રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આણંદ-ગુજરાત

  • Home
  • India
  • Anand
  • રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આણંદ-ગુજરાત

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આણંદ-ગુજરાત राष्ट्र के हितमें शिक्षा,शिक्षा के हितमें शिक्षक , शिक्षक के हितमें समाज

03/07/2026

"રાજકોટમાં મહાસંઘનું મહામંથન!
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત પ્રાંતની રાજ્ય કારોબારી બેઠક (તારીખ: ૨૮-૦૬-૨૦૨૬) સેવા ભારતી કાર્યાલય ખાતે યોજાઈ. નવીન વિચારો અને સંકલ્પો સાથે શૈક્ષિક જગતમાં પરિવર્તન લાવવા માટેની એક મહત્વપૂર્ણ બેઠક.
"

24/06/2026

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા તારીખ 18-06-2026 ના રોજ આયોજિત પરીક્ષા મુક્તિ માટે ધરણા અને આવેદન કાર્યક્રમની વિવિધ પ્રિન્ટ મિડીયાએ લીધેલ નોંધ.

21/06/2026

TET परीक्षा मुक्ति के लिए #अखिल भारतीय #राष्ट्रीय #शैक्षिक महासंघ #गुजरात द्वारा आयोजित धरना एवं ज्ञापन कार्यक्रम गुजरात।
दिनांक:-18-06-2026

19/06/2026

#अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ द्वारा आयोजित परीक्षा मुक्ति अंतर्गत अनुशासन युक्त धरना एवं आवेदन कार्यक्रम l
आनंद गुजरात
दिनांक:-18-06-2026
जगह:- उमाभवन आनंद

18/06/2026

गुजरात राज्य के आंनद ज़िले में परीक्षा मुक्ति अंतर्गत धरना एवं ज्ञापन कार्यक्रम में भारी संख्या में शिक्षक उपास्थि रहे।

17/06/2026

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના તમામ સંવર્ગના પદાધિકારીઓની માનનીય બંને શિક્ષણમંત્રી સાથે અતિ અગત્યની બેઠક

02/05/2026

તારીખ 01-05-2026 ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જૂનાગઢ અને પોરબંદર જિલ્લા કારોબારી બેઠક અને સાધારણ સભા સંપન્ન

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બોરસદ તાલુકાની સાધારણ સભા અને કારોબારી બેઠક તારીખ 11-04-2026 ને  શનિવારના રોજ વૃંદા...
11/04/2026

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બોરસદ તાલુકાની સાધારણ સભા અને કારોબારી બેઠક તારીખ 11-04-2026 ને શનિવારના રોજ વૃંદાવન રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ મુકામે યોજવામાં આવી, કારોબારીમાં બોરસદ તાલુકાના 85 જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા, બેઠકમાં RSS નડિયાદ વિભાગ સદભાવ પ્રમુખ રમેશભાઈ નાઈ, આણંદ જિલ્લા RSS સંપર્ક પ્રમુખ કનુભાઈ પટેલ,બોરસદ નગર RSS કાર્યવાહ ચૈતન્ય ભાવસાર,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આણંદ જિલ્લા અધ્યક્ષશ્રી નરેન્દ્રસિંહજી મહિડા ,મંત્રીશ્રી રિતેશભાઈ પટેલ, સંગઠન મંત્રીશ્રી જીગ્નેશભાઈ પંડ્યા જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ શર્મિષ્ઠાબેન પટેલ જિલ્લા સહ મંત્રી સુરેશભાઈ ઠાકર,જિલ્લા સહ સંગઠન મંત્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા બેઠકની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી બોરસદ તાલુકા અધ્યક્ષશ્રી સુરેશભાઈ રાઠોડએ હાજર પદાધિકારીઓનો પરિચય કરાવ્યો મુખ્ય વક્તાશ્રી રમેશભાઈ નાઈનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. મુખ્ય વક્તા રમેશભાઈ નાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘએ રાષ્ટ્રીય વિચારધારા અને સામાજિક સમરસતા ધરાવનાર સંગઠન છે આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ શિક્ષકોને એક છત્ર હેઠળ લાવવા, વિધાર્થીઓને મૂલ્યલક્ષી શિક્ષણની સાથે દેશભક્તિ કર્તવ્યનિષ્ઠા જાગૃત કરવાનું કાર્ય, શિક્ષક વિધાર્થી વાલી સાથેના સંબંધો ,શાળાને તીર્થ બનાવવાની ભાવના,શિક્ષણમાં સંસ્કૃતિ, રાષ્ટ્રીય શિક્ષણનીતિમા ભારતીયતા સાથે પંચ પરિવર્તનના વિવિધ મુદ્દાઓ વિશે વિવિધ ઉદાહરણો આપી સમજાવ્યું,આણંદ જિલ્લા મંત્રી રિતેશભાઇ પટેલે 2026 થી 2029 માટે તાલુકાની નવીન ટીમની ઘોષણા કરી સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓએ ૐ ધ્વની નાદ સાથે આવકારી. જિલ્લા અધ્યક્ષ નરેન્દ્રસિંહજી મહીડાએ સંગઠનની કાર્ય પદ્ધતિ, શિસ્ત અને કાર્યકર્તા નિર્માણ બાબતે વિસ્તૃત માહિતી આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોરસદ તાલુકા મંત્રી હેમંતસિંહ મહિડા દ્વારા કરવામાં આવ્યું અંતે બોરસદ તાલુકા સંગઠન મંત્રી રમેશભાઈ જાદવે ઉપસ્થિત સૌ મહાનુભાવો, કાર્યકર્તા ભગીની/બંધુનો આભાર વ્યક્ત કર્યો, કલ્યાણ મંત્ર કરી બેઠક પૂર્ણ જાહેર કરી.

