ક્ષત્રિય ઠાકોર સમાજ આણંદ જીલ્લો

  • Home
  • India
  • Anand
  • ક્ષત્રિય ઠાકોર સમાજ આણંદ જીલ્લો

ક્ષત્રિય ઠાકોર સમાજ આણંદ જીલ્લો 🦁ક્ષત્રિય ઠાકોર સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે આણંદ જીલ્લો🚩

🙏🏻જય માતાજી🙏🏻

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પેટલાદ તાલુકા પ્રમુખ અને ક્ષત્રિય ઠાકોર સમાજ આણંદ જીલ્લાના કાર્યકર્તા એવા ભાઈ શ્રી ભરતસિંહ ઠા...
23/10/2025

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પેટલાદ તાલુકા પ્રમુખ અને
ક્ષત્રિય ઠાકોર સમાજ આણંદ જીલ્લાના કાર્યકર્તા એવા ભાઈ શ્રી ભરતસિંહ ઠાકોર (બોરિયા ) ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ💐

Thakor Bharatsinh

🇮🇳 ગુજરાત રાજ્ય સરકારના નવા મંત્રીમંડળમાં ઠાકોર સમાજનો ગૌરવ ક્ષણ 🇮🇳ગુજરાત રાજ્ય સરકારના નવા મંત્રીમંડળમાંક્ષત્રિય ઠાકોર ...
17/10/2025

🇮🇳 ગુજરાત રાજ્ય સરકારના નવા મંત્રીમંડળમાં ઠાકોર સમાજનો ગૌરવ ક્ષણ 🇮🇳

ગુજરાત રાજ્ય સરકારના નવા મંત્રીમંડળમાં
ક્ષત્રિય ઠાકોર સમાજના ગૌરવરૂપ નેતાઓને સ્થાન મળ્યું છે ✨

💠 રાજ્યકક્ષા મંત્રી — શ્રી સ્વરૂપજી ઠાકોર-વાવ
💠 કેબિનેટ મંત્રી — શ્રી રમણભાઈ સોલંકી (ઠાકોર) – બોરસદ

આ નિમણૂક માત્ર વ્યક્તિગત ગૌરવ નથી,
પરંતુ સમગ્ર ઠાકોર સમાજ માટે ગર્વનો પળ છે 💐

ભાજપ સરકાર હેઠળ ઠાકોર સમાજનું આ સશક્ત પ્રતિનિધિત્વ
સમાજની મહેનત, વિશ્વાસ અને સેવા ભાવનાનું જીવંત પ્રતિબિંબ છે 🙏

હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ
તેમના કાર્યકાળ દરમિયાન રાજ્ય અને સમાજ વધુ પ્રગતિના શિખરો સર કરે તેવી પ્રાર્થના 🙌

क्षत्रिय धर्म युगे युगे "अन्याय पर न्याय की विजय और अधर्म पर धर्म की जीत का प्रतीक है शस्त्र पूजन।"આણંદ જિલ્લા ક્ષત્રિય ...
30/09/2025

क्षत्रिय धर्म युगे युगे
"अन्याय पर न्याय की विजय और अधर्म पर धर्म की जीत का प्रतीक है शस्त्र पूजन।"

આણંદ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ સારસા ગામ દ્રારા આયોજિત મહા શસ્ત્ર પૂજન 2025

આણંદ જિલ્લા ના ક્ષત્રિય ધર્મ પ્રેમીઓ ને આહવાન... આવો સાથે મળી ને આપડા ધર્મ નો ઉત્સવ ઉજવીએ.🙏
જય માતાજી 🙏🚩🚩
જય ભવાની 🙏🚩🚩

🌟 આભાર અને પ્રેરણાર્થ સંદેશ 🌟 #આણંદ જીલ્લા  #ક્ષત્રિય_ઠાકોર_સમાજના સર્વસન્માનિત ભાઈ શ્રી  #લાલજીભાઈ કાંતિભાઈ ઠાકોરજીને આ...
15/09/2025

