Bjp Karamsad

Bjp Karamsad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bjp Karamsad, Political Party, Karamsad.

આગામી કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમા વિજયના સંકલ્પ સાથે જન-જન સુધી પહોંચવા માટે 'ઘર ઘર સંપર્ક' તથા 'પત્રિકા વિતરણ' ન...
05/04/2026

આગામી કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમા વિજયના સંકલ્પ સાથે જન-જન સુધી પહોંચવા માટે 'ઘર ઘર સંપર્ક' તથા 'પત્રિકા વિતરણ' નો કાર્યક્રમ કરમસદ શહેર સંગઠન દ્વારા કરવામા આવ્યો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - ૨૦૨૬આગામી કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરવ...
31/03/2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - ૨૦૨૬

આગામી કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નિરીક્ષકોની મુલાકાત સંદર્ભે અગત્યની સૂચના:

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વોર્ડ નંબર: ૯,૧૦ અને ૧૧ માંથી ઉમેદવારી કરવા ઈચ્છતા તમામ પક્ષના સનિષ્ઠ કાર્યકર મિત્રો તથા ઈચ્છુક ઉમેદવારોને નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવા માટે ઉપસ્થિત રહેવા વિનંતી છે.

📅 તારીખ અને સમય: નીચે આપેલ પત્ર મા દર્શાવેલ છે.

📍 સ્થળ: શ્રી કમલમ્ ભાજપ કાર્યાલય વલ્લભ વિદ્યાનગર.

નોંધ:-
📝 પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવેલ નિયત ફોર્મ મંડલના મહામંત્રીશ્રી પાસેથી મેળવી લેવા વિનંતી છે.

📍 ફોર્મ મેળવવાનું સ્થળ: ૦૪, વલ્લભ પ્લાઝા કોમ્પ્લેક્સ, બડિયાદેવ મંદિર પાસે, કરમસદ.*

૧) જે ઉમેદવારોએ આ ફોર્મ ભરેલ હશે, માત્ર તેમને જ નિરીક્ષકો સમક્ષ દાવેદારી કરવા દેવામાં આવશે.

૨) નિરીક્ષકો દ્વારા જે તે ઉમેદવારને એકલાને (Personal) જ સાંભળવામાં આવશે.

૩) કોઈપણ પ્રકારનું શક્તિપ્રદર્શન કે ટોળાશાહી કરવાની સખત મનાઈ છે. ઉમેદવારે કોઈપણ વધારાના સમર્થકો કે માણસો સાથે લાવવા નહીં.

🪷 કરમસદ શહેર ભાજપા પરિવાર 🪷

દેશના વિકાસ અને જનસંવાદનો માર્ગ દર્શાવતો આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો “મન કી બાત ટીફીન કે સાથ કાર્યક્ર...
29/03/2026

દેશના વિકાસ અને જનસંવાદનો માર્ગ દર્શાવતો આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો “મન કી બાત ટીફીન કે સાથ કાર્યક્રમ આજે કરમસદ શહેર ખાતે લોકલાડીલા ધારાસભ્યશ્રી યોગેશભાઇ પટેલ તથા આણંદ જિલ્લા સંગઠન મંત્રી તથી કરમસદ શહેર પ્રભારી શ્રીમતી મીનાબેન મકવાણાની વિશેષ ઉપસ્થિતમાં યોજાયો.

આ પ્રસંગે કરમસદ શહેર મહામંત્રીશ્રી પ્રણવભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ ઠાકોર તથા જીલ્લા સંગઠનના હોદ્દેદારોશ્રીઓ, કરમસદ શહેર સંગઠન તથા વિવિધ મોર્ચા હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકા પુર્વ સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

आप सभी को श्री रामनवमी की हार्दिक शुभकामनाएं।  जय श्रीराम 🙏
26/03/2026

आप सभी को श्री रामनवमी की हार्दिक शुभकामनाएं।

जय श्रीराम 🙏

ભારતીય જનતા પાર્ટી, આણંદ જીલ્લા પ્રભારી શ્રીમતી વર્ષાબેન દોશી ના મંડળ પ્રવાસ કાર્યક્રમ અંતગર્ત આજ રોજ કરમસદ મંડળ ની પરિચ...
25/03/2026

ભારતીય જનતા પાર્ટી, આણંદ જીલ્લા પ્રભારી શ્રીમતી વર્ષાબેન દોશી ના મંડળ પ્રવાસ કાર્યક્રમ અંતગર્ત આજ રોજ કરમસદ મંડળ ની પરિચય બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ બેઠકમાં જિલ્લા પ્રભારી શ્રીમતી વર્ષાબેન દોશી તથા જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઇ પટેલ દ્વારા આગામી દિવસો માં સંગઠનને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓ ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.

