05/05/2016
માન.મુખ્ય મંત્રી શ્રી, તમામ મંત્રીશ્રીઓ, તમામ ધારાસભ્યશ્રી ઓ, તમામ સરકારી અધિકારીઓ, ગુજરાત ના તમામ સરપંચશ્રીઓ, તા.પં ના પ્રમુખશ્રી ઓ, જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી ઓ, તમામ પંચાયત ના સભ્યશ્રી ઓ. ..ભાજપ -કોંગ્રેસના પદાધિકારીઓ, બંન્ને પક્ષ ના કાર્યકરો અને તમામ ગુજરાતવાસીઓ -ગુજરાત પ્રેમીઓ ને. .....
👇👇👇👇
બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે.🙏 ...આગામી ચોમાસુ સરેરાશ સારુ રહેવાની
આગાહી છે. ...તો આ આગાહી
નો ઉપયોગ આપણે સહુ ભેગા મળીને ખભે ખભા મીલાવી ને
અવસર મા કેમ પલટાવીયે નહી ?? તો ચાલો સંકલ્પ કરીએ કે ....આ ગુજરાત નો
છેલ્લો દુષ્કાળ હશે. ...હવે અમે એવુ કામ કરી બતાવશુ કે ગુજરાત મા પાણી અછત ક્યારેય ઉભી નહી થાય. ...
હજી ચોમાસુ બેસવા ને સમય છે. ..આ સમય નો સદુપયોગ કરી ગુજરાત ના તમામ નાના -મોટા તળાવો ઉંડા કરીયે, તેમા ભરાયેલા માટી -કાંપ બહાર કાઢીયે ..
નાના વોંકળા મા પાણી રોકીયે,
મનરેગા મા હવે ચોમાસા સુધી માત્ર પાણી રોકવાના જ કામો કરાવીયે...તળાવ -નદીમા જતા પાણી ના માર્ગો ખુલ્લા કરીએ, ...
સરકાર ને પણ વિનંતી છે કે
આગામી 30 દિવસ સરકારી તંત્ર મા પાણી ને લગતી કામગીરી માટે કટોકટી જાહેર કરી દેવી જોઈએ...આવશ્યક સેવાઓ સિવાય તમામ કામકાજ બંધ કરી માત્ર અને માત્ર પાણી બચાવ કામગીરી
જ કરવી જોઇએ. ...આ 30 દિવસ માટે સ્પેશ્યલ બજેટ ની
પણ જોગવાઈ કરવી જોઈએ. અને સમય બગડયા વગર પરીણામ લક્ષી આયોજન મા લાગી જવુ જોઈએ...આ કામગીરી મા ગુજરાત નુ કોઇ પણ ગામ -શહેર નુ તળાવ બાકી રહેવુ જોઈએ નહી. જે કોઈ ની ગ્રાન્ટો અત્યારે ફક્ત પાણી ના કામો માટે જ વાપરવી જોઈએ. ..પાણી હશે તો જ વિકાસ કે ગતિશીલ ગુજરાત ની
વાત શક્ય થશે. ..તેના સ્વપ્ન જોઇ શકીશુ...પાણી હશે તો નવા વૃક્ષો ઉછેરી શકીશ, વૃક્ષો હશે તો ફરી વરસાદ લાવી શકીશુ. ..અને વરસાદ લાવી શકીશુ તો દુષ્કાળ ભગાડી શકીશુ. ...અને તો જ ગુજરાત નો વિકાસ કરી શકીશુ. ...
ગુજરાત ના તમામ ને - ગુજરાત સરકાર ને મારી બે હાથ જોડી 🙏 વિનંતી છે. ..કે
આગામી માત્ર 30 દિવસ એક બની પાણી થી સમૃધ્ધ ગુજરાત બનાવવા લાગી પડીએ. ...
સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ...30 દિવસ દીલ ખોલી ને ફક્ત એક જ મિશન બનાવે. ..બસ હવે બહુ થયુ પાણી નહી બગડવા દઇએ. ...
હવે જીવવુ હશે તો પૈસા નહી પાણી ની જરૂર પડશે. ...🙏