Rajendra D Chavda BJP

Rajendra D Chavda BJP ભારતીય જનતા પાર્ટી

સુરત પશ્વિમના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીજીને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકા...
16/02/2026

સુરત પશ્વિમના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીજીને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ

આજથી શરૂ થયેલ વિધાનસભાના બજેટ સત્ર પૂર્વે આયોજિત શાસક પક્ષ - ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ...
16/02/2026

આજથી શરૂ થયેલ વિધાનસભાના બજેટ સત્ર પૂર્વે આયોજિત શાસક પક્ષ - ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ મંત્રીમંડળના સભ્યો અને પક્ષના ધારાસભ્યોની સાથે ગૃહની કામગીરી અસરકારક રીતે સંપન્ન થાય તે અંગે ચર્ચા કરી.
સામાન્યમાં સામાન્ય નાગરિકના હિતને ધ્યાને રાખીને સરકારના કાર્યક્રમો સુચારુ રીતે આગળ વધે તેમજ “વિકસિત ભારત - વિકસિત ગુજરાત” ના વિઝનને સાકાર કરવાની દિશામાં બજેટ સત્ર સફળ રહે તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું.

फॉर्मेट और मैदान चाहे बदल जाएँ,   में जीत का रंग हमेशा तिरंगा ही रहता है 🇮🇳🔥
15/02/2026

फॉर्मेट और मैदान चाहे बदल जाएँ, में जीत का रंग हमेशा तिरंगा ही रहता है 🇮🇳🔥

14 ફેબ્રુઆરી, 2019 ના રોજ પુલવામા ખાતે થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપના...
14/02/2026

14 ફેબ્રુઆરી, 2019 ના રોજ પુલવામા ખાતે થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર માઁ ભારતીના વીર જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
તેમની શહાદત દેશવાસીઓને કર્તવ્યનિષ્ઠા સાથે રાષ્ટ્રહિત માટે સમર્પિત થવાની પ્રેરણા આપતી રહેશે.

દિવાળી મહાપર્વની આપ સૌને હાર્દિક શુભકામના.અંધકારમાંથી પ્રકાશ તરફની ગતિનું આ પર્વ વિશ્વભરમાં સત્યની જ્યોત વધુ તેજોમય બનાવ...
19/10/2025

દિવાળી મહાપર્વની આપ સૌને હાર્દિક શુભકામના.

અંધકારમાંથી પ્રકાશ તરફની ગતિનું આ પર્વ વિશ્વભરમાં સત્યની જ્યોત વધુ તેજોમય બનાવે અને સૌના જીવન સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ તેમજ આત્મિક ગુણો રૂપી વૈભવથી પરિપૂર્ણ બને એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના.

આત્મનિર્ભર અને વિકસિત ભારતના સૂત્રધાર, ભારતના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબને જન્મદિવસની અનેક...
17/09/2025

આત્મનિર્ભર અને વિકસિત ભારતના સૂત્રધાર, ભારતના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબને જન્મદિવસની અનેકાનેક શુભકામનાઓ...

સંઘર્ષોમાં તપીને, અવરોધોને ઓળંગીને તેજસ્વી હીરા સમ બનેલું આપનું વ્યક્તિત્વ અમારા સૌ માટે પ્રેરણાનો અખૂટ સ્રોત છે. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના પ્રધાનમંત્રી સુધી આપે વિકાસની રાજનીતિનો અમૃતપથ કંડાર્યો છે.

અંત્યોદય કલ્યાણની આપની પ્રતિબદ્ધતાના લીધે જ તો દેશના લાખો લોકો ગરીબીમાંથી બહાર આવીને સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે. ગરીબ, અન્નદાતા, યુવા અને નારીશક્તિ – સૌ કોઈ આજે વિકસિત ભારતના લક્ષ્યમાં યોગદાન આપવા તત્પર બન્યા છે.

આપશ્રીના નેતૃત્વમાં ભારતે પોતાની પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓ અને જીવનમૂલ્યોને અક્ષુણ્ણ રાખીને વિશ્વસ્તરીય વિકાસ સાધી બતાવ્યો છે. ભારતને ટૂંકાગાળાની અંદર જ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાથી લઈને આંતરરાષ્ટ્રીય નીતિમાં “ઈન્ડિયા ફર્સ્ટ”ના મંત્ર સાથે આપે વૈશ્વિક સ્તરે ભારતનો દબદબો ઉભો કર્યો છે.

પરમાત્મા આપશ્રીને રાષ્ટ્રની સેવામાં અવિરત કર્તવ્યરત, સુદીર્ઘ અને નિરામય જીવન અર્પે તેવી મંગલકામના કરું છું.

ઉત્સવ... બાળકોના સર્વાંગી વિકાસનો...આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે બે-દાયકા પ...
26/06/2025

ઉત્સવ... બાળકોના સર્વાંગી વિકાસનો...

આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે બે-દાયકા પૂર્વે શરૂ કરેલ "શાળા પ્રવેશોત્સવ" કાર્યક્રમે નિતનવા સોપાનો સર કર્યા છે.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ અંતર્ગત આજે કુંડાળ પ્રાથમિક શાળા, કડી ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી, નાના ભૂલકાઓનું નામાંકન કરાવી પ્રોત્સાહન પ્રદાન કર્યું.

શિક્ષણ, સ્વીકૃતિ, સંશોધન અને સંવેદનશીલતાના સમન્વય સાથે શાળાકીય શિક્ષણ "શાળા પ્રવેશોત્સવ" ના માધ્યમથી પૂર્વવત બનશે.

#શાળા_પ્રવેશોત્સવ

Address

જોટાણા
Kadi
384440

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajendra D Chavda BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share