B.n Bhai

B.n Bhai Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from B.n Bhai, Government Official, Surat.

તું નહીં આપે ભલે ઘાવ, ઉઝરડા તો દે,આંસુ પણ લઈ લે, મને ખાલી તું રોવા તો દે.__________________________________ગમે એવો પાષણા...
15/07/2025

તું નહીં આપે ભલે ઘાવ, ઉઝરડા તો દે,
આંસુ પણ લઈ લે, મને ખાલી તું રોવા તો દે.
__________________________________

ગમે એવો પાષણા હ્રદયનો માનવી હોય જેમણે પણ આ વિડીઓ જોયો એ માણસ અવશ્ય રડ્યો હશે.

એ બાપ પોતાની એક્ટીવા કે એવી ગાડી લઈને દીકરીને એ ગાડીમાં લઈને નિકળ્યાં હશે ત્યારે દીકરી કેટલી ખુશ હશે.
ધીરે ધીરે પિતા કેનાલ પાસે આવ્યાં હશે અને દીકરીનાં માથા ઉપર હાથ ફેરવીને કીધૂ હશે કે.. "બેટા! તું અહીં દુર ઉભી રહે હું હમણા જ તારા વ્રતનાં જ્વારા પાણીમાં પધરાવી દઉ.

દીકરી ઉભી ઉભી પોતાનાં પિતાને જોતી હશે અને પિતા પાણી પાસે જઈને જેવા જ્વારા પધરાવવા ગયા હશે અને પગ લપસતાં અંદર પડ્યાં હશે ત્યારે એ દીકરીની વેદના શી હશે? સામે એકક્ષણ માટે દીકરીનાં બાપની શી પીડા હશે?

વિચારી ન શકાય, વિચારમાત્ર આપણે રડાવી દે. ચાર-પાંચ વર્ષની દીકરી એટલે એ તો ઈશ્વરનો અંશ કહેવાય. નિર્દોષ, નિખાલસ અને કોમળ મનની દીકરીની આ પીડાએ ભલભલાને રડાવી દીધા. ઈશ્વરને એટલી વિનંતિ કે, આ દીકરીને સદાય સુખી રાખજો. ક્યારેય એના આંખમાં આંસુ નહિ આવવા દેતા અને એમનાં પિતાનાં આત્માને શાંતિ આપશો. - B.n Bhai

🙏🏻 જય દ્વારકાધીશ

ઉપરની બે લાઈન કોઈ કવિ દ્વારા લખાયેલ છે.

આપણે શું વાંધો, કોઈને ફાયદો થાય તો.ત્રણ દિવસ પહેલા એક સંબંધી આવેલ અને એમનું સાંજે જમવાનું બનાવેલ હતું. જમ્યા બાદ કીધૂ કે...
14/07/2025

આપણે શું વાંધો, કોઈને ફાયદો થાય તો.

ત્રણ દિવસ પહેલા એક સંબંધી આવેલ અને એમનું સાંજે જમવાનું બનાવેલ હતું. જમ્યા બાદ કીધૂ કે તમે શાકમાં ક્યું તેલ નાખો ? મેં કીધૂ કે સહજનું શીંગતેલ.

તો એમણે કીધૂ કે તમે આજે જ અમારી માટે એક ડબો મંગાવી દો, અમારે પણ આનો જ ઉપયોગ કરવો છે.

હવે એમને એ તેલ અનુકુળ આવ્યું, એટલે આપણે કાલે ઓનલાઈન બુકીંગ કરી દીધૂ અને આજે તો આવી ગયુ.

સહજ શીંગતેલ સાથે આપણે કોઈ નાતો નથી, એને બનાવનાર મનિષભાઈને પણ નથી ઓળખતા પરંતુ સ્વદેશી અને સારી વસ્તુ, શૂન્યથી સર્જન કરનાર, પોતે જ પોતાની મેળે જાહેરાત કરનાર માણસની કોઈ વસ્તુ ખરીદતાં હોય તો આપણને શું વાંધો!

કહેવાનો મતલબ કે.. કોઈ ખંત અને મહેનતથી સફળતા તરફ આગળ વધતા હોઈ તો આપણે તો રાજી થઈએ, આપણાથી કોઈ સારું કામ થાય તો એનાથી મોટી ખુશી શું હોઈ શકે.
- B.n Bhai

🙏🏻 જય દ્વારકાધીશ

સહજ સીંગતેલ SAHAJ OIL

નવરાશ મળે તો કુદરત્તને માણવા નીકળી પડશો.વાંચો રોચક વાતો- ઈંડા એને મીંડા, કાન એને બચ્ચા, જીભથી પાણી પીએ એ બધા અને હોંડથી ...
13/07/2025

નવરાશ મળે તો કુદરત્તને માણવા નીકળી પડશો.

વાંચો રોચક વાતો- ઈંડા એને મીંડા, કાન એને બચ્ચા, જીભથી પાણી પીએ એ બધા અને હોંડથી પાણી પીવે એ બધા ... .... ..... .

અઠવાડીયે, મહિને એક દિવસ કે જ્યારે તમને સાવ નવરાશ હોય ત્યારે ભમવા માટે નીકળી પડો, હા.. કોઈ પ્રવાસ પર્યઁટન, મેળો, મંદિર, આશ્રમ કે ફાર્મ હાઉસ નહિ પરંતુ જ્યાં કોઈ નથી એવો વન-વગડો કે નાનુ જંગલ હોય ત્યાં અને એ પણ એક મિત્ર સાથે.

