08/11/2025
ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ (BKTS) માલપુર તાલુકાની વાર્ષિક ચિંતન બેઠકનુ તા. 07/11/2025 ના રોજ માલપુર તાલુકાના વાવડી ગામે પ્રદેશ પ્રમુખશ્રી એડવોકેટ ચંદ્રપાલસિંહ ના નિવાસ સ્થાને ધર્મેદ્રસિંહ પરમાર,કિશનસિંહ ચૌહાણ, મનોજસિંહ ઝાલા,મુકેશસિંહ ખાંટના અધ્યક્ષસ્થાને યોજાઈ..
જેમાં BKTS team ની કામગીરીનો લેખિત અહેવાલ રજુ કરવામાં આવ્યો અને આવનાર સમયમાં સમાજના પડકારો સામે સમાજને મદદરૂપ થવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવી.
માલપુર તાલુકાની નવ રચિત ટીમની જાહેરાત કરવામાં આવી જેમાં BKTS માલપુર તાલુકા પ્રમુખ તરીકે મુકેશસિંહ ખાંટની વરણી કરવામાં આવી અને લીગલ ટીમના પ્રમુખશ્રી એડવોકેટ કોટવાલ રાજેશસિંહને જાહેર કરવામાં આવ્યા.
આ તબક્કે સૌપ્રથમ વાવડી ગામમાંથી આદિજાતિ વિકાસ કમિશનરની કચેરીમાં પસઁદગી પામેલા ખાંટ રોબિનભાઈ કનુભાઈ ને શિક્ષકશ્રી ગુલાબસિંહ, ધર્મેન્દ્રસિંહ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તેમજ આવેલા સરકારી કર્મચારીઓ ઝાલા દિગ્વિજય સિંહ ઝાલા સાહેબ(મહીસાગર સેશન કોર્ટ), અજિતસિંહ ચૌહાણ(BSF), શિક્ષકશ્રીઓ ગુલાબસિંહ ખાંટ અને ધર્મેન્દ્રસિંહજી પરમાર, પ્રભાતસિંહ, એડવોકેટ રાજેશસિંહ, સામાજિક આગેવાન હિંમતસિંહ ખાંટ, ખાંટ જસુભાઈ, સોલંકી મહેશસિંહ, અલ્પેશસિંહ, યોગેશસિંહ,પરમજીતસિંહ સહિતના યુવા આગેવાનોનુ સન્માન bkts team ના યુવા મિત્રો દ્વારા કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં BKTS ટીમના રામસિંહ ખાંટ,ભરત સિંહ ખાંટ (કોયલીયા), જ્યંતીસિંહ ખાંટ, જ્યંતીસિંહ ડામોર,વડેખ પરેશસિંહ, વડેખ નરેશસિંહ, જયદીપસિંહ સહિતના તમામ આગેવાનો હાજર રહ્યા હતા..
સંગઠનનો વ્યાપ વધે સમાજ શૈક્ષણિક રીતે, આર્થિક રીતે , સમાજ આગળ વધે તેમજ સમાજ જાગૃતિના કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરીને આગામી રણનીતિનુ આયોજન કરવામાં આવ્યું.
🚩
🚩
#ભાથીજી_સેવા_ટ્રસ્ટ🚩