12/02/2026
ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગર દ્વારા કેન્દ્રિય બજેટ 2026-27 સંદર્ભે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડો જયપ્રકાશ સોનીજી ની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રીશ્રી ડો. સંજયભાઈ દેસાઈ ના વક્તાસ્થાને તેમજ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તેમજ સાંસદ ડો હેમાંગભાઈ જોષી અને વડોદરા યુવા મોરચાના અધ્યક્ષ મૌલિકભાઈ દેસાઈ ની આગેવાનીમાં "યુવા સંવાદ" નું આયોજન થયુ હતું.
જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ યુવાઓને બજેટમાં રોજગાર સર્જન, સ્ટાર્ટઅપ પ્રોત્સાહન, કૌશલ્ય વિકાસ, ડિજિટલ ઇનોવેશન અને શિક્ષણક્ષેત્રે કરાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી.
“યુવા સંવાદ” દ્વારા યુવાઓમાં નીતિ પ્રત્યે સમજ, વિશ્વાસ અને ભાગીદારીની ભાવના મજબૂત બની.