Hitendra Pithadiya

Hitendra Pithadiya Chairman, Scheduled Castes Department, Gujarat Pradesh Congress Committee | Ph.D. Scholar | Entrepre

બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ...ભગવાન બુદ્ધનો સંદેશ માત્ર ધાર્મિક નથી,પણ સામાજિક ન્યાય, સમાનતા અને સત્યનો માર્ગ દર્...
01/05/2026

બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ...

ભગવાન બુદ્ધનો સંદેશ માત્ર ધાર્મિક નથી,
પણ સામાજિક ન્યાય, સમાનતા અને સત્યનો માર્ગ દર્શાવે છે.

“અપ્પ દીપો ભવઃ”
પોતે જ પોતાના દીપક બનો…

આજના સમયમાં આ સંદેશ વધુ પ્રાસંગિક છે,
જ્યારે સમાજને સત્ય, શાંતિ અને માનવતાની સૌથી વધુ જરૂર છે.

ચાલો, બુદ્ધના વિચારોને જીવનમાં અપનાવી
અંધકાર સામે પ્રકાશ બનીએ,
અન્યાય સામે અવાજ બનીએ
અને સમાનતા અને બંધારણના મૂલ્યોને મજબૂત બનાવીએ.

આ બુદ્ધ પૂર્ણિમા પર સંકલ્પ લઈએ
એક શાંતિપૂર્ણ, સમાન અને પ્રગતિશીલ સમાજ માટે.

જય જય ગરવી ગુજરાત 🇮🇳૧ મે – ગુજરાત સ્થાપના દિવસ…આ દિવસ માત્ર ઉજવણીનો નથી,પણ આત્મચિંતન કરવાનો દિવસ છે.એક તરફ વિકાસના મોટા ...
01/05/2026

જય જય ગરવી ગુજરાત 🇮🇳

૧ મે – ગુજરાત સ્થાપના દિવસ…
આ દિવસ માત્ર ઉજવણીનો નથી,
પણ આત્મચિંતન કરવાનો દિવસ છે.

એક તરફ વિકાસના મોટા મોટા દાવા થાય છે,
પણ બીજી તરફ હકીકતમાં
બેરોજગારી, મોંઘવારી અને અસમાનતા સતત વધી રહી છે.

શું આ જ છે આપણું સપનાનું ગુજરાત?
જે ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલના મૂલ્યો પર ઉભું હતું,
તે ગુજરાત આજે સવાલો પૂછે છે
યુવાનોને રોજગાર ક્યાં છે?
ખેડૂતોને યોગ્ય ભાવ કેમ નથી મળતો?
અને સામાન્ય જનતા પર આર્થિક બોજ શા માટે વધી રહ્યો છે?

ગુજરાતની જનતા હવે માત્ર જાહેરાતોથી નહીં,
પણ હકીકતના વિકાસથી જવાબ માંગે છે.

ચાલો, આ સ્થાપના દિવસ પર સંકલ્પ લઈએ
એક એવું ગુજરાત બનાવવાનું
જ્યાં વિકાસનો લાભ દરેક સુધી પહોંચે,
જ્યાં ન્યાય અને સમાનતા માત્ર શબ્દો નહીં,
પણ વાસ્તવિકતા બને.

સમૃદ્ધ, સમાન અને ન્યાયસભર ગુજરાત માટે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.

ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ...!

20/04/2026
જય ભીમ! 💙ભારતના બંધારણના શિલ્પી, સમાનતા અને ન્યાયના પ્રણેતા, પરમ પૂજ્ય ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે તેમ...
14/04/2026

જય ભીમ! 💙

ભારતના બંધારણના શિલ્પી, સમાનતા અને ન્યાયના પ્રણેતા, પરમ પૂજ્ય ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે તેમને શત શત નમન. 🙏

તેમણે આપેલો બંધારણ માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ દરેક નાગરિકને અધિકાર, સમાનતા અને સ્વાભિમાનથી જીવવાનો અધિકાર આપે છે.

આજે પણ તેમની વિચારધારા આપણને સમાજમાં ન્યાય અને સમાનતા માટે લડવાની પ્રેરણા આપે છે.