કોઈપણ ગામ કે પછી શહેરમાં તમને આવી જગ્યા મળી જ જાય. શહેર પુર્ણ થાય અને ગામડાઓ આવતા હોય ત્યાં વગડો, ચરાણ વિગેરે હોય જ.

આજે મારા ખાસ મિત્ર મનિષ ડાબસરા જે સરકારી શિક્ષક (માધ્યમિક) માં ફરજ બજાવે તેની સાથે વગડે ઘૂમ્યાં અને કુદરતની રચના નિહાળી.

ત્યાં જઈને કુદરત્તની રચના માણો, એક એક વસ્તું જૂઓ. ઉગતું ઘાસ જૂઓ. છોડ જૂઓ, ઝાડ જૂઓ, વેલા જૂઓ, જીવજંતુ અને પંખી જૂઓ, કુદરત્તનું દરેક સર્જન જૂઓ અને વિચારો!

દા.ત- મીંડા એને ઈંડા અને કાન એને બચ્ચા, એટલે કે જીવસૃષ્ટિમાં જેને કાનની જગ્યાને મીંડા એટલે કે કાણા છે જેમ કે.. કબુતર, હોલી, ઢેલ, સાપ, ગરોળી, આ બધાને ઈંડા જન્મે અને જેમને કાન છે બધા જેમ કે ચામાચીડીયું, ઉંદર, કુત્તરી, ગાય, ભેંસ વિગેરેને બચ્ચા જન્મે.

બીજી વાત કે જે જીભથી પાણી પીએ એ બધા માંસાહારી જેમ કે કુતરો, બીલાડી, વાઘ, સિંહ, દિપડો. અને જે હોંઠથી પાણી પીવે એ બધા શાકાહારી છે જેમ કે, ગાય, ભેંસ, સસલું, માણસ, (અમૂક અપવાદરૂપ હોય શકે)

તમે જૂઓ જે રણમાં થાય તે વનસ્પતિને કુદરત્તે ખાસ રચના આપી, પાન નાના હોય એટલે ઉનાળામાં સૂર્યપ્રકાશનાં કિરણો સામે ટકી શકે, ઉપરાંત એના પાંદડામાં થોર (સફેદ પ્રવાહી) થોર આપ્યો એટલે ઓછા પાણીએ જીવી શકે.

વડ ઊંચો અને વિશાળ હોય, એમની ડાળીઓ પ્રસરેલી હોય અને માણસો નીચે સૂએ, ઢોર બાંધે એટલે ટેટા નાના બનાવ્યાં જેથી માથે પડે તો વાંધો નહિ, ઊંચા ઝાડને મોટા ફળ જ ન આપ્યા, નાળીયેરીને આપ્યા તો ખુબ જ મજબુતાઈ આપી, એટલું જ નહી પણ નાળીયેરીને ડાળો ન આપી, એટલો છાંયડો ન આપ્યો જેથી એની નીચે કોઈ આરામ ન કરે કે માલઢોર ન બાંધે.

પક્ષીમાં પણ જૂઓ, જે જમીન પર રહે છે અને પાણીમાં ખોરાક છે એને લાંબી ચાંચ આપી જેથી પાણીમાથી ખોરાક પકડી શકે જેમ કે.. કલકલિયો (કિંગફિશર), જે પાણીમાં ઉભા રહીને પાણીમાથી ખોરાક શોધે એને પગ અને ચાંચ બંને લાંબી આપી જેમ કે બંગલો.

આવી અઢળક વાતો છે આપણી પાસે જો આપ જાણવા ઉત્સુક હોય તો કહેજો.. ભાગ-2 આપણે રજુ કરીશું. - B.n Bhai

🙏🏻 જય દ્વારકાધીશ

એ દાદીમાં અને એ વારતા,ટીખળ કરીએ તો બાપુ મારતા,એ રાત, એ ટમટમરતા તારલા, કેવી મીઠી નીંદ એ આપતા.____________________________...
12/07/2025

એ દાદીમાં અને એ વારતા,ટીખળ કરીએ તો બાપુ મારતા,
એ રાત, એ ટમટમરતા તારલા, કેવી મીઠી નીંદ એ આપતા.
__________________________________

દાદીમાં આજે પરીની વાર્તા કહોને; નાં મારે પરીની વાર્તા નથી સાંભળવી મારે તો ભૂતની વાર્તા સાંભળવી, નહિ ભૂતની નહિ, મને ડર લાગે, મારે તો પરીની જ વાર્તા સાંભળવી. - આજથી ત્રણ દાયકા પહેલાની ગામડાનાં માટીનાં મકાનનાં વિઘાનાં ફળીયામાં ઢાળેલા ખાટલા ઉપર દાદીમાં પાસે સુતેલા નાનકડાં ભાઈ-બહેનનો એ સંવાદ આજે પણ કાને અથડાય છે.

આજે બાળક મોબાઈલ જોતા જોતા સુઈ જાય છે પરંતુ એ સમયે મોબાઈલ શબ્દ હજુ ગામડાનાં કોઈ વ્યક્તિનાં હોઠ ઉપર પણ ન હતો.

ધીરે ધીરે અજવાળા ઉપર અંધકારનાં ઓળા ઉતરે, પંખીડાઓ કલરવ તણાં નાદ સાથે પોતાનાં માળા તરફ પાછા ફરતા હોય એના મધુર અવાજ સાથે દિવસ વિદાય લે અને રાતની ધરતી ઉપર પધરામણી થાય એટલે આપણે દાદીમાં પાસે જઈ એના ખાટલે સુઈ જતાં.

