બોલ સે ભરૂચ, પૂછ સે ભરૂચ

  • Home
  • India
  • Bharuch
  • બોલ સે ભરૂચ, પૂછ સે ભરૂચ

બોલ સે ભરૂચ, પૂછ સે ભરૂચ સત્યમેવ જયતે

સત્ય ને જનતા સામે લાવવું

07/09/2026

અંકલેશ્વરના ગડખોલના સસ્પેન્ડેડ મહિલા સરપંચને હાઈકોર્ટમાંથી સ્ટે મળતા આજરોજ મંજુલા પટેલ ફરી પાંચમી વાર સરપંચનો ચાર્જ સંભાળ્યો હતો.

07/09/2026

ગડખોલના સસ્પેન્ડેડ મહિલા સરપંચે પાંચમી વાર સરપંચનો ચાર્જ સંભાળ્યો

ગડખોલના મહિલા સરપંચને હાઈકોર્ટમાંથી સ્ટે
મંજુલા પટેલે પાંચમી વાર સરપંચનો ચાર્જ સંભાળ્યો.સસ્પેન્શન સામે હાઈકોર્ટમાં પડકાર, રાહત મળી હાઈકોર્ટના સ્ટે બાદ મંજુલા પટેલ ફરી સરપંચ
ચાર્જ સંભાળી મંજુલા પટેલે વિકાસની ખાતરી આપી

અંકલેશ્વરના ગડખોલના સસ્પેન્ડેડ મહિલા સરપંચને હાઈકોર્ટમાંથી સ્ટે મળતા આજરોજ મંજુલા પટેલ ફરી પાંચમી વાર સરપંચનો ચાર્જ સંભાળ્યો હતો.

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને હાઈકોર્ટમાંથી વધુ એક વખત રાહત મળી છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને સસ્પેન્ડ કરવાના હુકમ સામે મંજુલાબેને હાઈકોર્ટમાં પડકાર કર્યો હતો. હાઈકોર્ટે ડીડીઓના હુકમ સામે સ્ટે મંજૂર કરતાં હવે તેઓ ફરીથી સરપંચ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.જેઓએ આજરોજ પાંચમી વાર સરપંચ તરીકે ચાર્જ સાંભળ્યો હતો.અને ગ્રામજનો તેમજ સભ્યોનો આભાર વ્યક્ત કરી વિકાસના કામો કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

07/09/2026

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટની રાહત, વિધાનસભાના સત્ર માટે શરતી જામીન મંજૂર કર્યા.

📌*'નમામિ દેવી નર્મદે' ના નારા અને પ્લાસ્ટિકની આહુતિ, આપણી આ કેવી ભક્તિ❓** આપણે એવા મહાન ભક્તો છીએ જેઓ સવાર-સાંજ "નમામિ દ...
07/09/2026

📌*'નમામિ દેવી નર્મદે' ના નારા અને પ્લાસ્ટિકની આહુતિ, આપણી આ કેવી ભક્તિ❓*

* આપણે એવા મહાન ભક્તો છીએ જેઓ સવાર-સાંજ "નમામિ દેવી નર્મદે" ના પાઠ કરીએ છીએ, પણ ઘરની બહાર નીકળતા જ નર્મદા મૈયાને પ્લાસ્ટિકની થેલીઓનો "અર્ઘ્ય" આપવાનું ચૂકતા નથી.

* આ કરૂણ દૃશ્ય જોઈને ખરેખર દરેક ભરૂચવાસીઓનું મસ્તક શરમથી ઝૂકી રહ્યું છે. જે નર્મદા નદીને આપણે માં કહીને સંબોધિત કરીએ છીએ એ નદીમાં આપણે પ્લાસ્ટિકની થેલીઓ અને કચરો નાખીને પ્રદૂષિત કેમ કરીએ છીએ❓

* નદીઓને પ્રદૂષિત થતી બચાવવા માટે સરકાર દ્વારા બ્રિજ (પુલ) પર ઊંચી જાળી અને કાંટાળા તાર લગાવવામાં આવે છે, જેથી લોકો પૂજા-સામગ્રી કે પ્લાસ્ટિકનો કચરો સીધો નદીમાં ન ફેંકે. પરંતુ લોકો કચરાની થેલીઓ નદીમાં ફેંકવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે તે કાંટાળા તારમાં ફસાઈ જાય છે. આનાથી ગંદકી ફેલાય છે અને સરકારના આ સરાહનીય પ્રયાસનો હેતુ નિષ્ફળ જાય છે.

* પવિત્રતાના નામે પ્લાસ્ટિકની કોથળીઓમાં સડેલા ફૂલો, નાળિયેર અને ઘરનો કચરો ભરીને નદીમાં પધરાવનારાઓ કદાચ એવું માને છે કે નર્મદા મૈયા પાપ ધોવાની સાથે-સાથે પ્લાસ્ટિક પચાવવાનું પણ કામ કરે છે. જો આપણે આપણી જીવાદોરી સમાન નદીને જ કચરાપેટી સમજી બેસીશું, તો ભવિષ્યમાં આ પવિત્ર જળ નહીં, પણ પ્રદૂષણનું ઝેર આપણા જ ઘરે નળમાં પાછું આવશે. જાગો ભરૂચવાસીઓ, જાગો! ભક્તિ હૃદયમાં હોવી જોઈએ, બ્રિજ પરથી કચરો ફેંકવામાં નહીં.