ચાલો, આપણે સૌ મળીને બાબાસાહેબના વિચારોને જીવનમાં ઉતારીને એક સમાન અને શક્તિશાળી ભારત બનાવીએ. ✊

આજે આપણે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની, પ્રખર નેતા અને સામાજિક ન્યાયના અડગ યોદ્ધા બાબુ જગજીવનરામજી ને તેમની જન્મજયંતિ પ...
05/04/2026

આજે આપણે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની, પ્રખર નેતા અને સામાજિક ન્યાયના અડગ યોદ્ધા બાબુ જગજીવનરામજી ને તેમની જન્મજયંતિ પર નમન કરીએ છીએ.

બાબુ જગજીવન રામજી નું સમગ્ર જીવન એક સંદેશ આપે છે
કે સંઘર્ષ, સંકલ્પ અને સચ્ચાઈથી સમાજમાં પરિવર્તન લાવી શકાય છે.

દલિત અને વંચિત સમાજમાંથી ઊભા થઈને દેશના સર્વોચ્ચ સત્તા કેન્દ્રોમાં પોતાની ઓળખ બનાવવી આ માત્ર વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ ભારતના લોકતંત્રની શક્તિનું જીવંત ઉદાહરણ છે.

તેઓએ જીવનભર એ વાત માટે લડત આપી કે ...
- સમાજમાં સમાનતા માત્ર શબ્દો સુધી સીમિત ન રહે
- બંધારણમાં આપેલા અધિકારો દરેક સુધી પહોંચે
- અને સત્તા હંમેશા અંતિમ માણસના હિતમાં કાર્ય કરે

બાબુજીની રાજનીતિ “સત્તા મેળવવાની” નહોતી,
પણ “સમાજ બદલવાની” હતી.

તેમણે સાબિત કર્યું કે સાચો નેતા એ છે, જે પોતાના માટે નહીં પરંતુ સમાજના નબળા વર્ગો માટે અવાજ ઉઠાવે.

આજના સમયમાં, જ્યારે સમાજમાં વિભાજન અને અસમાનતા ફરી માથું ઊંચું કરી રહી છે,ત્યારે બાબુ જગજીવન રામજી ના વિચારો વધુ પ્રાસંગિક બની જાય છે.

- શું આપણે તેમના દર્શાવેલા માર્ગ પર ચાલી રહ્યા છીએ?
- શું સામાજિક ન્યાય અને સમાનતા ખરેખર દરેક સુધી પહોંચી છે?

આ પ્રશ્નો માત્ર વિચારવા માટે નહીં, પરંતુ કાર્ય કરવા માટે છે.

ચાલો, તેમની જન્મજયંતિ પર સંકલ્પ કરીએ
એક એવું ભારત બનાવવાનું,
જ્યાં
- જાતિ કે વર્ગના આધારે કોઈ ભેદભાવ ન હોય
- દરેકને સમાન તક અને સન્માન મળે
- અને લોકતંત્ર માત્ર શબ્દ નહીં, પણ દરેકના જીવનમાં હકીકત બને
બાબુ જગજીવન રામજી ના આદર્શો આપણને માર્ગદર્શન આપે છે.
તેમને શત-શત નમન...!

आज शहीद दिवस है…जब भगत सिंह, सुखदेव थापर और शिवराम राजगुरु ने हंसते-हंसते फांसी को गले लगाया था, ताकि भारत नफरत नहीं, बर...
23/03/2026

आज शहीद दिवस है…
जब भगत सिंह, सुखदेव थापर और शिवराम राजगुरु ने हंसते-हंसते फांसी को गले लगाया था, ताकि भारत नफरत नहीं, बराबरी और आज़ादी का देश बने।

लेकिन अफसोस… आज सत्ता में बैठे लोग शहीदों के नाम पर राजनीति करते हैं,उनके विचारों को नहीं, सिर्फ तस्वीरों को पूजते हैं।

जो लोग आज देशभक्ति का सर्टिफिकेट बांटते हैं,
वो याद रखें इन शहीदों ने कभी धर्म, जाति और नफरत के नाम पर देश नहीं बांटा था।

असली श्रद्धांजलि यही है कि
नफरत की राजनीति को हराया जाए और संविधान बचाया जाए।
इंकलाब जिंदाबाद! 🇮🇳🔥

21/03/2026

રૂપિયો ધરાશાયી… મહંગાઈ બેકાબૂ… અને સરકાર કહે છે “બધું નોર્મલ છે”!

આ કોઈ સામાન્ય આંકડા નથી — આ આવનારી આર્થિક તબાહીનો સંકેત છે.

