Our Barot Parivar

Our Barot Parivar Motive of this page is our barot parivar members to stay connected no matter where we are.

નવરાત્રી (Navratri) એટલે નવરાત્રીનું પર્વ વર્ષમાં ચાર વખત આવે છે માં શક્તિનું આ મહાપર્વ. હિંદુ મહિના પ્રમાણે આસો, ચૈત્ર ...
30/03/2025

નવરાત્રી (Navratri) એટલે નવરાત્રીનું પર્વ વર્ષમાં ચાર વખત આવે છે માં શક્તિનું આ મહાપર્વ. હિંદુ મહિના પ્રમાણે આસો, ચૈત્ર મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રી શક્તિ સંપ્રદાયની વિવિધ પ્રચલિત રીતો પ્રમાણે ઉજવવામાં આવે છે.
આધ્યાત્મિક દ્વષ્ટિએ ચૈત્રી નવરાત્રી (chaitra navratri) નું મહત્વ સવિશેષ છે. ચૈત્ર સુદ પૂનમથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં માં અંબાજીના પવિત્ર સ્થાન અંબાજીના ચાંચર ચોકની યજ્ઞશાળા ખાતે શત્ ચંડી યજ્ઞ તથા અન્ય પૂજાઅર્ચના આયોજિત કરવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રી (chaitra navratri) માં દેવી દર્શન, ઓમ હવન અને માનસિક પૂજાઅર્ચનાનું ખુબ મહત્વ છે. ઘણાં લોકો આઠ દિવસ અને નવ રાત્રી સુધી એક પાત્રમાં જવારા વાવીને કે અખંડ દીપ પ્રજ્વલિત કરીને માં શક્તિની આરાધના કરતા હોય છે.

અંબાજી ખાતે તો નવરાત્રીના આઠમાં દિવસે ભૂતપૂર્વ દાંતા રજવાડાના શાસકો નવચંડી યજ્ઞ કરે છે તથા ઉપસ્થિત ભાવિક ભક્તોને પ્રસાદ આપતા હોય છે.


ચૈત્ર નવરાત્રી (chaitra navratri) વસંત ઋતુમાં આવતી હોવાથી તેને 'વાસન્તી નવરાત્રી' તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૈત્ર મહિનાની નવરાત્રીના (chaitra navratri) આઠમના દિવસે શક્તિ સ્વરૂપા માં ભવાનીનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીનું વિશેષ મહત્વ છે.

ચૈત્ર નવરાત્રીમાં દાન, પૂજન તેમજ દેવીની આરાધના જરૂરથી કરવી જોઈએ. આ દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું હતું, જેમાંથી સૃષ્ટિના રચિયતા બ્રહ્મદેવનું પ્રાગટ્ય થયું. ભગવાન સ્કંધના વર્ણન મુજબ અશ્વિન મહિનાનાં નોરતાએ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય છે અને ચૈત્રી નવરાત્રીએ તેમનો દિવસ (6 મહિને) પૂરો થતા રાત્રી શરૂ થાય છે.

ચૈત્રી નવરાત્રીની નવમીએ ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીને 'રામ નવરાત્રી' પણ કહેવાય છે. માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને નિર્ણાયક કાર્યો સંપન્ન કર્યાં હતા તેથી તે અલગ અલગ નામે પૂજાય છે.

શરીર તથા આસપાસની આસુરી શક્તિના નાશ માટે દુર્ગા સ્વરૂપનું પૂજન કરવું જરૂરી છે અને પૂજન દરમિયાન માં પાસે સાચા ભાવથી દેવી શક્તિ મેળવવા માટે નવ સ્વરૂપની નવ દુર્ગાનું પૂજન કરીને શક્તિ મેળવવી જરૂરી છે. નવદુર્ગાના નવ સ્વરૂપોમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માન્ડા, સ્કંદ માતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીનો સમાવેશ થાય છે.

ચૈત્રી નવરાત્રીમાં શ્રી દેવીસુક્તમ્, શક્રાદય સ્તુતિ તથા દુર્ગા સપ્તશતીના પાઠ કરવા સર્વ પ્રકારે લાભદાયી છે. આ પાઠનું શ્રવણ માત્ર કોઈપણ જીવનું જીવન સુખમય બનાવી શકે છે.

14/03/2025
10/02/2025

બારોટ એ ગુજરાત અને રાજસ્થાનના વતનીઓની ભારતીય જ્ઞાતિ છે. તેઓ પરંપરાગત રીતે બ્રહ્મભટ્ટ જાગીરદાર અને વહીવંચા બન્ને માટે વપરાય છે, પણ બ્રહ્મભટ્ટ બારોટ અને વહીવંચા બારોટ બન્ને એક બીજાથી અલગ છે.

પશ્ચિમ ભારતના બારોટ (૧૮૫૫–૧૮૬૨)

બારોટમાં જે બ્રહ્મભટ્ટ છે. તે રાજાના સલાહકાર, મંત્રી, યોદ્ધા, શિક્ષક, કવિ અને રાજવહીવટના કાર્ય કરતા હતા. જે બ્રાહ્મણ-ક્ષત્રિય કુળના હતા.

જ્યારે "વહિવાંચા બારોટ" તરીકે ઓળખવાતા બારોટ . વહિવાંચા શબ્દનો શાબ્દિક અર્થ" વહી વાંચનાર (વહીનો અર્થ વંશાવળીનું પુસ્તક, ખાતાવહી અથવા સામાન્ય રીતે કોઈ પુસ્તક) છે. વહિવાંચાઓ પરંપરાગત રીતે વંશાવળી સંભાળે, વાર્તાઓ કહે , કવિતાઓનો પાઠ કરે છે. શબ્દ "બારોટ" મૂળ રીતે વહિવાંચા અને બ્રહ્મભટ્ટ બંને જાતિઓ માટે સન્માનજનક બિરુદ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.

09/02/2025

Welcome to Our Family page!

Hello, dear family!

We’re so happy to have this space where we can stay connected, share memories, and celebrate life together. This page is for all of us—a place to post photos, share updates, support one another, and keep our family bond strong no matter where we are.

Here’s what we can do here:

Share pictures and videos of special moments

Celebrate birthdays, anniversaries, and achievements

Plan family gatherings and reunions

Stay in touch and support each other

Let’s make this page a warm and loving space filled with joy, laughter, and togetherness. Feel free to post, comment, and engage. Welcome to our family’s online home!

With love,
Barot

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Barot Parivar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category