18/08/2026
પ્રેસ રિલીઝ
તા ૧૮-૦૮-૨૦૨૬
ગુજરાત પાર્ટી ની યૂથ વિંગ YOUNG DEMOCRATS ની નવી સ્ટેટ ઓર્ગેનાઇઝિંગ કમિટીની રચના
લોકશાહી, ન્યાય અને યુવાનોના અધિકારો માટે યુવા નેતૃત્વનો નવો સંકલ્પ
અમદાવાદ: ગુજરાતમાં યુવાનોને લોકશાહી પ્રક્રિયા સાથે વધુ સક્રિય રીતે જોડવા, ન્યાય અને સમાનતાના મૂલ્યોને મજબૂત બનાવવા તથા યુવાનોના પ્રશ્નો અને અવાજને અસરકારક રીતે રજૂ કરવા માટે Young Democrats Gujarat ની નવી State Organising Committee ની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ઉભરી આવેલા પ્રતિબદ્ધ અને ઉત્સાહી યુવા નેતાઓની આ ટીમ એક સંયુક્ત દૃષ્ટિકોણ સાથે કાર્ય કરશે. યુવાનોમાં લોકશાહી અંગે જાગૃતિ વધારવી, બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવું, ન્યાય અને સમાનતા માટે અવાજ ઉઠાવવો તથા સમાજમાં જવાબદાર અને સશક્ત યુવા નેતૃત્વ ઊભું કરવું એ કમિટીના મુખ્ય ઉદ્દેશો રહેશે.
“ભારતીય લોકશાહીનું ભવિષ્ય સશક્ત, જાગૃત, માહિતગાર અને નિર્ભય યુવાનોના હાથમાં છે.”
Young Democrats Gujarat યુવાનોને માત્ર ભવિષ્યના નેતા તરીકે નહીં, પરંતુ આજના લોકશાહી નિર્માણમાં સક્રિય ભાગીદાર તરીકે આગળ લાવવાના સંકલ્પ સાથે કાર્ય કરશે.
ગુજરાત સ્ટેટ ઓર્ગેનાઇઝિંગ કમિટી
Convener:
• Adv. Usama Shaikh
Joint Conveners:
• Sirin Mehboob Khan
• Sarfaraz
• Bashir Shaikh
• Raiyan Shaikh
• Abraruddin Panjabi
Members:
• Aamir Mansuri
• Adv. Abdul Wahid
• Shahruk Qureshi
• Irfan Shaikh
• Abubakar Pathan
• Muzammil Shaikh
• Adv. Asfaq
• Faraz Saiyed
• Siraj Khan
નવી કમિટી ગુજરાતના યુવાનોને લોકશાહી, ન્યાય, બંધારણીય અધિકારો અને સામાજિક પરિવર્તનના મુદ્દાઓ સાથે જોડીને એક મજબૂત અને જવાબદાર યુવા ચળવળ ઊભી કરવાની દિશામાં કાર્ય કરશે.
Young Democrats Gujarat — Youth for Democracy, Justice & Change.
“યુવાનો જાગશે, લોકશાહી મજબૂત બનશે.”