* આવી બેજવાબદાર પ્રવૃત્તિઓને રોકવા માટે ભરૂચ વહીવટી તંત્ર, નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા પણ હવે કડક કાર્યવાહી શરૂ થવી જ જોઈએ, કારણકે માં નર્મદાને પ્રદૂષિત થતી રોકવી એ આપણી નૈતિક ફરજ છે.

* તંત્ર અને પોલીસ બંને સંયુક્ત રીતે કડક ઓપરેશન હાથ ધરીને કચરો ફેંકનારાઓને રંગેહાથ પકડે અને સોશિયલ મીડિયા પર તેમના નામ જાહેર કરે, જેથી ભરૂચની જીવાદોરી સમાન માં નર્મદાને પ્રદૂષિત થતી બચાવી શકાય.

* બ્રિજ પર ચોક્કસ અંતરે હાઈ-રિઝોલ્યુશન CCTV કેમેરા લગાવવા જોઈએ. બ્રિજ પર ગાડી ઊભી રાખીને કચરો ફેંકનારાઓના વાહન નંબર પ્લેટના આધારે સીધા તેમના ઘરે મોટો આર્થિક દંડ (ઈ-મેમો) મોકલવો જોઈએ.

* કચરો ફેંકતા પકડાયેલા લોકોના ફોટા કે વીડિયો સોશિયલ મીડિયા પર અથવા બ્રિજ પરના મોટા ડિજિટલ બોર્ડ પર "ગંદકી કરનારા નાગરિક" તરીકે જાહેર કરવા જોઈએ, જેથી સામાજિક શરમથી લોકો આવું કરતા અટકે.

* બ્રિજ શરૂ થતા પહેલા અને પુરો થયા પછી પૂજા સામગ્રી કે કચરો જમા કરાવવા માટે સ્પેશિયલ કલેક્શન બોક્સ મૂકવા જોઈએ, જેથી લોકોને કચરો ફેંકવા માટે બહાનું ન મળે.

* બ્રિજ પરથી નર્મદા મૈયાના દર્શન કરીને ધન્યતા અનુભવવાની હોય, તેના બદલે ત્યાં લટકતી પ્લાસ્ટિકની કોથળીઓ જોઈને ભરૂચનું માથું શરમથી ઝૂકી જાય છે. આ હરકત માત્ર પર્યાવરણને જ નુકસાન નથી પહોંચાડી રહી, પરંતુ ભરૂચની શાન સમાન આ કરોડોના બ્રિજની શોભાને પણ કલંકિત કરી રહી છે.

* જે પ્લાસ્ટિક આખી પૃથ્વીનો વિનાશ કરી રહ્યું છે, તેને ધર્મના નામે માં નર્મદાની ગોદમાં પધરાવતી વખતે આવી હલકી પ્રવૃતિ કરનારાઓનો આત્મા કેમ નથી કંપતો❓ લોખંડની જાળીઓ તો વહીવટી તંત્રે ઊંચી કરી દીધી, પણ આપણી આ નીચી માનસિકતાનું શું કરવું❓

* કચરો ફેંકતા પકડાયેલા લોકો પાસેથી માત્ર ૨૦૦ કે ૫૦૦ રૂપિયા નહીં, પણ એટલો મોટો આર્થિક દંડ વસૂલવામાં આવે કે બીજી વાર કચરો ફેંકતા ધ્રુજારી છૂટી જાય.

* અને અંતે એટલું ચોક્કસ કહીશ કે માં નર્મદા આપણી જીવાદોરી છે. જો આપણે તેને સાફ ન રાખી શકીએ, તો તેને ગંદી કરવાનો હક પણ આપણને નથી. તંત્ર તેની ફરજ નિભાવશે, પણ એક નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આવા કચરો ફેંકતા તત્વોને ત્યાં જ રોકીએ અને ટોકીએ. કેમકે રોજ નર્મદા મૈયા બ્રિજ પર બાઇક અને ચાર ચક્રીય વાહનો અધવચ્ચે અટકાવી નર્મદામાં પ્લાસ્ટિકની આખે આખી થેલીઓ જ ફેંકાય રહી છે,તો બીજી તરફ કોવિડ સ્મશાનગૃહ પાસે આવેલ માર્ગ પરથી પણ વાહનચાલકો નર્મદા મૈયા બ્રીજની નીચે આવીને પૂજાપો ભરેલી પ્લાસ્ટિકની આખેઆખી થેલીઓ જ નર્મદામાં રીતસરની ફેંકીને જતા રહે છે.જો આજે આપણે જાગૃત નહીં થઈએ, તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.

