13/01/2026
સ્થળ:- સાગવા, તા.- મોડાસા, જિ.- અરવલ્લી
કાર્યક્રમ:- સંકલ્પ હબ દ્વારા સરકારી કુમાર છાત્રાલયમાં (વિકસતી જાતિ) માનસિક સ્વાસ્થ્ય અને જીવન કૌશલ્ય અંતર્ગત વ્યાપક જાગૃતિ સેમિનારનું આયોજન
લાભાર્થી - છાત્રાલયના વિધાર્થીઓ
કાર્યક્રમની વિગત:- કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આજના સમયની જરૂરી જીવન કૌશલ્ય અને માનસિક સ્વાસ્થ્ય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. DHEW ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલાઓના અધિકારો અને સંબંધિત કાયદા, કારકિર્દી માર્ગદર્શન, સાયબર સુરક્ષા, ડિજિટલ જાગૃતિ તેમજ વ્યક્તિગત સલામતી વિષયક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું તેમણે વિદ્યાર્થીઓને લક્ષ્ય નિર્ધારણ, આત્મવિશ્વાસ અને સ્વાવલંબન તરફ પ્રેરણા આપી. મેન્ટલ હેલ્થના મેમ્બર દ્વારા માનસિક સંતુલન જાળવવાની પદ્ધતિઓ, ક્રોધ નિયંત્રણ, ભાવનાત્મક સ્થિરતા, તણાવ વ્યવસ્થાપન, માનસિક વિકારોની પ્રાથમિક ઓળખ અને તેના નિવારણ અંગે સરળ અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને થતી માનસિક અશાંતિ, ભય અને દબાણમાંથી બહાર આવવાના ઉપાયો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Collector Arvalli Info Aravalli GoG