Tarun Barot

Tarun Barot Retd. Dy. SP of Gujarat Police | Social Service

મારા માતૃશ્રી સ્વ. આનંદીબેન અમૃતલાલ બારોટની આજે 19 મી પુણ્યતિથિ નિમિત્તે ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ભગવાનને વાઘા તેમજ મ...
09/03/2026

મારા માતૃશ્રી સ્વ. આનંદીબેન અમૃતલાલ બારોટની આજે 19 મી પુણ્યતિથિ નિમિત્તે ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ભગવાનને વાઘા તેમજ મા લક્ષ્મીજીના વાઘા તેમજ ધજા ચડાવી. બાપુનગર ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે મારા માતા-પિતાના નામે ચાલતા આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ થકી ચાલતા સદાવ્રતમાં આંગણવાડીના બાળકોને પૌષ્ટિક ભોજન જમાડ્યું.🙏

બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી,  ઈશ્વરચરણ સ્વામી, અક્ષરવત્સલ સ્વામીના આશીર્વાદ લીધા. મહ...
22/01/2026

બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, અક્ષરવત્સલ સ્વામીના આશીર્વાદ લીધા. મહંત સ્વામી એ પ્રમુખ સ્વામી બાપા જે રક્ષા પોટલી બાંધતા હતા એ બાંધી આશીર્વાદ આપ્યા.
જય સ્વામિનારાયણ🙏

ગુજરાત રાજ્ય સરકાર માંથી નિવૃત્ત એડિશનલ સેક્રેટરી કવિશ્રી હર્ષભાઈ બ્રહ્મભટ્ટ ને સંગત પ્રેરિત "કવિશ્રી રમેશ પારેખ કાવ્ય સ...
17/12/2025

ગુજરાત રાજ્ય સરકાર માંથી નિવૃત્ત એડિશનલ સેક્રેટરી કવિશ્રી હર્ષભાઈ બ્રહ્મભટ્ટ ને સંગત પ્રેરિત "કવિશ્રી રમેશ પારેખ કાવ્ય સન્માન" તેમજ મારા મિત્ર અને સુગમ સંગીતના પ્રખ્યાત સંગીતકાર સૌમિલભાઈ, શ્યામલભાઈ અને આરતીબેન મુનશીને સંયુક્ત પણે "રાસબિહારી દેસાઈ સંગીત સન્માન" પરમ પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે એનાયત થયો. કવિશ્રી હર્ષભાઈ ના ચાર પુસ્તકો (સહર્ષ, સાતત્ય, સરમાયા, સરગોશી)નું લોકાર્પણ થયું. મિત્રોને અભિનંદન પાઠવી સૌમીલભાઈની માતાશ્રીના આશીર્વાદ લીધા.💐

મારા સ્વર્ગસ્થ પિતાશ્રી અમૃતલાલ ભોગીલાલ બારોટની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમને સૌથી વધુ ગમતા શ્રી ધવલકુમારના સુંદર...
15/12/2025

મારા સ્વર્ગસ્થ પિતાશ્રી અમૃતલાલ ભોગીલાલ બારોટની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમને સૌથી વધુ ગમતા શ્રી ધવલકુમારના સુંદરકાંડ ના પાઠ મિત્રો અને પરિવારના સભ્યો સાથે કર્યા.🙏

ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા રાજ્યશાસ્ત્ર વિભાગમાં યુવાનો માટે UPSC & GPSC કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન સમાજવિદ્...
13/12/2025

ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા રાજ્યશાસ્ત્ર વિભાગમાં યુવાનો માટે UPSC & GPSC કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન સમાજવિદ્યા ભવન, ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવેલ. જેમાં જાત અનુભવ વર્ણવી યુવાનોને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપી.

