17/09/2026
*પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે બારડોલીના બાબેન તળાવ ખાતે હજારો દિપ પ્રગટાવીને‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો*
⸻
માહિતી બ્યુરો, સુરતઃ ગુરુવારઃ - પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં ૨૫ વર્ષની નિઃસ્વાર્થ સેવા અને સમર્પણના ઉપલક્ષમાં ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત સુરત મહાનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સુરત બારડોલીના બાબેન તળાવ ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર , સુરત જિલ્લા મહામંત્રીશ્રી જગદીશભાઈ પારેખ, સુરત જિલ્લા ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ સાથે મળીને ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.