19/08/2026
🌺 સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતી વર્ષ નિમિત્તે 🌺
🪷 “સમરસતા સંકલ્પ અભિયાન - કળશ વિતરણ કાર્યક્રમ જામનગર જિલ્લો” 🪷
સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતી વર્ષ નિમિત્તે સામાજિક સમરસતા, સમાનતા અને ભાઈચારાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના પવિત્ર સંકલ્પ સાથે ધ્રોલ શ્રી સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર ખાતે જિલ્લા કક્ષાનો કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો.
આ પાવન અવસરે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા તથા જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિનોદભાઈ ભંડેરીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ તરફથી વક્તા તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીએ સંત રવિદાસજીના જીવન, વિચારો અને સામાજિક સમરસતાના સંદેશ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિરના મહંત પૂજ્ય નરસિંહદાસજી મહારાજના આશીર્વચનથી સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર બન્યો.
સંત રવિદાસજી મહારાજે માનવમાત્રમાં સમાનતા, ભાઈચારો અને નિષ્કપટ ભક્તિનો સંદેશ આપતાં કહ્યું હતું—
“ऐसा चाहूँ राज मैं, जहाँ मिले सबन को अन्न।
छोट-बड़ो सब सम बसै, रैदास रहे प्रसन्न॥”
અર્થાત્ — એવા સમાજની સ્થાપના થાય જ્યાં સૌને અન્ન મળે, કોઈ નાનું-મોટું ન રહે અને સૌ સમાનતા તથા સુખ-શાંતિથી જીવન જીવે.
કાશીની પવિત્ર ધરતી પરથી પ્રસ્થાન કરેલા આ કળશો માત્ર પવિત્ર માટીના પ્રતીક નથી, પરંતુ સામાજિક એકતા, સમરસતા, સૌહાર્દ અને સમાનતાના સંકલ્પના પ્રતીક છે. ગામે-ગામ અને ઘર-ઘર સુધી આ પવિત્ર સંદેશ પહોંચાડવાનો આ અભિયાન સમાજમાં એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે.
આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, વિવિધ મંડળોના પ્રમુખશ્રીઓ તથા મહામંત્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ ધ્રોલ શહેરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પવિત્ર અભિયાનમાં સહભાગી બન્યા હતા.
🙏 સંત રવિદાસજી મહારાજના સમાનતા, સેવા અને સમરસતાના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કરીએ.
“સમરસ સમાજ – સશક્ત સમાજ”
“એકતા • સમાનતા • સમરસતા” 🪷
#સમરસતા_સંકલ્પ_અભિયાન
#સંત_રવિદાસજી_મહારાજ
#650મી_જન્મજયંતી
#સમરસતા
#સામાજિક_એકતા
#સમાનતા
#ભાજપ_ગુજરાત