ભવદિય:
બોરસદ તાલુકા
પ્રચાર/પ્રસાર પ્રમુખ ભદ્રેશભાઈ પટેલ

*ચૈત્ર સુદ પૂનમ હનુમાન જન્મોત્સવના રોજ તારીખ ૨/૪/૨૦૨૬ ના ગુરુવારના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આણંદ જિલ્લા ...
03/04/2026

*ચૈત્ર સુદ પૂનમ હનુમાન જન્મોત્સવના રોજ તારીખ ૨/૪/૨૦૨૬ ના ગુરુવારના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આણંદ જિલ્લા સંલગ્ન આણંદ તાલુકાની કારોબારી. બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું*.
*જે અંતર્ગત ગુજરાત પ્રાંત મહામંત્રીશ્રી પરેશભાઈ પટેલ,આણંદ જિલ્લા અધ્યક્ષ નરેન્દ્રસિંહજી મહિડા,મંત્રી રિતેશભાઇ પટેલ,સંગઠન મંત્રી જીગ્નેશભાઈ પંડ્યા,અને HTAT સંવર્ગના અધ્યક્ષ અંકિતભાઈ ઉપાધ્યાય સાથે જિલ્લા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા*
*કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા અધ્યક્ષશ્રી દિલીપભાઈ પટેલ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી,ત્યારબાદ જિલ્લા અધ્યક્ષશ્રી નરેન્દ્રસિંહજી મહિડા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું,જિલ્લા મંત્રીશ્રી રિતેશભાઈ પટેલ દ્વારા આણંદ તાલુકાના જિલ્લા કારોબારી સભ્યોની ઘોષણા કરવામાં આવી,ત્યારબાદ તાલુકા અધ્યક્ષશ્રી દિલીપભાઈ પટેલ દ્વારા તાલુકાની ટીમ તેમજ કારોબારી સભ્યોની ઘોષણા કરવામાં આવી.ત્યારબાદ પ્રાંતના મહામંત્રી પરેશભાઇ પટેલ દ્વારા સર્વેને શુભેચ્છા પાઠવીને માર્ગદર્શન કરવામાં આવ્યું અને સંગઠનની કાર્યપ્રણાલી અને આગામી કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી,પરેશભાઈ પટેલ દ્વારા સદસ્યતા અભિયાનની પણ વાત કરવામાં આવી*
*કાર્યક્રમની આભારવિધિ તાલુકાના મંત્રીશ્રી રાજેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવી અને કલ્યાણમંત્ર તાલુકા સંગઠન મંત્રી નીતેશભાઈ ત્રિવેદી દ્વારા બોલાવીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.સમગ્ર કારોબારી સભાનું સંચાલન જિલ્લા સહ મંત્રી નિલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું*

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતઆજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતને  વિધાનસભામાં UCC બિલ પસા...
24/03/2026

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત

આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતને વિધાનસભામાં UCC બિલ પસાર થવાના સમયે ગૃહમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું. જે અન્વયે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ,મહામંત્રી પરેશભાઈ પટેલ, પસંગઠન મંત્રી સરદાર સિંહ મછાર, પ્રાથમિક સંવર્ગ પ્રાન્ત અધ્યક્ષ શ્રી અનિરુદ્ધસિંહ સોલંકી, સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, માધ્યમિક સંવર્ગ પ્રાન્ત મહામંત્રી જિતેન્દ્રભાઈ ઠાકર આજે વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત રહ્યા.

Address

Anand
388001

Website

Alerts

Be the first to know and let us send you an email when રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આણંદ-ગુજરાત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share