બરોડા મુદ્રા ઉત્સવ નું ઉદ્ઘાટન કાનમ પ્રદેશ પાટીદાર સેવા સમાજ વડોદરા ખાતે કર્યું. આ કાર્યક્રમ કલેક્ટર્સ, ડીલરો અને ઉત્સાહ...
22/11/2025

બરોડા મુદ્રા ઉત્સવ નું ઉદ્ઘાટન કાનમ પ્રદેશ પાટીદાર સેવા સમાજ વડોદરા ખાતે કર્યું. આ કાર્યક્રમ કલેક્ટર્સ, ડીલરો અને ઉત્સાહીઓને દુર્લભ અને ઐતિહાસિક સિક્કા, સ્ટેમ્પ અને બેંકનોટ ખરીદવા, વેચવા, વેપાર કરવા અને જોવા માટે એકસાથે લાવે છે. આ પ્રદર્શનમાં આ પ્રદેશના ઇતિહાસ અને સંસ્કૃતિને દર્શાવે છે, જેમાં બરોડા રાજ્ય (ગાયકવાડ યુગ), મુઘલ, ગુપ્ત અને બ્રિટિશ કાળના સિક્કાઓ તેમજ આંતરરાષ્ટ્રીય ચલણોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં આયોજકો નિસર્ગભાઈ તેમજ ભાજપના વડોદરાના કાઉન્સિલરશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા. સવડોદરામાં આવેલી ઇસ્કોન મંદિરની પણ મુલાકાત લીધી🙏

અખંડ ભારત અને એક ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150 મી જન્મજયંતી નિમિત્તે બાપુનગર વિધાનસભામાં યુનિટ...
19/11/2025

અખંડ ભારત અને એક ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150 મી જન્મજયંતી નિમિત્તે બાપુનગર વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું, સાથે આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ કર્યો. 🇮🇳

અમદાવાદમાં સૌપ્રથમવાર વલ્લભામૃત મહોત્સવ મહાપ્રભુજીની બેઠક નરોડાના દ્વારે આયોજિત થયેલ. જેમાં હાજરી આપી પરમ પૂજ્ય દ્વારકેશ...
13/11/2025

અમદાવાદમાં સૌપ્રથમવાર વલ્લભામૃત મહોત્સવ મહાપ્રભુજીની બેઠક નરોડાના દ્વારે આયોજિત થયેલ. જેમાં હાજરી આપી પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજના આશીર્વાદ લીધા.🙏

માધવ ફાર્મ વસ્ત્રાલ ખાતે આયોજિત પંચ દશાબ્દિ સ્મૃતિ મહોત્સવ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં ભાગવત નું રસપાન કર્યું. જ...
02/11/2025

માધવ ફાર્મ વસ્ત્રાલ ખાતે આયોજિત પંચ દશાબ્દિ સ્મૃતિ મહોત્સવ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં ભાગવત નું રસપાન કર્યું. જગતગુરુ આચાર્ય કૃષ્ણમણિ મહારાજ ખીજડા મંદિર જામનગર તેમજ ભાગવત કથાકાર પ્રમોદ સુધાકરજી મહારાજના આશીર્વાદ લીધા.🙏

ગાંધીનગર સ્થિત SMVS સ્વામિનારાયણ ધામમાં યોજાયેલ જ્ઞાનસત્ર-19 માં ઉપસ્થિત રહી કથામાં પરમ પૂજ્ય ગુરુજી સ્વામીશ્રીના આશીર્વ...
28/10/2025

ગાંધીનગર સ્થિત SMVS સ્વામિનારાયણ ધામમાં યોજાયેલ જ્ઞાનસત્ર-19 માં ઉપસ્થિત રહી કથામાં પરમ પૂજ્ય ગુરુજી સ્વામીશ્રીના આશીર્વાદ લીધા.🙏

22/10/2025

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને નવા વર્ષ નિમિત્તે મુલાકાત કરી તેમજ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી💐🙏

દિવાળી નિમિત્તે બાપુનગર ખાતે અમારા હસ્તે ચાલતા દર શનિવારે સદાવ્રતમાં 40 જેટલી જરૂરિયાતમંદ બહેનોને અનાજની કીટનું વિતરણ નિ...
20/10/2025

દિવાળી નિમિત્તે બાપુનગર ખાતે અમારા હસ્તે ચાલતા દર શનિવારે સદાવ્રતમાં 40 જેટલી જરૂરિયાતમંદ બહેનોને અનાજની કીટનું વિતરણ નિસર્ગભાઈ તેમજ શૈલભાઈના સહયોગથી કરાયુ. તેમજ સદાવ્રતમાં ભોજનના સ્થાને ઉલ્લાસભાઈના સહયોગથી 400 જેટલા મીઠાઈના પેકેટ તેમજ નમકીનનું વિતરણ કરાયુ.🪔🙏

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Tarun Barot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share