'માં' રસોઈ બનાવતી હોઈ, બાપુ ગામમાં ગયા હોઈ અને 'માં'ને ચિંતા હોઈ કે મારો દીકરો કે દીકરી સુઈ ન જાય એટલે એ પણ દાદીમાને ભલામણ કરે કે.. છોકરાઓને વાર્તા કહો. આપણે ખાટલે સુઈ જઈએ અને દાદીમાં પોતાનાં હાથની આંગળીઓનાં ટેરવા આપણા માથામાં ફેરવે. પછી આપણે કહીએ કે દાદીમાં વાર્તા કહો, દાદીમાં પછી જે વાર્તા કહે અને એના શબ્દો, એનો લહેકો અને એની ઢબ એટલે જાણે એ ચિત્ર નજર સામે દ્રશ્યમાન થતું.

વાર્તા સાંભળતા સાંભળતાં ક્યારે આંખ મિંચાઈ જાય એની ખબર ન પડે અને નીંદ આવી જાય. વીઘાનું ફળીયુ અને એ પણ ખુલ્લુ એટલે પવનની ઠંડી લહેરખી પણ આવતી હોઇ.

આ બાજુ રસોઈ થઈ જાય પણ આપણે ઊંઘી ગયા હોઈએ એટલે જમવા માટે ઉભા ન થઈને એટલે 'માં' આવીને જગાડે તો પણ ન જાગીએ. આખરે ગામમાં પિતા આવી ગયા હોઈ એટલે એ થોડી કડક ભાષામાં કહે એટલે,ઉઠી જતા અને જમી લેતા.

આ દિવસો આપણે જોયા છે અને એવું જીવ્યા છીએ. એ દિવસો આજે ભૂલાતા નથી. હવે ક્યા આવી વાતો કે આવી રાતો છે. હવે દાદીમાંને વાર્તા તો કેવી છે પણ સાંભળનાર ક્યા છે કોઈ. ઘરે તોફાન કરીએ તો દાદા કે દાદીમાં હમેંશા આપણો પક્ષ લેતા. આ બધુ હવે વીતી ગયું અને વાતો રહી. - B.n Bhai

🙏🏻 જય દ્વારકાધીશ

રાજા જેવો રુઆબ 🐕રાત્રે રોડ ઉપર આ શ્વાન બેઠો હતો એ જોઈને એક વાત યાદ આવી ગઈ જે ઘણા લોકો લખતા હોય છે, - "ચાલો તો એવી રીતે ચ...
11/07/2025

રાજા જેવો રુઆબ 🐕

રાત્રે રોડ ઉપર આ શ્વાન બેઠો હતો એ જોઈને એક વાત યાદ આવી ગઈ જે ઘણા લોકો લખતા હોય છે, - "ચાલો તો એવી રીતે ચાલો જાણે રાજા છો કાંતો પછી એવી રીતે ચાલો શું ફર્ક પડે કોઈપણ રાજા હોય"

આ શ્વાનનો વટ તો જૂઓ, ભલે કાલે ખાવા મળે કે ન મળે એની ચિંતા નથી પરંતુ એની બેઠક તો જૂઓ... જાણે પોતે આ ઈલાકાનો રાજા હોય.

જેવો મેં ફોટો પાડવા મોબાઈલ એની સામે કર્યો તો તરત મોબાઈલ તરફ જોયું.

આ લેખ લખવાનો ભાવાર્થ કે... આ શ્વાન આપણને એ શીખવે કે... कल किसने देखा। કાલની ચિંતા છોડો અને મોજથી જીવો, તમારું દુખ કે પીડા બીજાને બતાવવા કરતા એવી રીતે જીવો કે લોકોને લાગે કે આને કશી કમી નથી. બાકી મોળા પડ્યાં તો સારા સારા તમારો સાથ છોડી દેશે. - B.n Bhai

🙏🏻 જય દ્વારકાધીશ

ફૂટપટ્ટી કે સોટીથી હથેળી લાલ કરી દેતા યાદ છે?પછી પ્રેમથી હાથ ફેરવી વ્હાલ કરી લેતા યાદ છે?- -- --- - -- --- - -- --- - --...
11/07/2025

ફૂટપટ્ટી કે સોટીથી હથેળી લાલ કરી દેતા યાદ છે?
પછી પ્રેમથી હાથ ફેરવી વ્હાલ કરી લેતા યાદ છે?
- -- --- - -- --- - -- --- - -- ---

હમણા એક વીડીયો જોયો, જેમાં શાળાનાં વિદ્યાર્થીઓ શાળાનાં ઝાડને પાણી પાય છે તો કોઇ પાવડા-ત્રીકમથી ઝાડનાં ખાંમણા કરે છે, ટૂંકમાં શાળાકીય વર્ક કરે છે... આ દરમ્યાન કોઇ ભાઈ વીડીઓ ઉતારીને છે અને જોર-જોર બાંગો (બુમબરાડાં) પાડે છે કે.. જૂઓ મિત્રો.. બાળકો પાસે મજૂરી કરાવે છે, ફલાણુ અને ઢીકણું છે... ટૂંકમાં અજ્ઞાનતા વધુ સમજણ કે બુદ્ધિનાં નામે શૂન્ય.

