03/06/2026
*SDPI પાર્ટી દ્વારા ગુજરાત ના અહમદાબાદ ખાતે નેતા સમ્મેલન (Leader’S Conclave) નું સફળ આયોજન*
02/06/2026 અમદાવાદ, ગુજરાત ખાતે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI) દ્વારા “લીડર્સ કોન્ક્લેવ 2026” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતભરના રાજ્ય, જિલ્લા, વિધાનસભા તથા શાખા સ્તરના હોદ્દેદારો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં SDPI ના રાષ્ટ્રીય અધ્યક્ષ એમ. કે. ફૈઝી સાહેબ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મોહમ્મદ શફી સાહેબ, રાષ્ટ્રીય મહાસચિવ અબ્દુલ મજીદ ફૈઝી સાહેબ, NWC મેમ્બર અતાઉલ્લાહ ખાન સાહેબ, NWC મેમ્બર શીબા મિનાઈ મેડમ, NWC મેમ્બર મૌલાના ઉવૈશ સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મુફ્તિ અબ્દુલ્લાહ સાહેબ તથા ગુજરાત પ્રદેશ મહાસચિવ અઝહર માચીસવાલા સાહેબે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
રાષ્ટ્રીય નેતાઓએ પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનસામાન્યના પ્રશ્નોને અસરકારક રીતે ઉઠાવવા તથા આવનારા સમયમાં SDPI ને વધુ સશક્ત બનાવવાના મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું.
રાષ્ટ્રીય અધ્યક્ષ એમ. કે. ફૈઝી સાહેબે પોતાના સંબોધનમાં દેશમાં વધી રહેલા સામાજિક, આર્થિક અને રાજકીય પડકારો અંગે ચિંતા વ્યક્ત કરી હતી તેમજ ન્યાય, સમાનતા અને બંધારણીય મૂલ્યોની રક્ષા માટે SDPI ના કાર્યકરોને વધુ સક્રિય બનવા આહ્વાન કર્યું હતું.
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મોહમ્મદ શફી સાહેબે સંગઠનાત્મક મજબૂતી, જનસંપર્ક અને લોકહિતના મુદ્દાઓ પર સતત કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ગુજરાતભરના કાર્યકરો અને નેતાઓએ સંગઠનના વિકાસ, આવનારી રાજકીય વ્યૂહરચના તથા જનઆંદોલનો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.
કાર્યક્રમનું સફળ આયોજન SDPI ગુજરાત પ્રદેશ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં ઉપસ્થિત તમામ નેતાઓ તથા કાર્યકરોએ પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
જારી કરનાર:
SDPI ગુજરાત પ્રદેશ સમિતિ