🌟 આભાર અને પ્રેરણાર્થ સંદેશ 🌟
#આણંદ જીલ્લા #ક્ષત્રિય_ઠાકોર_સમાજના સર્વસન્માનિત ભાઈ શ્રી #લાલજીભાઈ કાંતિભાઈ ઠાકોરજીને આપણા સમસ્ત સમાજ તરફથી દિલથી #આભાર.
🔸 ગામ પીપળોઈના વતની શ્રી લાલજીભાઈએ ઠાકોર સમાજ માટે ₹11,111/-નું મહત્ત્વપૂર્ણ દાન આપી સમાજની સેવા કરવાને અદ્વિતીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

🙏🏼 આવી સેવા એ માત્ર દાન નહીં, પણ એક સશક્ત સમાજ નિર્માણ માટેનો પવિત્ર યજ્ઞ છે.
🌼 આજના દિવસથી પ્રેરણા લઈને, દરેક ઠાકોર સમાજનો ભાઈ આગળ આવીને પોતાનો સહયોગ, દાન અને પ્રેમ સમર્પિત કરે ત્યારે જ આપણા સમાજનું વધુ સમૃદ્ધ, એકતા ભરેલું અને શ્રેષ્ઠ ભવિષ્ય નિર્મિત થઈ શકે છે.

🌷 ચાલો, સૌ ભાઈઓ એકસાથે મળી ‘સેવા અને એકતા’ ના પથ પર આગળ વધીએ અને ઠાકોર સમાજને ગૌરવમય બનાવીએ.

⚔️ આપનું યોગદાન, સમાજનો વિકાસ ⚔️

🚩ક્ષત્રિય ઠાકોર સમાજ, આણંદ જીલ્લા🚩

🌸 સંદેશ સમાજસેવા અને ઉદારતાનું 🌸આજે અમારા સમાજના પ્રિય ભાઈ શ્રી જયસિંહ ઠાકોર- આણંદવાળા  દ્વારા સમાજના સર્વાંગી વિકાસ અને...
08/09/2025

🌸 સંદેશ સમાજસેવા અને ઉદારતાનું 🌸

આજે અમારા સમાજના પ્રિય ભાઈ શ્રી જયસિંહ ઠાકોર- આણંદવાળા દ્વારા સમાજના સર્વાંગી વિકાસ અને ભવિષ્યના ઉત્કૃષ્ટ પેઢી માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. તેઓ વર્ષોથી નિષ્ઠાપૂર્વક સમાજ સેવા અને ભલાઈના કાર્યમાં પોતાની સેવા આપતા આવ્યા છે. આજે તેમણે શૈક્ષણિક સંસ્થાઓ માટે જમીન ખરીદવામાં સહાયરૂપ થવા માટે રૂપિયા 1,21,111/- નો ઉદાર દાન આપ્યો છે.

આ ઉદાર દાન માત્ર એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું એકર્થિક સહાય નહીં, પણ એક અનમોલ પ્રેરણા છે, જે દરેક સમાજસેવીના હૃદયમાં ધડકતું રહીશું.

👉🏻 આવો આપણે સૌ મળીને આ ઉદારતાનું સ્વીકાર કરીએ અને સમાજના સર્વાંગી વિકાસ માટે આગળ વધીએ.

👉🏻 શિક્ષણ એ સમાજનો સૌથી મજબૂત સ્તંભ છે, અને આવા દાનથી ભવિષ્યની પેઢીઓ ઉજળા બની રહેશે.

સહયોગી ભાઈને દિલ થી ધન્યવાદ અને શુભેચ્છા.