વારંવાર બોલે છે કે, આ બાળમજૂરી કેમ કરાવે છે, હવે એને પેલા તો બાળમજુરીની વ્યાખ્યા જ ખબર નથી. કોઇ બાળકને મહેનતાણું એટલે કે નાણું આપી જે કામ કરાવે એને બાળમજુરી કહેવાય. અહીં ક્યાં નાણું આપીને કામ કરાવે છે? આવા બની બેઠેલ અને પોતાને સોશિઅલ વર્કર કહેતા અજ્ઞાનીને સહેજ પણ નોલેજ નથી હોતું.

ખેર! આવાને કોઈ માથાનાં ભટકાય જતાં હોય અને પછી એની દુકાન સંકેલી લેતા હોય છે, પણ આપણે જે બાળપણમાં માર ખાધો, આપણે જે શિક્ષાઓ ખાધી એની થોડી વાત અહીં માંડુ છું.

અમે જ્યા ભણતાં ત્યા, મેદાન વાળવાનું, વર્ગખંડમાં સફાઈ કરવાની, ભોજનાલય ધોવાનું, ગાયો દોહ્વાની, ગાયોનું ગોબર ઉંચકવાનું, સંડાસ ટોયલેટ સાફ કરવાનું, ખેતીવાડીનું તમામ કામ કરવાનું, શાક સમારવાનું, બહેનોએ રોટલી બનાવવાની, આ બધું ક્રમશ પંદર-પંદર દિવસ બધાને દરરોજ અરધી કલાક કરવાનું હોય.

અમને કોઈ નાનપ નહિ, અમારા વાલીઓનો કોઇ ઠપકો નહિ,.
અરે એ વખતની સજાની તો વાત શું કરીએ! લેશન ન લાવીએ તો સાહેબ પગમાં અંગૂઠા પકડાવતા, નેતરની પાતળી સોટી હથેળીમાં મારે તો હથેળી સૂઝી જાય. ઘણીવાર તો ભણાવતા ભણાવતા ડસ્ટરનો છૂટ્ઠો ઘા આવતો. એ સમયે આ બધુ યોગ્ય હતું કે નહિ એ ખબર નથી પરંતુ તો પણ ક્યારેય કોઈ ઠપક્કો નહિ. આ બધુ આપણા ભવિષ્ય માટે કરતા હશે ને, સજા આપ્યા પછી કોઈ આવેશ કે ક્રોધ નહિ, પોતાનાં સંતાનની જેમ સાચવતા.

શિક્ષક અને વિદ્યાર્થીનો માત્ર ભણવા પૂરતો જ નાતો નહિ, તમામ વિદ્યાર્થીઓનાં વાલી સાથે પરીવાર જેવો નાતો. રજાઓનાં દિવસે ઘરે આવવા એડવાન્સમાં બુકિંગ કરી દે ગીતાબેન, આ વખતે તમારે અમારા ઘરે આવવાનું છે, વિજયાબેન આ વખતે તમે અમારા ઘરે આવશોને? ઘરે જતાં તો ખાટલા ઉપર ગોદડાં-રજાય પથરાય જાય, ઓશિકા મૂકાય, ચા થાય, જમવાનું પણ બની જાય અને શિક્ષક ઘરે જાય તો ખેતરમાથી ભીંડો, ગુવાર, ચોળી, રીંગણ વિગેરે શાકભાજી, અનાજ, કઠોળ વિગેરે આપતા.

કોઈ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રમાં આવે, કોઈ કચ્છથી, દક્ષિણ જાય, કોઈ સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત જાય તો દરેક શિક્ષણને પોતાનાં વતનની યાદ ન આવે એવા માન-પાન અને આદર-સત્કાર આપતા.

શિક્ષણ એ વ્યવસાય નથી એ ધર્મ છે, દેશનાં પી.એમ હોય કે રાષ્ટ્રપતિ, કોઈ વૈજ્ઞાનિક હોય કે રમતવીર, કલાકાર હોઈ કે ચિત્રકાર એ શિક્ષકનાં હાથે જ તૈયાર થાય છે.

હવે તો શાળામાં વિદ્યાર્થીઓ પોતાની થાળીમાં જમીને પોતાની જ થાળી ધોતા હોય તો પણ વિડીઓ બની જાય છે. ખરી હકીકત મેળવ્યા વગર અમૂક આવી વાતોમાં આવી જાય છે અને આવા વીડીઓ શિક્ષક પ્રત્યે ખોટી ભ્રમણા પેદા કરે છે.

વર્તમાનમાં પહેલા જેવી શિક્ષા (દંડ) ને આપણે સમર્થન નથી આપતા પરંતુ કોઈ ઘટનાનો વિડીઓની હકીકત જાણવી જોઈએ. જ્યા ખોટુ છે એને કડક શિક્ષા કરો પરંતુ બાળકો ઝાડને પાણી પીવડાવે, શાળા માટે પાણી ભરીને લાવે, વર્ગખંડની સફાઈ કરે એ તો શાળાનાં ભણતરનો એક ભાગ જ થયો ને. - B.n Bhai

🙏🏻 જય દ્વારકાધીશ

હજુ ઉભા કઈંક ગામડે આવા, ખાનદાની ભરેલ ખોરડા;સૈકાનાં સ્મરણ સંભાળીને, અડીખમ ઉભા હજુ ઓરડા.__________________________________...
10/07/2025

હજુ ઉભા કઈંક ગામડે આવા, ખાનદાની ભરેલ ખોરડા;
સૈકાનાં સ્મરણ સંભાળીને, અડીખમ ઉભા હજુ ઓરડા.
__________________________________

આ એ જ દેશી નળીયા છે, જે નળીયાથી આપણે બાળપણમાં રહ્યા છીએ. થોડુ તુટેલ નળીયું હોય તો એને ઉતારી નાખ્યું હોય તો એના આગળનાં ભાગા વચ્ચે કાણું પાડી દોરી બાધી ઢસરડતા. અરે આજનાં આધુનિક યુગમાં પણ માનવી સ્નાન કરતી વખતે શરીર પરનો મેલ દુર કરવા આ નળીયાનો ઉપયોગ કરે છે.