ધવલ જે કોરલવાલા...✍🏼
બોલ સે ભરૂચ જાગૃત નાગરિક
ભરૂચ

⚔️સત્યમેવ જયતે⚔️
🇮🇳 જય હિંદ,જય ભારત🇮🇳
🙏🏻જય ગરવી ગુજરાત🙏🏻

કે. જે. પોલીટેકનિક ખાતે ભરૂચમાં મેગા પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું કે. જે. પોલીટેકનિક, ભરૂચના ટ્રેનિંગ એન્ડ ...
07/09/2026

કે. જે. પોલીટેકનિક ખાતે ભરૂચમાં મેગા પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું

કે. જે. પોલીટેકનિક, ભરૂચના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા તા. ૩/૯/૨૦૨૬ ના રોજ મેગા પ્લેસમેન્ટ ડ્રાઈવ યોજાયો.

મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, કેમિકલ, કોમ્પ્યુટર, E&C અને એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ આ ડ્રાઈવમાં L&T હજીરા, Grey Matter Robotics, Techomax, Enlighten, Suyog Elements, SuryaSE Energy સહિત ૧૪ નામાંકિત કંપનીઓએ ભાગ લીધો.

આ ડ્રાઈવ પ્રિન્સિપાલ શ્રી એસ. એમ. મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ TPO શ્રીમતી પી. વી. ગુપ્તા અને ટીમે સફળતાપૂર્વક યોજ્યો હતો.

06/09/2026

ભરૂચના મહારાજ લોકો વચ્ચે આવા નીકળી ગયા છે... તૈયાર છો ને ભરૂચ...

06/09/2026

બંને બહેન નું મિલ જોઈ ભરૂચ ઝુમી ઉઠ્યું.. જય છડી માં

06/09/2026

🚨 ભાવનગર ST ડેપો હત્યા કેસમાં મોટો પોલીસ એક્શન!
સડકછાપ ટપોરીઓ, રોડસાઇડ રોમિયો અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સાવધાન!
કાયદો હાથમાં લેનારાઓ સામે ગુજરાત પોલીસનો કડક સંદેશ—ગુનો કરશો તો કાયદો છોડશે નહીં!
ભાવનગર ST ડેપોમાં કાજલ બારૈયાની હત્યા કેસમાં આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીનું ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.
પોલીસે સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે બન્યો તેની તપાસના ભાગરૂપે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.
⚠️ ગુનેગારો માટે સ્પષ્ટ સંદેશ: કાયદાથી ઉપર કોઈ નથી.

કોઈની મહેનત પર ગુટખાની પિચકારી નહીં…ભરૂચ ભોલાવ રેલવે બ્રિજ પરની સુંદર કલાકૃતિને બચાવીએ!ભરૂચ ભોલાવ ખાતે આવેલ રેલવે બ્રિજ,...
05/09/2026

કોઈની મહેનત પર ગુટખાની પિચકારી નહીં…ભરૂચ ભોલાવ રેલવે બ્રિજ પરની સુંદર કલાકૃતિને બચાવીએ!
ભરૂચ ભોલાવ ખાતે આવેલ રેલવે બ્રિજ, જે **ભૃગુઋષિ બ્રિજ** તરીકે ઓળખાય છે, તેના પર ભરૂચની સંસ્કૃતિ અને ઓળખ દર્શાવતી સુંદર કલાકૃતિઓ બનાવવામાં આવી છે. 🎨

આ કલાકૃતિઓ બ્રિજની સુંદરતામાં વધારો કરે છે અને કલાકારોની મહેનત તથા સર્જનાત્મકતાનું ઉત્તમ ઉદાહરણ છે.

પરંતુ દુઃખની વાત એ છે કે આ પેઇન્ટિંગને હજુ વધારે સમય થયો નથી અને કેટલાક લોકો દ્વારા તેના પર **ગુટખા-માવાની પિચકારીઓ મારીને કલાકૃતિને ખરાબ કરવામાં આવી રહી છે.**

❓ **કોઈની મહેનત અને ભરૂચની સુંદરતા બગાડવી કેટલું યોગ્ય છે?**

આપણું ભરૂચ સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી માત્ર તંત્રની નહીં, પરંતુ **આપણા સૌ નાગરિકોની પણ છે.**

🙏 સૌને વિનંતી છે કે જાહેર સ્થળોની સુંદરતા જાળવવામાં સહયોગ આપો અને આવી રીતે પિચકારી મારતા કોઈને જુઓ તો **જાહેરમાં સમજ આપી આવી હરકત ન કરવા ટકોર કરો.**

📹 જો કોઈ વ્યક્તિ જાહેર સંપત્તિને નુકસાન કરતો જોવા મળે, તો સુરક્ષિત અને કાયદેસર રીતે ઘટનાની જાણ સંબંધિત તંત્રને કરો અથવા અમને માહિતી/વિડિયો મોકલો.

**ભરૂચ આપણું છે… તેની સુંદરતા જાળવવાની જવાબદારી પણ આપણી છે. ❤️**

Address

Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when બોલ સે ભરૂચ, પૂછ સે ભરૂચ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share