં પંજાબના અમૃતસરના જલિયાવાલા બાગમાં ચાલી રહેલી એક સભામાં હજારો ક્રાંતિકારીઓ ઉપર અંગ્રેજોએ ગોળીબાર કરીને દર્દનાયક હત્યાકાંડ સર્જયો હતો આ ઐતિહાસિક હકિકતની હૂબહૂ પ્રતિકૃતિ સને 1922માં ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ-દઢવાવ જેવા આંતરિયાળ ગામડામાં બની. 7મી માર્ચ 1922 ના દિવસે અંગ્રેજોએ દેશના ગરીબ ખેડૂતો પર આકરો મહેસૂલ વેરો લાદેલો આ વેરાનો વિરોધ કરવા માટે પાલ-દઢવાવ જેવા આંતરિયાળ વિસ્તારમાં એક ક્રાંતિનો નારો ગાજયો.

આઝાદીની લડાઈ વખતે રાજયનો સાબરકાંઠા જિલ્લો મહિકાંઠા એજન્સીથી ઓળખાતો હતો તેના પાલ રાવજીના ઠેકાણા ગણાતા દઢવાવ ગામે રાજસ્થાનના મેવાડના ગાંધીવાદી નેતા મોતીલાલ તેજાવતે અંગ્રેજોએ લાદેલા લગાનની વિરોધમાં એક જાહેર સભાનું આયોજન કર્યું હતુ જેમાં વિજયનગરના પાલ, પહાડા, બાવલવાડા, કાંતરવાસ, સોમ, પાનરવા, ઠેકાણા, જેવા ગામડાઓના હજારો ગરીબ આદિવાસી ખેડૂતોની હાજરી હતી આ જગ્યાએથી મહેસૂલ વેરાનો વિરોધ કરતા એક ક્રાંતિ થવાની તૈયારીમાં હતી તે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે ચળવળ બને તેમજ આદિવાસી ખેડૂતો દ્રારા લડાઈના મંડાણ શરૂ થાય તેવા ભય થી અંગ્રેજો એ તેને ઉગતી જ ડામી દેવાના પ્રયત્નો શરૂ કર્યાં.

અંગ્રેજોએ ખેરવાડા રાજસ્થાન સ્થિત મેવાડ ભીલ કોપ્સે (એમ,બી,સી) ની એક ટુકડી મેજર એસ, જી શટ્ટન અને સુબેદાર સુરજી નિનામાની આગેવાની હેઠળ ખડકી દેવામાં આવી. 1922ની 7મી માર્ચના રોજ ખૂબજ શાંતિથી ખાનગીમાં ચાલી રહેલી આ સભામાં અંગ્રેજોની કૂટનીતિથી સભામાં હાજર રહેલા ખેડૂત ક્રાંતિ કારીઓને મોત ને ઘાટ ઉતારવાની સાજીશની વિચારણા કરવામાં આવી પરંતું કોઈક અંગ્રેજોના મળતીયા દ્રારા મંજર એચ, જી શટ્ટર્ને કંઈક અજૂગતું થવાના એંધાણ મળ્યા અને મેજરે સભામાં શાંતીથી પ્રવચન સાંભળી રહેલા હજારો ગરીબ આદિવાસી ખેડૂતો પર ગોળીબાર કરવાનો આદેશ આપી દીધો.

હજી તો સભામાં હાજર રહેલા લોકોને મુખ્ય મુદ્દાની સાચી સમજણ મળે એ પહેલા જ અંગ્રેજોના અમલદારો દ્રારા લોકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો અંગ્રેજોની આ ક્રૂર લીલા થી બચવા આશરે દસ હજારથી વધુની મેદની પોતાનો જીવ બચાવવા દોડવા લાગી આ પરિસ્થિતીમાં કેટલાય લોકો ભાગવા માં જ ગોળીઓનો શિકાર બન્યા તો કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા સભા સ્થળની બાજુએ આવેલા ઢેબરીયા કૂવામાં પડયા તો કેટલાકને અંગ્રેજોના અમલદારોના ઈશારેજ કૂવામાં નાખી દેવામાં આવ્યા તેમ છતાંય દાઝ ન હાલવાઈ અને તેમણે કૂવામાં પણ ફાયરીંગ કરવાનું ચાલું રાખ્યું આ ઘટનામાં બારસોથી વધુ ખેડૂતો મોત ને ઘાટ ઉતર્યા.
મહેસૂલ વેરાની વિરોધમાં સભાને સંબોધ નાર મોતીલાલ તેજાવતને પણ હાથે હોળી વાગી તેમને બચાવવા લોકો એ ઘોડા ઉપર બેસાડીને આજુબાજુના ડુંગરમાં સંતાડી દેવા માટેની વ્યવસ્થા ગોઠવી. જલિયાવાલા બાગની ઘટનામાં પણ લોકો કૂવામાં પડયા હતાં અને દઢવાવની આ ઘટનામાં પણ લોકો પોતાનો જીવ બચાવવા કૂવામાં પડયા હતા. આ હકીકત માં બંન્ને ઘટનાઓ આમતો હૂબહૂ મળે છે પણ સ્થળ અને ચળવળનો મુદ્દો અલગ પડે છે.