આ ભીંત દેખાયને એ ભીંત સાથે લખોટી અથડાવીને ભાઈબંધો સાથે બહું રમ્યાં. અરે! હોળી-ધૂળેટીમાં કલરથી રમતા ત્યારે કલરવાળા હાથનાં પંજા આ દિવાલ પર છાપતા હતા.

સાંજનાં વેળાએ આ ખોરડા બહાર ઓટલા પર વડીલો બેસતા હતા. આવતા જતાં માણસો વડીલો પાસેથી પસાર થાય તો જય મુરલીધર, જય માતાજી, જય જીનેદ્ર કે રામ રામ કરતા હતાં.

બહાર ખુલ્લી જગ્યામાં ક્રિકેટ રમતા હોઈએ અને દડો આ મકાનનાં નળીયા ઉપર પડે તો આપણે દોડીને સંતાય જતાં કારણ કે જો ભાળી જાય તો પીડીને લઘરાવી પણ નાખે.

શું યાદ કરીએ અને શું રહેવા દઈએ, આ ઘર સાથે આપણું બાળપણ સંકળાયેલું છે. અનેક સ્મૃતિ સંઘરીને ગામડાનાં આપણા જુના મકાનો બેઠા છે.

વાર તહેવારે બહાર દેખાતી ભીંત પર માતા/બહેન/દીકરી નીસરણી મુકીને લીંપણ કરતા હોય એ દ્દશ્ય આજે પણ આપણી નજર સામે દ્રશ્યમાન થાય છે.

આ ફોટો જોઈને આટલી ખુશી થતી હોય તો એ સમયનાં આપણા બાળપણ કેવા હશે? એ શૈશવ કેવુ હશે? ખરેખર આ ફોટો આપણા બાળપણને જાગૃત કરે છે. - B.n Bhai

🙏🏻 જય દ્વારકાધીશ

એવુ કહેવાયને કે.. 'મજુરી કરીને પણ છોકરાને ભણાવશો'. હું આને આ રીતે કહું છું કે મજુરી કરીને પણ સંતાનોને કાયદો ભણાવશો._____...
09/07/2025

એવુ કહેવાયને કે.. 'મજુરી કરીને પણ છોકરાને ભણાવશો'. હું આને આ રીતે કહું છું કે મજુરી કરીને પણ સંતાનોને કાયદો ભણાવશો.
____________________________________

ધ્યાનથી વાંચશો, આપણા સંતાનો આપણી જેમ જ બાપડું, બિચારું અને લાચારીભર્યું જીવન જીવી નાખશે એવું ઇચ્છો છો કે પછી એ એનો હક્ક અને અધિકાર પ્રાપ્ત કરી સારું જીવન જીવે એવું ઈચ્છો?

કોઈ બાપ એવું ન ઈચ્છે કે.. મારું સંતાન બાપડું અને લાચારું જીવન જીવે. પરંતુ આપણી ખામોશી અને નિષ્ક્રિયતા જોઈને, ડર અને જીહજુરી જોઈને ઘણીવાર એવુ લાગે છે કે.. શું આપણી જેવી જીંદગી જ આપણા સંતાનોને આપીશું.

આવનાર સમય બહુ ભયંકર છે, આવનાર સમય કાયદાનો છે. આ કોઈ ડરામણી વાત નથી પણ પાણી પેલા પાળ બાંધવા જેવી વાત છે. તમને થશે કે, આમા કરવાનું શું છે એ વાત કરોને બી.એન ભાઈ. લાંબુ લાંબુ ખેંચવાનું બંધ કરોને. હા..ભાઈ સોરી.

તમે તમારા બાળકોને કાયદા શિખવો, તમે તમારા સંતાનોને બંધારણ શિખવો. ભલે તમને ન આવડે તો કાયદાઓની ચોપડી મળે છે. YouTube માં પણ સારા સારા કાયદા શિખવતા વીડીઓ મળી જાય. શાળામાં 80 ની જગ્યાએ ભલે 60 ટકા આવે, એની ચિંતા નહિ કરતા પણ કાયદો શિખવાડો.

કાયદો કોઈને ડરાવવા કે ધમકાવવા નહિ પણ કોઈ ડરાવી દમકાવી આપણાં હક્કનું ન લઈ જાય, આપણો અધિકાર ન છીનવી લે એટલે શિખવાનો છે.

તમે વિચારો.. એક વ્યક્તિ કોઈ મામલતદારની ઓફીસમાં ડાયરેક પ્રવેશીને આંખમાં આંખ મિલાવી વાત કરી શકે છે અને બીજો માણસ અગિયાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી બહાર બેસી રહે છે. શા માટે? એ કાયદો નથી જાણતા એટલે. લોકો માત્ર આવેદન આપવાનું જાણે, પચીસ, પચાસ માણસો ભેગા થઈને આવેદન આપી આવે, ફોટા પાડી લે અને સ્ટેટ્સમાં ચડાવી દે એટલે કામ પુરું, પણ કોઈએ એ વિચાર કર્યો કે આવેદન આપ્યા પછી શું? આવેદન આપવાથી ન્યાય મળી ગયો?

