ચંદ્રેશ દેવશીભાઈ કરમુર

  • Home
  • India
  • Lalpur
  • ચંદ્રેશ દેવશીભાઈ કરમુર

ચંદ્રેશ દેવશીભાઈ કરમુર સદસ્ય શ્રી લાલપુર તાલુકા પંચાયત
📍 LALPUR
📞 63531 15987

📚 શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.આ પ્રસંગે શાળાના શિક્ષકો, વાલીઓ અને અધિકારી...
29/06/2026

📚 શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.

આ પ્રસંગે શાળાના શિક્ષકો, વાલીઓ અને અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી શાળાના વિવિધ પ્રશ્નોની જાણકારી મેળવી. ખાસ કરીને શિક્ષકોની લાંબા સમયથી ચાલતી ઘટ અંગે ગંભીરતા દર્શાવી, આ પ્રશ્નના વહેલી તકે નિરાકરણ માટે ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રી તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મારો દૃઢ વિશ્વાસ છે કે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પૂરતા શિક્ષકો મળવા જોઈએ. બાળકોના હિત માટે સતત પ્રયત્નશીલ રહીશ.

શિક્ષણ એ જ સમાજના વિકાસનો મજબૂત પાયો છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત દ્વારા રાજુભાઈ બોરખતરીયા ને પ્રદેશ સંગઠન મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવતા હાર્દિક અભિનંદન.પોર...
19/05/2026

આમ આદમી પાર્ટી, ગુજરાત દ્વારા રાજુભાઈ બોરખતરીયા ને પ્રદેશ સંગઠન મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવતા હાર્દિક અભિનંદન.

પોરબંદર–જૂનાગઢ કાર્યક્ષેત્રમાં સંગઠન વધુ મજબૂત બને અને જનસેવાનું કાર્ય નવી ઊંચાઈએ પહોંચે તેવી શુભેચ્છાઓ.

આપના નવા અધ્યાય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.

Rajubhai Borkhatariya

સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવામાં અવિરત મહેનત અને સમર્પણથી અમૂલ્ય યોગદાન આપનાર, મારા મોટાભાઈ સમાન અજ...
19/05/2026

સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવામાં અવિરત મહેનત અને સમર્પણથી અમૂલ્ય યોગદાન આપનાર, મારા મોટાભાઈ સમાન અજીતભાઈ લોખીલ ને ફરી એકવાર પ્રદેશ સંગઠન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તે બદલ હાર્દિક અભિનંદન અને અનેક શુભકામનાઓ। 💐

તેમની સંઘર્ષશીલ વૃત્તિ, દ્રઢ નેતૃત્વ અને કાર્યકર્તાઓ પ્રત્યેનો આત્મીય અભિગમ પાર્ટીને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આપનું માર્ગદર્શન અને સંગઠન પ્રત્યેની નિષ્ઠા સતત જનસેવાના કાર્યને નવી દિશા આપે તેવી શુભેચ્છાઓ। 🙏

Ajit Lokhil

પેપરલીક, ભ્રષ્ટાચાર, કૌભાંડ અને નકલી દૂધ માફિયા સામે સતત લડતા યુવા નેતા શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબને પ્રદેશ ઉપાધ્યક્ષ ...
19/05/2026

પેપરલીક, ભ્રષ્ટાચાર, કૌભાંડ અને નકલી દૂધ માફિયા સામે સતત લડતા યુવા નેતા શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નવી જવાબદારી મળવા બદલ હાર્દિક અભિનંદન.

ગુજરાતના યુવાનોના હક માટે આપનો સંઘર્ષ હંમેશા પ્રેરણાદાયી રહ્યો છે. નવી જવાબદારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

જય હિંદ 🇮🇳

Yuvrajsinh Jadeja

પંજાબ પ્રવાસ દરમિયાન પંજાબના માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી સાથે મુલાકાત કરવાનો અમૂલ્ય અવસર મળ્યો. રાજ્યના સર્વાંગી...
15/05/2026

પંજાબ પ્રવાસ દરમિયાન પંજાબના માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી સાથે મુલાકાત કરવાનો અમૂલ્ય અવસર મળ્યો. રાજ્યના સર્વાંગી વિકાસ, યુવા સશક્તિકરણ અને જનકલ્યાણના વિવિધ વિષયો પર તેમની સાથે સકારાત્મક અને પ્રેરણાદાયક ચર્ચા થઈ.