અંગ્રેજોને એક વાર વિશ્વમાં જલિયાવાલા બાગના હત્યાકાંડથી પોતાની ટીકા સહન કરવી પડી હતી પરંતું દઢવાવના આ હત્યાકાંડની ટીકા તેઓ સહન કરવા નહોતા માગતા એટલે તેમણે ઢેબરીયા કૂવામાં પડીને મરી ગયેલા હાડકાઓને પણ વારંવાર કૂવામાંથી બહાર કાઢીને મોત ના પુરાવાઓનો નાશ કરવામાં પણ કંઈજ બાકી ના રાખ્યું તે ઉપરાંત આ વિસ્તારના લોકો ને પણ બનેલી ઘટના વિશે કોઈને માહિતી ના આપવા વારંવાર ડરાવની ધમકીઓ આપવામાં આવતી લોકો સભામાં થયેલા ગોળીબારથી બચવા જે કૂવામાં પડયા હતા તે કૂવાને પણ દર્દવિહિન અંગ્રેજોએ પુરી દીધો હતો.

તે દિવસથી લઈને આજ દિન સુધી આ ઘટના કયારેય પ્રકાશમાં નથી આવી કારણ કે જો આ ઘટના ઈતિહાસ બને તો અંગ્રેજોની આબરૂ ઉપર સવાલ ઉભા થાય એટલે તેની એક પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સુધ્ધાં નોંધવામાં નથી આવી. દઢવાવના ગરીબ આદિવાસી ખેડૂતો અંગ્રેજોના આ ક્રૂર કૃત્યથી ખૂબ જ ગભરાઈ ગયા હતા પણ કહેવાય છે કે પાપ હંમેશા છાપરે ચડીને પોકારે છે બસ એજ કહેવત સાર્થક થઈ અને આખી ઘટના આદિવાસીઓના લોકગીતો માં 7મી માર્ચ 1922ના દિવસે થયેલી શહાદત રૂપે ગવાતી થઈ.

ગીતો સ્વરૂપે ગવાતી આ શહાદત આમ તો વર્ષો સુધી માત્ર એક દંતકથા બનીને રહી ગઈ હતી પરંતુ વિજયનગરના આસપાસના ગામડાઓના કેટલાક શિક્ષિત તથા બુધ્ધિજીવી લોકોએ ગીતો માં વહેતા શબ્દોને ઓળખી પાડયા અને સાચી વાતની જાણકારી મેળવવાનો પ્રયત્ન આદર્યો ત્યારે આ ઘટનાને રૂબરૂ જોનારા બે ત્રણ બુઝુર્ગો આજુબાજુના ગામડામાં હયાત હોવાની માહિતી મળી અને તેમણે સમગ્ર ઘટનાની વિગતવાર દર્દ છલકાવતી અંગ્રેજી હૂકૂમત દ્રારા થયેલી વરવી ઘટનાની વાસ્તવિકતા રજુ કરી અને આખી વાત પ્રકાશમાં આવી ત્યાં સુધી દેશના કોઈ ઈતિહાસવિદ પણ ઘટનાને જાણી શકયા ન હતા અને આજે પણ માત્ર જૂજ લોકો જ આ હકીકતને જાણે છે. આ ઘટનામાં શહિદ થયેલા લોકોની યાદમાં રાજય સરકારે પાલ ગામ ખાતેની પ્રાથમિક શાળાના પટાંગણમાં વનવિભાગની મદદ લઈને એક હજારથી વધુ વૃક્ષો વવડાવીને એક શહિદ સ્મારક બનાવ્યું છે .

વિજયનગર તાલુકાના વાંકડા ગામના અગ્રણી અને ખેડૂત સુરેશભાઈ પરમાર આ ઘટનાને એક પુસ્તક રૂપે પ્રગટ કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓ એ જણાવ્યું હતું કે પાલ-દઢવાવની આ ઘટના ખૂબ ઓછા લોકો ને ખબર હશે. ઈતિહાસ ભણતા લોકો પણ તેનાથી અજાણ હશે કારણ કે તેને હજી સુધી ઈતિહાસમાં સ્થાન મળ્યું નથી એટલે જ હું સમગ્ર ઘટનાનો જીણવટથી અભ્યાસ કરીને તેને એક પુસ્તક રૂપે લોકો સમક્ષ મુકવા માંગું છું. તે ઉપરાંત તેઓ જણાવે છે કે મેં આ ઘટનાની જાણ રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ કરી હતી તેમણે પાલ ગામની પ્રાથમિક શાળામાં વનવિભાગની મદદથી એક હજારથી પણ વધુ વૃક્ષો વવડાવીને એક શહિદ સ્મારક તથા શહિદોની યાદમાં તા – 22-06-2003ના રોજ એક સ્મૃતિવન ખૂલ્લુ મુકયું છે તેમજ આ ઘટનાના સાક્ષી ચીતરીયા ગામના યાકુબભાઈ પીત્તરભાઈ ઘોઘરા, વાંકડા ગામના નેમાજી સુકાજી નિનામા નું શાલ ઓઢાડી પ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યું હતું

Address

Alkapuri Pologround, Alkapuri
Himatnagar

Alerts

Be the first to know and let us send you an email when Hardik Gameti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Hardik Gameti:

Share