જ્યારે તમારી સાથે કોઈ નહિ હોય ત્યારે કાયદો તમારા ખંભે હાથ મૂકીને ઉભો હશે. નવા નવા કાયદા જાણો? કોની શું ફરજ હોય, વાહન કેટલી ગતીએ ચલાવી શકાય, પાકવીમો એટલે શું? સરકારી યોજના કેટલી? કોને યોજના મળે? R.T.I એટલે શું? R.T.I કેમ કરાય? લોકસભા શું છે? સરપંચની કામગીરી શું? ગ્રાન્ટ એટલે શું? વિગેરે..વિગેરે..વિગેરે...

યાદ રાખો કે.. દરેક વસ્તુ સાથે કાયદો જોડાયેલો છે. કાયદાથી પર કોઈ ચીઝ જ નથી. જેમ ગીતામાં જેમ ભગવાન કૃષ્ણ કહે છે કે.. માનવી હમેંશા કર્મ કરે છે. એ કશું નથી કરતો તો પણ એ એક કર્મ જ છે. કર્મથી પર માનવી ક્યારેય ન રહી શકે, બસ એ જ રીતે કાયદો દરેક જગ્યાએ વણાયેલો છે. ઘણીવાર કાયદાની સમજ ન હોય માનવી અમૂક ભૂલ કરી બેસે છે, જો કાયદો જાણતા હશો તો એ ભૂલ કરતા પહેલા વિચારશો, તમે પણ સુરક્ષા મહેસુસ કરશો. - B.n Bhai

🙏🏻 જય દ્વારકાધીશ

મોજની ખોજ ન હોય.. એ તો રોજ હોય     કેવો સુંદર નજારો છે, તળાવ પાણીથી ભરેલું છે, તળાવમાં ભેંસો તરે છે. ઉંમરની ભઢીમાં તપીને...
08/07/2025

મોજની ખોજ ન હોય.. એ તો રોજ હોય

કેવો સુંદર નજારો છે, તળાવ પાણીથી ભરેલું છે, તળાવમાં ભેંસો તરે છે. ઉંમરની ભઢીમાં તપીને તૈયાર થયેલ વયોવૃદ્ધ વડીલો તળાવ કિનારે બેઠા છે. એમની મોજ તો જૂઓ. આનંદ હિલોળા લે છે.

વળી બીજા એક ભાઈ લાકડીનો સહારો લઈ, લાકડીનાં ટેકે ઉભા છે. આવા વડીલોની પાસે બેસવું એ પણ સદ્દભાગ્ય ગણાય. એમનો અનુભવ અને એમની વાતો પણ સાંભળવાની મજા આવે.

અને હા.. માલ-ઢોર ચારતી વખતે પગમાં કાંટો પણ વાગી જતો. બુટ કે ચંપલ સોંચરવો નીકળી પગમાં પેસી જતો. ઘરે જઈને સોંય કે પીનથી કાંટો કાઢતા. ઘણીવાર કાંટો વાગ્યો હોય ત્યાં પાક થતો અને ઝામરો થતો. ઝામરો એટલે પાણી ભરાયેલ મોટુ ફોલ્લુ. એ સમયે ઝાંમરો વીધવામાં આવતો હતો. ઘણી બધી આવી વાતો વડીલો પાસે છે. - B.n Bhai

🙏🏻 જય દ્વારકાધીશ

08/07/2025

તમે ત્યાં જઈને બેસો એટલે પરમશાંતિનો અહેસાસ અનુભવો, ભક્તિ અને શક્તિનાં સાક્ષાત દર્શન થાય.
____________________________________

ભાવનગર જીલ્લાનાં મહુવા તાલ્લુકાનું પંખીનાં માળા જેવડું નાનુ એવુ ગામ એટલે સોડવદરી ગામ, મહુવા તાલ્લુકાનું આ સૌથી નાનુ ગામ છે.

પદ્મશ્રી ભગતબાપુ એટલે કે કવિ કાગબાપુની ધરતી. આ ધીંગી ધરાં કઈંક ઈતિહાસની સાક્ષી છે. જ્યાં બેસીને ભગતબાપુએ અનેક છંદ/દૂહા/કાવ્યો વિગેરે લખ્યાં છે. ઉપરાંત પ્રખર સાહિત્યકાર શ્રી મેરાણમાઈ ગઢવી પણ આ જ ગામનાં છે.

તમે આંગણકાથી ભાદ્રોડ તરફ જાવ એટલે સોડવદરી ગામ આવે અને ગામનો ઢાળ ચડો એટલે સામે જ માલાબાપા ચારણનું ઘર દેખાય. માણસ જોઈને ભાવવિભોર થઈ જાય એવા માલાબાપા અને રાજીફૂઈ તથા તેમનો પરીવાર.

ઘરે માતાજીનું સ્થાનક, કામમાથી નવરાશ મળે એટલે સતત માતાજીનું ધ્યાન ધરવાનું, આસ્થા અને શ્રદ્ધા સાથે અલક-મલકથી માણસો આવે. અટવાયેલા કામ થાય તો જેણે માનતા માની હોય એ પણ આવે.