• ડોલર સામે રૂપિયો 100 તરફ ધસી રહ્યો છે
• ઇન્ડસ્ટ્રીયલ ફ્યુઅલના ભાવ આગ જેવી ઝડપે વધી રહ્યા છે
• ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટ ખર્ચ આસમાને પહોંચશે
• MSMEs પર સૌથી મોટો પ્રહાર થશે
• રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ સામાન્ય માણસની પહોંચ બહાર જશે
• FIIનું પૈસું દેશમાંથી બહાર જઈ રહ્યું છે — શેર બજાર પર ભારે દબાણ છે

એટલે સીધી અસર તમારા ખિસ્સા, તમારા ઘરખર્ચ અને તમારી થાળી પર થશે.

અને યાદ રાખજો — ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ, ડીઝલ અને LPGના ભાવ વધારવાની સ્ક્રિપ્ટ તૈયાર જ છે।

આ સરકાર પાસે ન કોઈ દિશા છે, ન કોઈ વિઝન — ફક્ત ઇવેન્ટ મેનેજમેન્ટ અને ખાલી ભાષણો છે।

પ્રશ્ન એ નથી કે સરકાર શું કહે છે…
પ્રશ્ન એ છે કે તમારા ઘરમાં શું બચી રહ્યું છે?

#મહંગાઈ #આર્થિકસંકટ

Savitribai Phule was not just a teacher she was a revolution.At a time when educating girls was considered a crime, she ...
10/03/2026

Savitribai Phule was not just a teacher she was a revolution.

At a time when educating girls was considered a crime, she picked up books and lit the lamp of knowledge for millions. Facing humiliation, threats and social boycott, she never stepped back from her mission of equality and justice.

Today we pay tribute to a fearless pioneer of women’s education whose courage and compassion laid the foundation for women’s empowerment and social reform in India.

Her legacy reminds us: educating a woman is empowering a nation.

23/02/2026

ये अधनंगे कौन है? ये भाजपा का झंडा लेकर क्या कर रहे हैं?

19/02/2026

ગુજરાત સરકાર સાચા અર્થમાં હવે નરેન્દ્ર મોદીના પગલે ચાલી રહી છે. એકની એક જાહેરાત વારંવાર કરવાની પણ અમલીકરણ કરવાનું નહીં.

14 એપ્રિલ 2022, આંબેડકર જયંતિના રોજ ગુજરાત સરકારના તત્કાલીન મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા અઢી લાખથી વધારી 6 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પણ ચાર વર્ષ સુધી એમાં કોઈ અમલીકરણ થયું નહીં અને ગઈકાલે બજેટમાં ફરીવાર એની એજ જાહેરાત કરવામાં આવી છે.

શું હવે આ આવક મર્યાદા વધારી તેનું અમલીકરણ થશે કે હજું નરેન્દ્ર મોદી તેની ઘોષણા કરે તેની રાહ જોવી પડશે??

ભારતીય જનતા પાર્ટીના લોકોને કોઈ લાજ શરમ નથી અને આનો ઉત્સવ મનાવી રહ્યા છે. ગુજરાત સરકારના ચાર લાખ આઠ હજાર કરોડના બજેટમાં અનુસૂચિત જાતિ સમાજને વસ્તીના ધોરણે લગભગ 28 હજાર કરોડ મળવા જોઈતા હતા પણ ભાજપમાં કામ કરતા દલિત સમાજના લોકો આ વસ્તીના ધોરણે બજેટની માંગણી તો કરતા નથી પણ જૂની જાહેરાતોથી જ ખુશ થઈ જાય છે.

પૂજ્ય બાબાસાહેબ આંબેડકરની જયંતિના દિવસે કરવામાં આવેલી જાહેરાતને પણ લાગુ નહીં કરનારા ભાજપના આ લોકો સાચા અર્થમાં શિક્ષણ વિરોધી, દલિત વિરોધી અને પૂજ્ય બાબાસાહેબ આંબેડકરની વિચારધારાના વિરોધી છે.

16/02/2026

આજે ગાંધીનગર ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ સભામાં મારું સંબોધન.

Address

Gujarat Pradesh Congress Committee
Ahmedabad
380006

Alerts

Be the first to know and let us send you an email when Hitendra Pithadiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Hitendra Pithadiya:

Share