Dinesh Dangariya

Dinesh Dangariya *LAGHU UDHYOG BHARTI

સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs) માટે નાણાકીય સુરક્ષા અને નિવૃત્તિ માટેની તૈયારીને પ્રોત્સાહિત કરવા માટે પેન્શન ફં...
17/03/2026

સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs) માટે નાણાકીય સુરક્ષા અને નિવૃત્તિ માટેની તૈયારીને પ્રોત્સાહિત કરવા માટે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ PwC ઇન્ડિયા અને લઘુ ઊદ્યોગ ભારતી સાથે મળીને 14 માર્ચ 2026 ના રોજ લઘુ ઊદ્યોગ ભારતી જામનગર ઓફિસ, સરદાર ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ ખાતે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) પર વર્કશોપનું આયોજન કર્યુ હતું.



આજ રોજ લધુ ઉધોગ ભારતી જામનગર ની ગોડાઉનજોનની ઈકાઈ માં લધુ ઉધોગ ભારતી ની બેઠક થઈ હતી જેમાં આપના પ્રમુખ જયેશભાઈ સંઘાણી અને ...
02/03/2026

આજ રોજ લધુ ઉધોગ ભારતી જામનગર ની ગોડાઉનજોનની ઈકાઈ માં લધુ ઉધોગ ભારતી ની બેઠક થઈ હતી જેમાં આપના પ્રમુખ જયેશભાઈ સંઘાણી અને આવેલ મહેમાનો ગોડાઉનઝોન ના આવેલા સભ્યો નું સ્વાગત કરી લધુ ઉધોગ ભારતી ના મેમ્બરશીપ ની ચર્ચા કરેલ ત્યાર બાદ આવેલા મહેમાન ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે પોતાનો પરિચય આપી લધુ ઉધોગ ભારતી ના સભ્યો ના પ્રશ્નો સાંભડી તેનું જલ્દી થી જલ્દી નિરાકરણ લાવસે ત્યાર બાદ મહેન્દ્રભાઇ તરપદાયે લધુ ઉધોગ ભારતીના સદસ્યો ભારત સરકાર દ્વારા બનાવાયેલ જુદી જુદી કમિટીયો અને એજન્સિયોમા પ્રતિનિધિત્વ કરે છે તેની માહિતી આપી ત્યારબાદ ભવિષ્યમાં આવનાર પ્રશ્નો નું નિરાકરણ કઈ રીતે કરવું.લધુ ઉધોગ ભારતી જામનગર જિલ્લાના મંત્રી રાવીન્દ્રભાઈ મારકણા દ્વારા આભારવિધી કરી પ્રોગ્રામ પૂરો થયા ની જાહેરાત કરી.

અજરોજ તારીખ ૨૫/૨/૨૦૨૬ ને બુધવાર ના રોજ સ્વામીવિવેકાનાદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી ની મુલાકાત લેતા પંચ બી પોલીસ સ્ટેશન ના...
25/02/2026

અજરોજ તારીખ ૨૫/૨/૨૦૨૬ ને બુધવાર ના રોજ સ્વામીવિવેકાનાદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી ની મુલાકાત લેતા પંચ બી પોલીસ સ્ટેશન ના પી.આઈ શેખ સાહેબ તેમનું સન્માન સ્વામીવિવેકાનંદ સોસાયટી ના ચેરમેન શ્રી અને ડિરેક્ટર શ્રી ઓ એ કર્યુ હતું.

તા.17/09/2026 ને શનિવારના રોજ લઘુ ઉધ્યોગ ભારતી નું પરિવારિક સ્નેહમિલન જેએમસી પાર્ટી પ્લોટ રણજીતસાગર ડેમ ખાતે બહોળી સંખ્ય...
18/01/2026

તા.17/09/2026 ને શનિવારના રોજ લઘુ ઉધ્યોગ ભારતી નું પરિવારિક સ્નેહમિલન જેએમસી પાર્ટી પ્લોટ રણજીતસાગર ડેમ ખાતે બહોળી સંખ્યામાં યોજાયું હતું અને લઘુ ઉધ્યોગ ભારતીના ગુજરાત પ્રદેશ મહામંત્રી હંસરાજભાઇ ગજેરા ,સૌરાષ્ટ્ર પ્રાંત ઉપપ્રમુખ અમૃતભાઇ ગઢીયા તેમનં જામનગરના પ્રમુખ જયેશભાઇ સંઘાણી, જામનગર આરએસએસ ના શહેર કારવાહ ડૉ. રાકેશ ચાંગણી , જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઇ ગઢીયા અને ફાઉડ્રી એસોસિએશનના પ્રમુખ કરશનભાઇ ટીંબડિયા તેમજ સ્વામિવિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ એ હાજરી આપી હતી.