તમે ત્યાં જઈને બેસો એટલે પરમશાંતિનો અહેસાસ અનુભવો, ભક્તિ અને શક્તિનાં સાક્ષાત દર્શન થાય. તમને ત્યાથી ઉભુ થવાનું મન ન થાય. ચારણનો દીકરો ભજન/લોકગીત/દૂહા/છંદ ગાય એટલે એમનો અવાજ ખુબ મધુર હોય. કુદરતની એ ભેટ છે કે ચારણ સમાજની કોઈપણ વ્યક્તિ ગીત ગાય એટલે એના જેવો મધુર જ હોય.

આ વીડીઓ ખાસ જોશો અને શક્ય હોય તો શેર પર કરશો, ભલે આપણે એમને કલાકાર નહિ બનાવી દઈએ પણ એમનો ઉત્સાહ વધે, એમની કળાની કદર કોઈ કરે તો છે એ જોઈ એમનો અંતરાત્મા રાજી થશે. સાંભળીને પણ આનંદ થશે. - B.n Bhai

🙏🏻 જય દ્વારકાધીશ

છાત્રાલય જીવનની આ વાત વાંચી તમે એ દિવસોને યાદ ન આવે તો પોસ્ટ ટિલેટ કરી દઉ. __________________________________થોડો પલળ્યો...
06/07/2025

છાત્રાલય જીવનની આ વાત વાંચી તમે એ દિવસોને યાદ ન આવે તો પોસ્ટ ટિલેટ કરી દઉ.
__________________________________

થોડો પલળ્યો એટલે એમ થયું કે કઈંક તીખુ ખાઈએ, પછી ઘરનો ઘરનો બનાવેલ ચેવડો એક વાસણમાં લીધો, કોથમીર નાખી ખાંડેલ મરચા નાખ્યા, દોઢ લીંબુ નીચોવી નાખ્યું, ડુંગળી અને ટમેટાને મોળીને નાખ્યાં પછી હલાવીને મિશ્ર કરી નાખ્યું.
અને સાથે આ લાડવા.

હવે આ ખાતી વખતે ભણતા તે વખતનું છાત્રાલય જીવન યાદ આવી ગયું. વેકેશન ખુલ્લે એટલે ઘરેથી ભરચક નાસ્તો લઈ જઈએ. ચેવડો, સુખડી, પરોઠા, સક્કરપારા વિગેરે હોય. પાંચ વાગે ભણવાનું પુરુ થાય એટલે નાસ્તો કરવા બેસતા. અને હા.. એમા પણ વહેવાર હો! કંઈ રીતે એ કહું... જે આપણને નાસ્તો કરવા બોલાવે એને આપણે બોલાવવાનાં. જે આપણને નાસ્તો કરવા ન બોલાવે તેને ખોટુ ખોટુ પણ નહિ બોલાવવાના.

છાત્રાલય જીવનમાં બધુ બને, કોઈ ચીઝની ચોરી થાય, કોઈની સાથે ઝઘડો થાય, કોઈની બેગનાં તાળા તુટે, કોઈનાં નાસ્તા ચોરાય.. આવુ ઘણુ બધુ બને અને એ જ છાત્રાલય જીવન કહેવાય.

વાત કરીએ નાસ્તો ચોરવાની, રાતે એક-બે વાગે અને બધા સુઈ ગયા હોય એટલે આપણને પહેલેથી જ ખબર હોય કે.. ખસિયા મયુરનો નાસ્તો છે તેમા સુખડી સારી છે. બરાળ વાસુરનાં નાસ્તામાં સક્કરપારા સારા છે, દિહોરા મહેશનો નાસ્તો છે તેમાં ચેવડો સારો છે, એટલે સુખડી ખાવી હોય તો મયુરની બેગ તુટે અને નાસ્તો ખાઈએ.

સવારે મયુરભાઈ જાગે અને જ્યારે નાસ્તો કરવા બેસે ત્યારે ખબર પડે કે.. साला, नास्ता मै खातर पड गया? 😀 પછી એ ગૃહપતિને ફરીયાદ કરે.. ગૃહપતિ ખાનગીમાં ડાબસરા મનિષ કે વાઘેલા રાહુલ કે ભંમર નાજુ જેવાની નિયૂક્તિ કરે. હવે આ પેનલમાં ડાબસરા મનિષ તો નાસ્તાચોર ટોળકીનો જ સભ્ય હોય😀 એટલે તપાસ ગેરમાર્ગે દોરાય. હજુ આ ગંભીર ગુનો આચરનારનાં નામ ખુલ્લે એટલે કે ગુનો ડિટેક્ટ થાય એ પહેલા ભાડકા રામભાઈનો નાસ્તો ચોરાય. હવે ગૃહપતિ સાંજે પ્રાર્થનાસભામાં ઠપકો આપે અને ચેતવણી આપે કે... આવા ધંધા છોડી દેશો હો.

બહુ મજા આવતી.. અમૂક શબ્દોનો આવિષ્કારનો છાત્રાલયમાં જ થતો. તમારે કોઈ છુપી રીતે તબાંકુ-ચૂનો ખાય તો એ તબાંકુ ખાતી પેનલ કમીટી એને ટૂંકમાં TC (તંબાકુ-ચૂનો) કહે.. એની કમિટી સિવાય કોઈને ખબર પણ ન પડે.😀. આપણે સાંભળી જઈએ તો થાય કે કંઈ નવીન પ્રકારનો નાસ્તો હશે.

