15/02/2021
પ્રકૃતિ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ
દ્વારા વંચિતોને વિદ્યા કાર્યક્રમ નો પ્રારંભ
તા- 14/02/2021 ને રવિવાર ના રોજ પ્રકૃતિ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સેવાનું ત્રીજું સોપાન એટલે કે વંચિતોને વિદ્યા જે બાળકો વિદ્યા મેળવી શક્યા નથી, ઝૂપડ પટ્ટીમાં રહે છે જેના વાલીઓ અક્ષરજ્ઞાન શું છે તે જાણતા નથી સમાજના પ્રવાહથી અલિપ્ત છે તેવા બાળકોને રાષ્ટ્રપ્રેમ અને સમાજની મુખ્ય ધરોહર સાથે આંગળી પકડીને ચલાવવાનો એક ભગીરથ અને નિ:સ્વાર્થ કાર્ય કરવા આ ગ્રૂપ જઇ રહ્યું છે.જે કુટુંબના બાળકો આર્થિક રીતે નબળા હોયસ્કૂલ કે બાલમંદિર ની ફી ણ ભરી શકે તેવા ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવાનો અમારો આ હેતુ છે. ત્યારે પ્રથમ ઠેબી નદીના સાઇડમાં આવેલ શીતળામાતાના મંદિરે આ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. વંચિતોને વિદ્યાના પ્રોજેકટ કાર્યકર્તા શ્રી ભારતિબેન પંડ્યા, શ્રી સોનલબેન ગઢીયા તથા શ્રી ડી.જી મહેતા (પેઇન્ટર) દ્વારા આ એક રાષ્ટ્રના ભાવિ બાળકોને સમર્પિત કાર્યને હુફ આપવા આ સંસ્થાના પ્રમુખ શ્રી ભીખુભાઈ અગ્રાવત, ટ્રસ્ટી શ્રી વસંતભાઈ મોવલિયા, શ્રી કાળુભાઇ ભંડેરી, શ્રી મુકેશભાઇ જાની દ્વારા આ કાર્યને વેગ મળે માટે અમરેલી ના સનિષ્ઠ અને સેવાયજ્ઞીઓને અપીલ કરેલ. આ કાર્યક્રમમાં આજુબાજુના 80 થી 85 બાળકો તેમજ તેમના વાલીઓ હાજર રહી. બાળકોને અઠવાડિયામાં બે દિવસ ગમ્મત સાથે જ્ઞાન તથા નાસ્તો આપવામાં આવશે. અમરેલીમાં આવા ત્રણ ઝોન પાડવામાં આવ્યા છે. જે અઠવાડિયાની અંદર ત્રણેય સ્થળે બે – બે દિવસ કાર્યક્રમ રાખવામા આવશે. આજના આ મંગલમય જ્ઞાનયજ્ઞ નો પ્રારંભ શ્રી ડો. ભરતભાઇ કાનાબાર, શ્રીમતી ડો. રેખાબેન મહેતા, શ્રી ભીખુભાઈ અગ્રાવત, શ્રી વર્ષીલભાઈ મોવલિયા, શ્રી હકૂભાઈ ચૌહાણ તથા શ્રી ભૂપતભાઇ ભૂવા ( શીતલ આઇસ્ક્રીમ) દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ નો પ્રારંભ કરેલ. આ વંચિત વિદ્યાના પ્યાસા બાળકોને સુંદર મજાનું સ્વાગત ગીત દ્વારા મહેમાનો નું અભિવાદન કરેલ. ત્યારબાદ પધારેલ માનવંતા મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા આવકારવામાં આવ્યા. ટેલેંટેડ બાળકો એ પોતાનો કાલિઘેલી ભાષામાં પોતાનો પરિચય આપ્યો. શ્રી ડો. ભરતભાઇ કાનાબાર સાહેબે આ કાર્યને બિરદાવતા જણાવ્યુ કે અમરેલીની અંદર સેવા કાર્યનું બીજ જે બાળકોથી પ્રારંભ કરવામાં આવેલ છે. આ બાળકો રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં ભળીને ભવિષ્યમાં એક સારા નાગરિક તરીકેની પ્રતિભા ખીલવશે. આ તકે આવેલા મહેમાનો એ પોતાનું પ્રાસંગિક પ્રવચન આપેલ.આ તકે શ્રી દિનેશભાઈ પોપટ, શ્રી બિપિનભાઈ જોશી, શ્રી મુકેશભાઇ કોરાટ , અમરેલી સાહિત્ય મંડળમાથી શ્રી ઉમેશભાઈ જોશી, શ્રી ઉદયભાઈ દેસાઇ, શ્રી ડો. નિલેષભાઈ ઝાલાવાડિયા, શ્રી ડો. ચિરાગભાઈ કોલડિયા, શ્રી હરુભાઈ બાટવિયા, પૂજ્ય દિલીપભાઇ ભટ્ટ, પૂજ્ય મંગળામાં એ આશીર્વાદ પાઠવેલ. શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્ર ના કાર્યકર્તા મિત્રો શ્રી જીતુભાઈ જોશી. શ્રી કે.કે.મિશ્રા, શ્રી કાંતિભાઈ વાંઝા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હકૂભાઈ ચૌહાણ દ્વારા બાળકોને તથા તમામ મહેમાનો ને નાસ્તાનું આયોજન કરેલ. શ્રી દિનેશભાઇ ભૂવા (શીતલ આઇસ્ક્રીમ) તરફથી બાળકો તથા મહેમાનોને આઇસ્ક્રીમ આપેલ. આ જ્ઞાનયજ્ઞમાં આપનો પણ સાથ સહકાર આવકાર્ય છે. બાળકોને નાસ્તાપેટી કે અન્ય રીતે આપ મદદરૂપ થવા ઇચ્છતા હો તો નીચેના નંબર પર સંપર્ક કરવો. 9427252911,9426938015, 9408159533.
Sheetal Ice Cream