જિલ્લા બાળસુરક્ષા એકમ, અમદાવાદ

  • Home
  • India
  • Ahmedabad
  • જિલ્લા બાળસુરક્ષા એકમ, અમદાવાદ

જિલ્લા બાળસુરક્ષા એકમ, અમદાવાદ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from જિલ્લા બાળસુરક્ષા એકમ, અમદાવાદ, Government Organization, 502, District Child Protection, Unit, Ahmedabad.

આ પોસ્ટ ખોટી છે માટે કોઇ પણ પ્રકારની લોભ કે લાલચમા આવવું નહિં તથા અફવાઓથી દુર રહેવા આથી જણાવવામા આવે છે.   -જિલ્લા બાળ સ...
09/07/2026

આ પોસ્ટ ખોટી છે માટે કોઇ પણ પ્રકારની લોભ કે લાલચમા આવવું નહિં તથા અફવાઓથી દુર રહેવા આથી જણાવવામા આવે છે. -જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, અમદાવાદ

નશા મુક્ત ભારત અભિયાનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે જિલ્લા બાળ સુરક્ષા એકમ, અમદાવાદ ખાતે અધિકારીશ્રીઓ, કર્મચારી સ્ટાફ સભ્યો...
14/08/2025

નશા મુક્ત ભારત અભિયાનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે જિલ્લા બાળ સુરક્ષા એકમ, અમદાવાદ ખાતે અધિકારીશ્રીઓ, કર્મચારી સ્ટાફ સભ્યોએ તથા લાભાઅર્થીઓ સાથે મળીને નશા મુક્ત ભારતના નિર્માણ માટે દ્રઢ પ્રતિજ્ઞા લીધી.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ નશા મુકત બને જેના થકી યુવાનોને એક સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રેરિત કરવાનો છે

03/07/2025

https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?ServiceID=wvyHwQpkjgLs9JIh2NydUQ==
ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગનાં સમાજ સુરક્ષા ખાતા હેઠળની બાળકોની સંભાળ માટે પાલક માતા-પિતા યોજના અમલમાં છે. જેમાં બાળકની ઉંમર ૧૮ વર્ષની થાય ત્યાં સુધી બાળક દિઠ રૂ.૩૦૦૦/- માસિક નાણાંકીય સહાય આપવામાં આવે છે.

પાત્રતા:
(૧) ૦ થી ૧૮ વર્ષની ઉંમરના અનાથ નિરાધાર બાળકો (જેનાં માતા-પિતા બંને અવસાન પામેલ હોય).
(૨) ૦ થી ૧૮ વર્ષની ઉંમરના એકવાલીવાળા બાળકો (જેના પિતા મૃત્યુ પામેલ અને માતાએ પુન:લગ્ન કરેલ હોય અથવા માતા મૃત્યુ બાદ પિતાએ પુન:લગ્ન કરેલ હોય અને બાળકની સંભાળ પાલક વાલી દ્વારા લેવામાં આવતી હોય તેવા અભ્યાસ કરતા બાળકોને પણ યોજનાનો લાભ મળી શકે છે.)

અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવાઓ:
• બાળકનો જન્મનો દાખલો/એલ.સી.
• બાળકનું આધારકાર્ડ.
• બાળકના માતા-પિતાના મરણનાં દાખલા.
• પુન:લગ્નના કિસ્સામાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર/તલાટીશ્રીનું પ્રમાણપત્ર.
• આંગણવાડીમાં જતા બાળકનું પ્રોગ્રામ ઓફીસરનું અને શાળાએ જતાં બાળકનું શાળાનાં આચાર્યશ્રીનું પ્રમાણપત્ર.
• બાળકનું / બાળક સાથે પાલક વાલીનું સંયુક્ત બેંક ખાતાની પાસબૂક.
• પાલક માતા-પિતાનાં આધારકાર્ડની ઝેરોક્ષ, રેશનકાર્ડની ઝેરોક્ષ, ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ.
• તલાટી-કમ-મંત્રીશ્રી/મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રીનો આવકનો દાખલો (શહેરી કક્ષાએ રૂ.૩૬૦૦૦/- થી વધુનો અને ગ્રામ્ય કક્ષાએ રૂ.૨૭૦૦૦/- થી વધુનો વાર્ષિક આવકનો દાખલો).
• બાળકનો અને પાલક માતા-પિતાનાંપાસપોર્ટ સાઇઝનાં ફોટા.
• તલાટીશ્રી અને સરપંચશ્રીનું પાલક માતાપિતા સાથે સંબંધ દર્શાવતું પ્રમાણપત્ર.

યોજનાનો લાભ ક્યારે મળવાપાત્ર નથી?
(૧) લાભાર્થીનો અભ્યાસ બંધ કરી દેવાથી (૨) લાભાર્થી ૧૮ વર્ષ પૂર્ણ કરી ચુકેલ હોય (૩) લાભાર્થીનું આકસ્મિક મૃત્યુ થવાથી. (૪) પુન:લગ્નનાં કિસ્સામાં બાળક પોતાનાં માતા/પિતા સાથે રહેતુ હોય.

આ યોજનાની અરજી esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ ઉપર ઓનલાઇન કરી શકો છો. વધું માહિતી માટે અત્રેની કચેરી જિલ્લા બાળ સુરક્ષા એકમ, ૬૦૪, છઠ્ઠોમાળ, હરેકૃષ્ણા કોમ્પલેક્ષ, કોઠાવાલા ફલેટની સામે પાલડી, અમદાવાદની કચેરી ફોન નં : ૦૭૯-૨૬૫૮૭૭૪૦થી મળી શકશે.

Address

502, District Child Protection, Unit
Ahmedabad
380006

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm

Alerts

Be the first to know and let us send you an email when જિલ્લા બાળસુરક્ષા એકમ, અમદાવાદ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share