Tejas For JanJati

Tejas For JanJati " चलो जलाए दीप वहाँ , जहाँ अभी भी अंधेरा हैं "

31/10/2025

લોકો સરદાર પટેલને ચાહે છે કારણ કે તેમને સરદાર પટેલ આજે પણ પ્રસ્તુત લાગે છે, અને સરદાર પટેલ એટલા માટે આજે પણ પ્રસ્તુત લાગે છે કારણ કે....
નૈતિક મૂલ્યોનું વ્યક્તિગત જીવનમાં અડગ પાલન કરનાર પોતાના પરિવારજનો પાસે પણ આ મૂલ્યોનું કઠોરતાપૂર્વક પાલન કરાવનાર આ માણસ રાજનૈતિક વાસ્તવિકતાઓને સમજીને તેની સાથે કામ પાર પાડી શકતો હતો. આવનારા સમયને જોઇ અને સમજી શકતો હતો આવનારી સમસ્યાઓને પારખી શકતો હતો અને તેમાંથી બહાર નીકળવાનો વ્યવહારિક રસ્તો કાઢી શકતો હતો. ગાંધીના સ્નેહ અને ઝીણાના ઝેરને એકસાથે પચાવી શકનાર તેના યુગનો કદાચ તે એકમાત્ર વ્યક્તિ હતો. મુત્સદ્દી હોવા છતાં પોતાના મુત્સદ્દીપણાને પોતાના પર સવાર થવા દીધું નથી તો સામે પક્ષે અવ્યવહારુ લાગણીઓ અને આદર્શવાદને પણ પોતાના પર સવારી કરવા દીધી નહિ. અદભૂત સંતુલન અને અદભૂત મિશ્રણ ધરાવતું વ્યક્તિત્વ. આદર્શો, ધ્યેયો, મુલ્યો ને સતત ધ્યાનમાં રાખવા આચરણમાં પાળવા છતાં જાહેરજીવનની તમામ વાસ્તવિકતાઓને સમજી નિર્ણય કરવા, કરાવવા અને તેને પાળવા પળાવવા એ બહુ કપરું હોય છે પણ કહેવાય છે કે ધાતુને મિશ્ર કરવામાં આવે તો તે વધુ સખત બને છે કદાચ આ મિશ્રણ એ જ એમની નક્કરતાનું કારણ હશે.
પોતાના મનનો અવાજ અનુસરવાની સ્વતંત્રતા ગાંધી ભોગવી શકે પણ પોતાના કર્મ સાથે આકંઠ બંધાયેલા સરદાર મનનો અવાજ જીવતો હોવા છતાં એ અવાજને અવગણીને પણ વ્યવહારપટું વાસ્તવિક નિર્ણયો કરવા ટેવાયેલા હતા. પોતાના મનની દ્વિધાઓ પ્રશ્નોને હૈયા ઉલ્કતથી પોતે જ ઉકેલવાની એમની પદ્ધતિ જોતાં મને એ મહાભારતના કુરુક્ષેત્રના અર્જુન અને કૃષ્ણના સંયોજન સમા લાગે છે.પોતાની તમામ માનવ સહજ નબળાઈઓને કર્મયોગ દ્વારા પરાસ્ત કરવા મથતા આ યોદ્ધાનું પાત્ર બેનમુન છે. આમ છતાં લોકો તેમની તુલના બિસ્માર્ક સાથે કરતા હોય છે મારા મતે હું તેમના પાત્રને ચાણક્યની વધારે નજીક અનુભવું છું.

- કુણાલ શાહ.

Address

Ahmedabad
380002

Alerts

Be the first to know and let us send you an email when Tejas For JanJati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Tejas For JanJati:

Share

Category