🌿 "જ્યાં એકતા છે ત્યાં વિકાસ છે." 🌿

05/09/2025

🌸📚 શિક્ષણ સાથે સંસ્કૃતિનો પરિચય 📚🌸

શાળાના શિક્ષકશ્રીએ વિદ્યાર્થીઓને જીવંત ઉદાહરણ દ્વારા ભણાવ્યું. ગામમાં આવેલ પાળિયા દર્શાવીને, તેની ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્તા સમજાવી. 🙏

આવો પ્રયાસ માત્ર પુસ્તક પૂરતું જ્ઞાન નથી આપતો, પણ વિદ્યાર્થીઓને પોતાની ધરોહર અને સંસ્કૃતિ સાથે જોડે છે. 👏✨

👉 શિક્ષકશ્રીને આ સુંદર પ્રયત્ન બદલ અભિનંદન. 🌹
👉 વિદ્યાર્થીઓ માટે આ યાદગાર અનુભવ બન્યો. 🌟

#શિક્ષણસાથેસંસ્કૃતિ #ગૌરવનીધરોહર #સાચુંશિક્ષણ

✨🚩 સંત શ્રી સદારામ બાપા એકેડમી એન્ડ લાઇબ્રેરી, ઠાકોર બોર્ડિંગ દિયોદર 🚩✨વર્ષ ૨૦૨૫માં અમારી એકેડમીના પ્રતિભાશાળી વિદ્યાર્થ...
02/09/2025

✨🚩 સંત શ્રી સદારામ બાપા એકેડમી એન્ડ લાઇબ્રેરી, ઠાકોર બોર્ડિંગ દિયોદર 🚩✨

વર્ષ ૨૦૨૫માં અમારી એકેડમીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ મહેનત, દૃઢ સંકલ્પ અને અવિરત પ્રયત્નો દ્વારા સરકારી નોકરીમાં સ્થાન મેળવીને પોતાના કુટુંબ, સમાજ અને ગામનું નામ ગૌરવભેર ઉજ્જવળ કર્યું છે.

આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાનું સ્ત્રોત છે.
📚 સદારામ બાપા આશીર્વાદથી અને એકેડમીના માર્ગદર્શનથી યુવાનોમાં આત્મવિશ્વાસ, જ્ઞાન અને સંસ્કારનો વિકાસ થયો છે.

🙏 સમસ્ત સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન તથા ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવાની શુભેચ્છાઓ.
અમારો વિશ્વાસ છે કે આવનારા સમયમાં પણ આ એકેડમીમાંથી અનેક મોતી સમાજ અને રાષ્ટ્રસેવામાં ખિલતા રહેશે.

https://gtkdconline.gujarat.gov.in/ફોર્મ ભરવાની સ્ટેપ્સ:1. ઉપર આપેલી લિંક ખોલો.2. હોમ પેજ પર “Apply Online” બટન પર ક્લિક...
02/09/2025

https://gtkdconline.gujarat.gov.in/

ફોર્મ ભરવાની સ્ટેપ્સ:

1. ઉપર આપેલી લિંક ખોલો.

2. હોમ પેજ પર “Apply Online” બટન પર ક્લિક કરો.

3. તમારી જાતિ (ઠાકોર / કોળી) અને યોજના પસંદ કરો.

4. જરૂરી વિગતો (વ્યક્તિગત માહિતી, વ્યવસાય/ધંધા અંગેની માહિતી) ભરો.

5. જરૂરી દસ્તાવેજોની સ્કેન નકલ અપલોડ કરો (જાતિનો દાખલો, આવક દાખલો, આધાર કાર્ડ, બેંક પાસબુક વગેરે).

6. આખી વિગતો ચકાસીને Submit કરો.

7. અરજી નંબર (Application ID) સાચવી રાખો – આથી પછી Status ટ્રેક કરી શકશો.

https://gtkdconline.gujarat.gov.in/ #ફોર્મ_ભરવાની_સ્ટેપ્સ:1. ઉપર આપેલી લિંક ખોલો.2. હોમ પેજ પર “Apply Online” બટન પર ક્લ...
02/09/2025

https://gtkdconline.gujarat.gov.in/

#ફોર્મ_ભરવાની_સ્ટેપ્સ:

1. ઉપર આપેલી લિંક ખોલો.

