
06/05/2025
#સટ્ટા અને #ગેમિંગ_પ્રમોશન
હમણાં મેં દ્વારા તાજેતરમાં #ગેમિંગ પ્રમોશન કરતા સૌરાષ્ટ્રના કેટલાક ઉપર રીલ બનાવવા બદલ કાર્યવાહી કરવામાં આવી.
તમામ એવા ઉપર ગુન્હો દાખલ કરી અને યુવાનો આવા #સટ્ટાબાજી ના રવાડે નો ચડે એના માટે સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો જેના માટે નો આભાર માનીએ છીએ.
પરંતુ હાલમાં થિયેટર માં એક મૂવી જોવા ગયો અને એની જાહેરાતમાં નીચે જે ફોટો આપ્યો છે એની જાહેરાત ખુલ્લે આમ કરવામાં આવી રહી છે.
પેલા influencer તો પોતાના પેજ પર જ કરતા હશે પરંતુ જેવી ભારતની મોટી થિયેટર ચેઇન ધરાવતી કંપની આવી જાહેરાતો કરે ત્યારે કેમ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આમાં જે વેબસાઇટ બતાવવામાં આવી છે તે સટ્ટામાં ખૂબ આગવી છે અને ઘણા યુવાનો આમાં ફસાય શકે તો શું લાગે કાર્યવાહી થશે...??
એક બીજી વાત દર વખતે કોઈ ફરિયાદ કરે પછી જ કાર્યવાહી કરવી જરૂરી નથી કેમ કે પોલીસ વાળા પણ જોવા જતા જ હસે એટલે એને પણ દેખાય જ છે.
(ખાલી નાની માછલીને પકડવાથી તમારો રેકોર્ડ બનશે બાકી સુધારો નહીં આવે)
CMO Gujarat Surat City Police
---- વિશાલ વસોયા
Vishal Vasoya