લઘુ ઉદ્યોગ ભારતી અને રેડિકલ કોમ્યુનિકેશન જોઈંટલી હાર્ડવેર એક્સપો કેન્યા(નૈરોબી)માં યોજાયેલ તેમાં લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત...
28/11/2025

લઘુ ઉદ્યોગ ભારતી અને રેડિકલ કોમ્યુનિકેશન જોઈંટલી હાર્ડવેર એક્સપો કેન્યા(નૈરોબી)માં યોજાયેલ તેમાં લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત ના મહામંત્રી હંસરાજભાઈ ગજેરા અને રાજકોટ ના પ્રમુખ કેતનભાઈ વસા રાજકોટ હાર્ડવેર એસોસિએશન ના પ્રમુખ મનીષભાઈ પટેલ સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા અને એક્સ્પોનું ઇનોગ્રેશન કેન્યા ના એન્વરમેન્ટ વિભાગ ના મંત્રી મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું

આજ રોજ તારીખ ૧૮/૧૧/૨૦૨૫ ને મંગળ વાર ના લઘુ ઉદ્યોગ ભારતી ના પ્રદેશ પ્રમુખ ઈશ્વર પટેલ મહા મંત્રી હંસરાજભાઈ ગજેરા અને ટીમ ગ...
18/11/2025

આજ રોજ તારીખ ૧૮/૧૧/૨૦૨૫ ને મંગળ વાર ના લઘુ ઉદ્યોગ ભારતી ના પ્રદેશ પ્રમુખ ઈશ્વર પટેલ મહા મંત્રી હંસરાજભાઈ ગજેરા અને ટીમ ગુજરાત સરકાર ના મંત્રીઓ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા,કાંતિભાઈ અમૃતિયા કૌશિકભાઈ વેકરીયા તેમજ વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ ભાઈ માળી અને મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા સાથે અલગ અલગ મંત્રીઓ સાથે શુભેક્ષા મુલાકાત કરેલ.

સ્વદેશોત્સવ ની ટીમ આજે જામનગર આવેલ વિવિધ ઉદ્યોગકારો ,જામનગર ના વિધાયક શ્રી દિવ્યેશ ભાઈ અકબરી ,અને ભાજપ શહેર પ્રમુખ બીના ...
08/11/2025

સ્વદેશોત્સવ ની ટીમ આજે જામનગર આવેલ વિવિધ ઉદ્યોગકારો ,જામનગર ના વિધાયક શ્રી દિવ્યેશ ભાઈ અકબરી ,અને ભાજપ શહેર પ્રમુખ બીના બેન કોઠારી ને રૂબરૂ મુલાકાત કરેલ અને સ્વદેશોત્સવ વિશે માહિતગાર કરેલ.

ગય કાલે તારીખ ૫ અને બુધવાર એ લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત રાજકોટ ખાતે રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ રાષ...
06/11/2025

ગય કાલે તારીખ ૫ અને બુધવાર એ લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત રાજકોટ ખાતે રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ રાષ્ટ્રીય ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ અને મહામંત્રી હંસરાજભાઈ ગજેરા પ્રશિક્ષણ વર્ગ અને માર્ગદર્શન કરી કાર્યક્રમ માં હાજરી આપી.

10/09/2025

કળીને પણ પુષ્પ બનીને બજાર સુધી પહોંચવાનું કર્મ કરવું પડે,
કુદરતનો પણ નેચર છે કર્મ વિના સઘળું પાંગળું....

જામનગરમાં તાજેતરમાં લઘુ ઉદ્યોગ ભારતીના આગેવાનો, ઉદ્યોગસાહસિકો સાથે કેન્યા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય હાર્ડવેર એક્સ્પો અન...
23/07/2025

જામનગરમાં તાજેતરમાં લઘુ ઉદ્યોગ ભારતીના આગેવાનો, ઉદ્યોગસાહસિકો સાથે કેન્યા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય હાર્ડવેર એક્સ્પો અનુસંધાને એક સેમિનાર યોજાયો હતો.

ભારતના હાર્ડવેર ઉદ્યોગને નવી દિશામાં લઈ જવાનું દ્રઢ સંકલ્પ સાથે હાર્ડવેર એક્સ્પો આફ્રિકા, જે 25 થી 27 નવેમ્બર 2025 દરમિયાન યોજાવા જઈ રહ્યો છે, એ માત્ર એક એક્ઝિબિશન નહીં પણ એ ભારત અને આફ્રિકા વચ્ચેના ઉદ્યોગિક સહયોગનો દરવાજો છે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર દરેક ભારતીય કંપનીઓને આફ્રિકાનાં પ્રગતિશીલ માર્કેટ સુધી પહોંચવાનો એક અમૂલ્ય અવસર મળશે. તેમ આ સેમિનારમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું.

આ સેમિનારમાં જામનગરના બ્રાસ એકમના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગકારો જોડાયા હતા.