✨ સુવર્ણ મંદિર (Golden Temple) – અમૃતસર, પંજાબ“અમૃતસરનું સુવર્ણ મંદિર એટલે આત્માને શાંતિ આપતું એક દિવ્ય સ્થાન. મંદિરના સ...
15/05/2026

✨ સુવર્ણ મંદિર (Golden Temple) – અમૃતસર, પંજાબ

“અમૃતસરનું સુવર્ણ મંદિર એટલે આત્માને શાંતિ આપતું એક દિવ્ય સ્થાન. મંદિરના સોનેરી દર્શન, સરોવરના શાંત પાણી અને ગુરુવાણીના મધુર સ્વર મનને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. અહીં દરેક વ્યક્તિને સમાન રીતે સેવા અને સન્માન મળે છે, જે શીખ ધર્મની મહાન પરંપરાનું પ્રતિક છે. અહીં પસાર કરેલી દરેક ક્ષણ દિલમાં હંમેશા માટે વસાઈ ગઈ.”

15/05/2026
“જલિયાવાલા બાગ”જલિયાવાલા બાગની મુલાકાત દરમિયાન ભારતના સ્વતંત્રતા સંગ્રામનો દુઃખદ અને ગૌરવશાળી ઇતિહાસ આંખો સામે જીવંત થઈ ...
15/05/2026

“જલિયાવાલા બાગ”

જલિયાવાલા બાગની મુલાકાત દરમિયાન ભારતના સ્વતંત્રતા સંગ્રામનો દુઃખદ અને ગૌરવશાળી ઇતિહાસ આંખો સામે જીવંત થઈ ગયો. અહીંની દીવાલો પરના ગોળીના નિશાન અને શહીદોનો કૂવો જોઈને હૃદય ભાવુક બની ગયું. આ સ્થળ આપણને યાદ અપાવે છે કે આજની આઝાદી હજારો શહીદોના બલિદાનનું પરિણામ છે.

🙏 “શહીદોને હૃદયપૂર્વક નમન.”

પંજાબ પ્રવાસ દરમિયાન પંજાબના કેબિનેટ મંત્રી માનનીય કુલદીપસિંહ ધાલીવાલજી અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાજી...
15/05/2026

પંજાબ પ્રવાસ દરમિયાન પંજાબના કેબિનેટ મંત્રી માનનીય કુલદીપસિંહ ધાલીવાલજી અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાજી સાથે ખાસ મુલાકાત કરવાનો અને વિવિધ વિષયો પર સકારાત્મક ચર્ચા કરવાનો અવસર મળ્યો. લોકહિત અને પ્રગતિના કાર્યો માટે તેમના વિચારો હંમેશા પ્રેરણાદાયી રહ્યા છે.

Hemant Khava , Kuldeep Singh Dhaliwal and Manish Sisodia

“સાડ્ડા પિંડ” ની મુલાકાત દરમિયાન પંજાબની જીવંત સંસ્કૃતિ, પરંપરા અને ગામડાની અસલી ઝલક જોવા મળી. અહીંનું વાતાવરણ, પંજાબી સ...
15/05/2026

“સાડ્ડા પિંડ” ની મુલાકાત દરમિયાન પંજાબની જીવંત સંસ્કૃતિ, પરંપરા અને ગામડાની અસલી ઝલક જોવા મળી. અહીંનું વાતાવરણ, પંજાબી સંગીત, પરંપરાગત ઘર, લોકકલાઓ અને સ્વાદિષ્ટ પંજાબી ભોજનએ દિલ જીતી લીધું.

એક જ જગ્યાએ પંજાબની સંસ્કૃતિને એટલી નજીકથી અનુભવવાનો આ સુંદર અવસર હતો. અહીં પસાર કરેલી દરેક પળ આનંદ, ઉત્સાહ અને યાદોથી ભરપૂર રહી. સાચા અર્થમાં “રંગીલું પંજાબ” અહીં જીવંત લાગ્યું. 🌾✨

Address

Lalpur

Telephone

+919106763703

Website

Alerts

Be the first to know and let us send you an email when ચંદ્રેશ દેવશીભાઈ કરમુર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share