23/08/2026
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિ. (ખેતી બેંક)ના ચેરમેન શ્રી ને ખેડૂત હિત, સહકારી ક્ષેત્ર અને ગ્રામ્ય વિકાસ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ “રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી” કેટેગરી હેઠળ પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યા છે.
Gujarat First News દ્વારા વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનાર વ્યક્તિઓને બિરદાવવા માટે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે શ્રી ડોલરભાઈ કોટેચાને Certificate of Appreciation તથા સન્માનનું સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું.
આ સન્માન શ્રી ડોલરભાઈ કોટેચાના વ્યક્તિગત યોગદાન સાથે ખેડૂત સેવા, સહકાર અને ગ્રામ્ય વિકાસ માટે કાર્યરત સમગ્ર ખેતી બેંક પરિવાર માટે પણ ગૌરવની ક્ષણ છે. તેમના નેતૃત્વ અને સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મળેલી આ માન્યતા સહકારી ક્ષેત્ર માટે નવી પ્રેરણાનું કાર્ય કરશે.