📅 તારીખ: ૦૨ જુલાઈ ૨૦૨૫📍 સ્થળ: ગાંધીનગરઆજરોજ ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ તથા વિવિધ સંભાગોના નવા નિમણૂક થ...
02/07/2025

📅 તારીખ: ૦૨ જુલાઈ ૨૦૨૫
📍 સ્થળ: ગાંધીનગર

આજરોજ ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ તથા વિવિધ સંભાગોના નવા નિમણૂક થયેલા અધિકારીઓની એક મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ, જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ અને મહામંત્રી શ્રી હંસરાજભાઈ ગજેરા સાથે અખિલ ભારતીય તત્કાલિન અધ્યક્ષ શ્રી બળદેવભાઈ પ્રજાપતિજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન કર્ણાવતી સંભાગના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, મહામંત્રી શ્રી અશોકભાઈ પટેલ તથા સૌરાષ્ટ્ર સંભાગના પ્રમુખ શ્રી દિનેશભાઈ દાંગરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

શિષ્ટાચાર મુલાકાત દરમિયાન મહાનુભાવોએ ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી અને નાણાં મંત્રી શ્રીને મુલાકાત આપી હતી. ઉદ્યોગ મંત્રીશ્રી સમક્ષ રાજ્યના લઘુ ઉદ્યોગોને નડતા વિવિધ નિયમનકારક કાયદાઓ અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

તે ઉપરાંત, નાણાં મંત્રીશ્રી સમક્ષ સેન્ટ્રલ સરકાર દ્વારા પ્લોટ ટ્રાન્સફર બાબતે લઘુ ઉદ્યોગોને આપવામાં આવેલી તાજેતરની નોટિસો અંગે પણ ચર્ચા કરવામાં આવી. લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા તત્કાલ પૂર્વક કેન્દ્રીય મંત્રીઓ તથા અધિકારીઓ સાથે મળીને કરાયેલા પ્રતિસાદના પગલાઓની વિગતો પણ રજૂ કરવામાં આવી.

નાણાં મંત્રીશ્રીએ લઘુ ઉદ્યોગોની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળી, સહાનુભૂતિ દર્શાવી અને તમામ યોગ્ય સહકાર આપવાનું પુરપૂરુ આશ્વાસન આપ્યું હતું.

લઘુ ઉદ્યોગ ભારતી – ગુજરાત પ્રદેશ

ભારતના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન લઘુ ઉદ્યોગ ભારતીના મોરબી જિલ્લા ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. --------------ઉદ્યોગ હિત...
02/07/2025

ભારતના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન લઘુ ઉદ્યોગ ભારતીના મોરબી જિલ્લા ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી.
--------------

ઉદ્યોગ હિત અને રાષ્ટ્ર નિર્માણમાં આર્થિક મજબૂતી વધે તેમજ યુવાનો આત્મનિર્ભર બને, નાગરિકો સ્વદેશી બને તથા રોજગાર વધે તેવા ઉમદા હેતુથી કાર્ય કરતા ભારતના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન લઘુ ઉદ્યોગ ભારતીની મોરબીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. જિલ્લા પ્રમુખ પદે શ્રી દિનેશભાઈ હરિપરા, જિલ્લાના મહામંત્રી તરીકે શ્રી ઉત્તમભાઈ ત્રાસડીયા, જિલ્લાના ઉપપ્રમુખ તરીકે શ્રી સુરેશભાઈ સરડવા, ખજાનચી તરીકે શ્રી હસમુખભાઈ હાલપરા અને સહમંત્રી તરીકે દિવ્યેશભાઈ એરણિયાની નિયુક્તિ કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સંવાદ કરતા સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રીશ્રી જયભાઈ માવાણીએ લઘુ ઉદ્યોગ ભારતીનો પ્રાથમિક પરિચય, કાર્યો અને સિદ્ધિઓ થી ઉપસ્થિત સૌને પરિચિત કરાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના હોદ્દેદારોના નામની જાહેરાત લઘુ ઉદ્યોગ ભારતીના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખશ્રી દિનેશભાઈ ડાંગરિયા દ્વારા કરવામાં આવી હતી. વિશેષ ઉપસ્થિત મા મીલનભાઈ પૈડા - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જીલ્લા કાર્યવાહ. અતિથી વિશેષ તરીકે સિરામિક એસોસિયેશન ના વોલ ડિવિઝન ના પ્રમુખશ્રી હરેશભાઈ બોપલીયાએ તથા પેપરમિલ એસોસિયેશનના પ્રમુખશ્રી શૈલેષભાઈ દેત્રોજા એ મોરબીના ઉદ્યોગોના વિકાસ, રોજગાર, સમસ્યા તથા ભાવિ સમાધાન અંગે રજૂઆત કરી હતી.

ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખ શ્રી દિનેશભાઈ હરીપરાએ આગામી સમયમાં મોરબી જિલ્લામાં કરવા પાત્ર કાર્યો અંગે માહિતી આપી હતી તથા લઘુ ઉદ્યોગ ભારતીની કાર્ય પદ્ધતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતીના મોરબી જિલ્લાના સદસ્યો, સંસ્થાના અન્ય અધિકારી ગણ તથા વરિષ્ઠ સદસ્યો હાજર રહ્યા હતા.

Address

Jamnagar

Telephone

+919979995544

Website

Alerts

Be the first to know and let us send you an email when Dinesh Dangariya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dinesh Dangariya:

Share