આ કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી અને ઝોન પ્રભારી શ્રી પ્રવીણભાઈ વાઘેલા, જિલ્લા મહામંત્રી શ્રી વિપુલભાઈ શાહ, જીલ્લા ઉપપ્રમુખ શ્રી સુનીતભાઈ પટેલ,જિલ્લા મંત્રી શ્રી ભાસ્કર ભાઈ ગોહેલ, જિલ્લા મંત્રી શ્રી મિહિર ભાઈ રાણા, કરમસદ શહેર પ્રભારી મીનાબેન મકવાણા તથા શહેર સંગઠન ના હોદ્દેદારો, કારોબારી સભ્યો, શક્તિ કેન્દ્ર ના સંયોજકો, બુથ પ્રમુખો, મોરચા ના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ તથા પુર્વ કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

01/03/2026

વ્હાલા આણંદવાસીઓ,

હાલમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે ઉદ્ભવેલી હવાઈ મુસાફરીની કટોકટીના કારણે આણંદ જિલ્લાના વિવિધ પ્રવાસીઓ ગલ્ફ દેશોમાં અટવાઈ ગયા હોવાના સમાચાર કાર્યકર્તાઓ તથા મતદારો દ્વારા મળી રહ્યા છે.

મારા તથા મારા કાર્યાલય દ્વારા આ પરિસ્થિતિને પહોંચી વળવા ખૂબ નજીકથી પ્રયાસો થઈ રહ્યા છે, તથા કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી પણ સારી મદદ મળી રહી છે.

આણંદ જિલ્લાના અન્ય કોઈ પ્રવાસીને આ બાબતે સેવાની જરૂરિયાત હોય, તો આપની અથવા આપના પરિવારજનની વિગત નીચે મુજબના ફોર્મેટમાં જણાવેલ નંબર પર મોકલી આપશો.

📞 સાંસદ ઓફિસ હેલ્પલાઇન: 84607 10651 (હર્ષ પટેલ)

• પ્રવાસીનું નામ:
• હાલ જે દેશમાં અટવાયા હોય તે દેશ:
• ફ્લાઇટ ડિટેઇલ:
• પાસપોર્ટ નંબર:
• કુલ પ્રવાસીઓની સંખ્યા:
• આણંદમાં રહેતા સંબંધીનું નામ:
• સંબંધીનો મોબાઇલ નંબર:
• આણંદનું સરનામું:

આપનો,
મિતેષભાઈ પટેલ (બકાભાઈ)
સાંસદ – આણંદ

વડોદરા લોકસભા ના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચા ના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી હેમાંગભાઈ જોષી આજે અખંડ ભારતના શિલ્પ...
22/02/2026

વડોદરા લોકસભા ના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચા ના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી હેમાંગભાઈ જોષી આજે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ના નિવાસસ્થાની મુલાકાતે પધાર્યા હતા ત્યારે આણંદ જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ તથા આણંદ વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ (બાપજી),જિલ્લા ભાજપા યુવા મોરચા ના પ્રમુખ શ્રી ભાગ્યેશભાઈ વ્યાસ તથા જિલ્લા સંગઠન ના અન્ય હોદેદારો ની ઉપસ્થિતિમાં કરમસદ શહેર સંગઠન દ્વારા તેમનું પુષ્પગુચ્છ અને ઉષ્માભર્યા શબ્દો સાથે સ્વાગત કરવામાં આવ્યું. સરદાર સાહેબના આદર્શો અને તેમની જીવનશૈલી આજે પણ આપણને દેશસેવા માટે પ્રેરણા આપે છે.

આ મુલાકાત માત્ર એક ભ્રમણ નથી, પણ રાષ્ટ્રભક્તિના સંસ્કારોનું સિંચન છે. 🙏

"

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો મન કી બાત કાર્યક્રમ નવ નિયુક્ત સંગઠન પ્રભારી મીનાબેન મકવાણા તથા કરમસદ શહેર સં...
22/02/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો મન કી બાત કાર્યક્રમ નવ નિયુક્ત સંગઠન પ્રભારી મીનાબેન મકવાણા તથા કરમસદ શહેર સંગઠન પ્રમુખ શ્રી મૃણાલભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં કરવા મા આવ્યો.

ઐતિહાસિક દિવસ
22/01/2026

ઐતિહાસિક દિવસ


जय सोमनाथ🔱
11/01/2026

जय सोमनाथ🔱


11/01/2026

ભારતીય જનતા પાર્ટી કરમસદ શહેર તથા ગ્રામજનો દ્વારા “સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે” આતશબાજી સાથે શિવજીની ભવ્ય મહા આરતીનું આયોજન નારાયણદેવ મહાદેવ મંદિર, સુભાષ પોળ કરમસદ ખાતે કરવામાં આવ્યું. જેમાં સંગઠન પ્રમુખશ્રી મૃણાલભાઇ પટેલ, મહામંત્રીશ્રી પ્રણવભાઇ પટેલ, પુર્વ નગરપાલિકા પ્રમુખશ્રી નિલેશભાઇ પટેલ, પુર્વ ઉપપ્રમુખશ્રી કૃતિકાબેન પટેલ તથા હોદ્દેદારો, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ, તમામ મોરચાના હોદ્દેદારો, કાર્યકરો તથા મોટી સંખ્યામા સ્થાનિક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Address

Karamsad

Alerts

Be the first to know and let us send you an email when Bjp Karamsad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bjp Karamsad:

Share