ક્યારેય શર્ટ ચોરાય, ક્યારેક પેન્ટ પણ ચોરાય, ધોહીને સુકવવા મૂકો એટલે ત્યાથી ગાયબ. એમા'ય અમારી જેવા મેચ રચ્યાં ખીસ્સામાં આવી જાય એવો રેડીયો પણ રાખતા, મેચ હોય ત્યારે જેની પાસે રેડીયો હોય એ લાસ્ટ બેન્સ પર બેસે. પાછા હોશિયારી એટલી દાખવીએ કે.. સાહેબ ભણાવતા હોય
એની સામે નજરમાં નજર મિલાવીને માથુ હલાવીએ, સાહેબને એમ થાય કે.. આ સુધરી ગયો લાગે, કેટલી એકાગ્રતાથી ભણે. જેવા સાહેબ બ્લેકબોર્ડ પર લખવા જાય એવા તરત કાનને ટેબલ પાસે લાવી સ્કોર સાંભળી લેવાનો અને પાછો આખા કલાસમાં વાયા 2 વાયા શેર કરવાનો.

ખરેખર એ જીવન શ્રેષ્ઠ હતું. આવી તો કેટલીય ઘટના અહીં આલેખી શકાય. મોટાભાગનાં મિત્રો હોસ્ટેલમાં ભણ્યા હશે અને આવા પરાક્રમ અવશ્ય કર્યા હશે. - B.n Bhai

🙏🏻 જય દ્વારકાધીશ

નોધ- આ લેખ અન્ય ફેસબુક પર દેખાય તો ત્યા આ પેજને અવશ્ય મેન્શન/ટેગ કરશો.

હોય નાની ભલે ઝૂંપડી પણ આભ જેવો આવકાર.ચોમાસાનાં આગમાન પૂર્વે ખેતરનાં શેઢે એક ઝૂંપડી બનાવી નાખતા, કારણ કે બધાનાં રહેણાંક ગ...
06/07/2025

હોય નાની ભલે ઝૂંપડી પણ આભ જેવો આવકાર.

ચોમાસાનાં આગમાન પૂર્વે ખેતરનાં શેઢે એક ઝૂંપડી બનાવી નાખતા, કારણ કે બધાનાં રહેણાંક ગામડાઓમાં હતા. ચોમાસામાં ખેતરમાં કામ કરતી વખતે વરસાદ આવી જાય તો પલળી ન જઈએ તેમજ બપોરા કરવા, વાડીએ ચા પાણી કરવા ઝૂંપડી હોય તો અનુકુળતા રહે.

બાવળની થાંભલી અને આવળનાં સોટા લાવે, કડબનાં પૂળા લાવે. ચાર જગ્યાએ ખાડા ગાળીને થાંભલી નાખી, આવળનાં સોટા બાંધી, કડબને વ્યવસ્થિત રીતે ગોઠવી બનાવી નાખે ઝૂંપડી.

હવે ઝૂંપડી તો બની પણ વરસાદનું પાણી તો અંદર પડે જ, એ વરસાદનું પાણી ન પડે એટલે નજીકનાં શહેરમાથી પ્લાસ્ટીકનો કાગળ લાવે, એ સમયે સફેદ અને કાળો એમ બે પ્રકારનાં કાગળ મળતા. કાગળ લાવી એને કાતરથી કે બ્લેડથી કાપીને ઝૂંપડી ઉપર સેટ થાય એ રીતે ગોઠવણ કરતા. કાગળ નાખવામાં પણ ખુબ ધ્યાન રાખવું પડતું.

જો કડબનું રાડુ કે કોઈ ધારદાર ચીઝ કાગળમાં ભરાય તો એટલી જગ્યામાં કાગળ ફાટી જાય તો પાણી ઝૂંપડીમાં પડે એટલે કાગળ નાખ્યો ન નાખ્યો ગણાય. તો પણ કાગળમાં કાણું પડે તો એટલા ભાગમાં નાનો પથ્થર મૂકી એને ફરતે દોરી બાંધી દેતા જેથી પાણી ન નીતરે.

હવે એ દિવસો યાદ કરો.. ખેતરમાં વાવણી કરતા હોઈ કે... નિંદામણ કરતા હોઈએ, કપાસમાં દવા છાંટતા હોઈએ કે ખાતર મૂકતા હોઈએ.. અચાનક વરસાદ ધબડાટી બોલાવે તો દોડીને ઝૂંપડીમાં ઘુસી જતાં. પછી ધોધવાર વરસાદ આવે એટલે ઝૂંપડી પર પડતા વરસાદનાં છાંટાનો અવાજ વાતાવરણને મધુરમય બનાવતો.

ઝૂંપડીમાં પણ દૂધની બરણી ટીંગાતી હોય, પાણીનું માટલું પડ્યું હોય, ખુણામાં ત્રણ પથ્થર મૂકીને મણાંગો બનાવેલો હોય. કડબની દિવાલમાં આડા સોટા હોય તેમાં પ્લાસ્ટીકની કોથળીઓ ભરાવેલી હોય. આ હતી આપણી ઝૂંપડી. - B.n Bhai

🙏🏻 જય દ્વારકાધીશ.

કોઈ ફેસબુક પર આ પોસ્ટની કોપી જણાય તો અમને લિંક અવશ્ય મોકલશો.

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when B.n Bhai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to B.n Bhai:

Share