2. હોમ પેજ પર “Apply Online” બટન પર ક્લિક કરો.

3. તમારી જાતિ (ઠાકોર / કોળી) અને યોજના પસંદ કરો.

4. જરૂરી વિગતો (વ્યક્તિગત માહિતી, વ્યવસાય/ધંધા અંગેની માહિતી) ભરો.

5. જરૂરી દસ્તાવેજોની સ્કેન નકલ અપલોડ કરો (જાતિનો દાખલો, આવક દાખલો, આધાર કાર્ડ, બેંક પાસબુક વગેરે).

6. આખી વિગતો ચકાસીને Submit કરો.

7. અરજી નંબર (Application ID) સાચવી રાખો – આથી પછી Status ટ્રેક કરી શકશો.

#જરૂરી_ડોક્યુમેન્ટ્સ (સામાન્ય)

1. આવેદકનો આધાર કાર્ડ (ફોટોકૉપી)

2. ઇલેક્ટ્રિસિટી બિલ / રેશન કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ (સરનામા પુરાવા માટે)

3. જાતિનો દાખલો (Caste Certificate – ઠાકોર જાતિનો)

4. શાળા છોડયા પ્રમાણપત્ર (LC) અથવા જન્મ તારીખનો પુરાવો

5. પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ – 2 થી 4 નંગ

6. બેંક પાસબુક / કેન્સલ ચેક (લોનની રકમ જમા કરવા માટે)

7. ઇન્કમ સર્ટિફિકેટ (કુટુંબની આવક ₹1,20,000 ગ્રામ્ય વિસ્તાર / ₹1,50,000 શહેરી વિસ્તાર સુધી હોવી જોઈએ)

8. વ્યવસાય માટેની અંદાજિત રૂપરેખા (Business Plan / Estimate)

ઉદાહરણ: વાહન ખરીદી માટે વાહનનું કોટેશન

પશુપાલન માટે પશુનું કોટેશન

નાના ધંધા માટે સાધન/મશીનરીનું અંદાજ

9. ગેરંટીદારનો પુરાવો (જો જરૂરી હોય તો)

👉 વધુ ચોક્કસ માહિતી અને લિસ્ટ માટે આપને નજીકના CSC (જનસુવિધા કેન્દ્ર) અથવા ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર નો સંપર્ક કરવો પડશે.

🙏🏻સમાજ સેવા એ સૌથી મોટું પુણ્ય છે🙏🏻આજે આપણા સમાજના  #કણજટ ગામના  #શ્રી  #રજનીભાઇ ઠાકોર એ  #શૈક્ષણિક_સંસ્થા માટે જમીન ખરી...
30/08/2025

🙏🏻સમાજ સેવા એ સૌથી મોટું પુણ્ય છે🙏🏻

આજે આપણા સમાજના #કણજટ ગામના #શ્રી #રજનીભાઇ ઠાકોર એ #શૈક્ષણિક_સંસ્થા માટે જમીન ખરીદવાના પવિત્ર કાર્યમાં #રૂપિયા 21,111 નું ઉદાર દાન આપીને સમાજ પ્રત્યે પોતાની ફરજ અને પ્રેમ નિભાવ્યો છે.

આવો સાહસિક અને ઉદાર હૃદય ધરાવતા ભાઈને સમાજ હંમેશા આભાર માનશે..તેમના આ પુણ્ય કાર્યથી ભવિષ્યમાં અનેક વિદ્યાર્થીઓને શિક્ષણનો પ્રકાશ મળશે.

🙏🏻💐ખુબ ખુબ આભાર💐🙏🏻

Address

Anand
388001

Website

Alerts

Be the first to know and let us send you an email when ક્ષત્રિય ઠાકોર સમાજ આણંદ જીલ્લો posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category