Bharuch Police

Call Directions Website Contact the organization

Bharuch Police Bharuch police with you for you always

ગણેશ વિસર્જન દરમ્યાન રૂટ ડાયવર્ઝન અંગે જાહેરનામું:ભરૂચ જિલ્લામાં તા..૨૫/૦૯/૨૦૨૬ નાં રોજ ૦૯:૦૦ કલાકથી ૨૪:૦૦ કલાક દરમ્યાન ...
25/09/2026

ગણેશ વિસર્જન દરમ્યાન રૂટ ડાયવર્ઝન અંગે જાહેરનામું:
ભરૂચ જિલ્લામાં તા..૨૫/૦૯/૨૦૨૬ નાં રોજ ૦૯:૦૦ કલાકથી ૨૪:૦૦ કલાક દરમ્યાન સમગ્ર ભરૂચ શહેર વિસ્તારમાં હિન્દુ સમુદાય દ્વારા ગણપતિજીની વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવનાર છે. જે ગણપતિ વિસર્જન શોભાયાત્રાઓ ભરૂચ શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી નીકળી જે.બી.મોદી પાર્ક, કૃત્રિમ તળાવ, કૂકરવાડા નર્મદા નદી, ભાડભૂત ગામ ખાતે વિસર્જન થનાર છે. જેમાં મોટી મૂર્તિઓ શક્તિનાથ, લીંકરોડ, શ્રવણ ચોકડી થઇ ભાડભુત ખાતે જનાર છે.
જેથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ રૂટ ઉપર તમામ પ્રકારનાં વાહન વ્યવહાર બંધ કરાવવા અંગે જાહેરનામું આ. મુજબ છે.

(૧) કસક ગરનાળા થઇ ધોળીકુઇ ત્રણ રસ્તા થઇ દાંડીયાબજાર થઇ હાજીખાના ત્રણ રસ્તા તરફ જતો રસ્તો.

(૨) હાજીખાના બજાર ત્રણ રસ્તાથી ચકલા-જુના બજાર-પશ્ચિમ ચુનારવાડ-લાલબજાર તરફ જતો રસ્તો.

(3) હાજીખાના ત્રણ રસ્તાથી સોનેરી મહેલથી પાંચબત્તી તરફ જતો રસ્તો

(૪) પાંચબત્તીથી સેવાશ્રમ રોડ-શક્તિનાથ સર્કલ-શ્રવણ ચોકડી તરફ જતો રસ્તો

(૫) BSNL કચેરી - પાંચબત્તી - શાલીમાર ત્રણ રસ્તા - સિવિલ હોસ્પિટલ રોડ - પુનિતનગર સોસાયટી – ગીતાપાર્ક સોસાયટી શક્તિનાથ તરફ જતો રસ્તો.

ગણપતિ વિસર્જનની શોભાયાત્રામાં ગણપતિજીની પ્રતિમા બેસાડેલ/ગોઠવેલ હોય તેવા વાહનોને બંધનકર્તા રહેશે નહિ.
Igp Vadodara Range

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ, ભોલાવ, ભરૂચ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ અભિયાન અંતર્ગત સાયબર ક્રાઈ...
14/09/2026

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ, ભોલાવ, ભરૂચ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ અભિયાન અંતર્ગત સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડી, OTP ફ્રોડ, ફિશિંગ, ફેક લિંક, સોશિયલ મીડિયા પર થતી છેતરપિંડી તેમજ ઓનલાઈન સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સાયબર ક્રાઈમથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અને સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવા અંગે જાગૃત કરવામાં આવેલ.
Igp Vadodara Range

૪૦૦ થી વધુ ડમી સીમકાર્ડ નંબરોના International ખાતેથી WHATSAPP ચાલુ કરી ભારતીય નાગરીકોને ઓનલાઇન ટ્રેડીંગ સ્ટોક માર્કેટ તથ...
12/09/2026

૪૦૦ થી વધુ ડમી સીમકાર્ડ નંબરોના International ખાતેથી WHATSAPP ચાલુ કરી ભારતીય નાગરીકોને ઓનલાઇન ટ્રેડીંગ સ્ટોક માર્કેટ તથા ફોરેક્ષ ટ્રેડિંગ દ્વારા વધુ નફો કમાવવાની લાલચ આપી કુલ રૂપિયા ૪૫,૨૨,૦૦૦/- ની છેતરપિંડીના કેસમાં કુલ ૦૪ આરોપીની ધરપકડ કરતી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ
Igp Vadodara Range

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ભરૂચ દ્વારા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ઝાડેશ્વર, ભરૂચ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનારનું આયોજન...
11/09/2026

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ભરૂચ દ્વારા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ઝાડેશ્વર, ભરૂચ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ શાળાઓમાંથી ઉપસ્થિત થયેલ શિક્ષકોને સાયબર ક્રાઇમના વધતા જતા બનાવો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. સેમિનાર દરમિયાન શિક્ષકોને સોશિયલ મીડિયાનો સુરક્ષિત અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા, અજાણી લિંક પર ક્લિક ન કરવા, અજાણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરવા, શંકાસ્પદ ફોન કોલ તથા મેસેજથી સાવચેત રહેવા તેમજ OTP, પાસવર્ડ અને અંગત માહિતી કોઈ સાથે શેર ન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.
Cyber Centre of Excellence

બકરા ચોરી કરતી સંગઠિત ગેંગને ચોરી કરતાં રંગે હાથ ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસIgp Vadodara Range
08/09/2026

બકરા ચોરી કરતી સંગઠિત ગેંગને ચોરી કરતાં રંગે હાથ ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ
Igp Vadodara Range

આંતરરાજ્ય "ત્રિચી ગેંગ" ના ત્રણ સાગરીતોને ઝડપી પાડી વિવિધ જિલ્લામાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અંકલેશ્વર શહેર “એ” ડિવ...
08/09/2026

આંતરરાજ્ય "ત્રિચી ગેંગ" ના ત્રણ સાગરીતોને ઝડપી પાડી વિવિધ જિલ્લામાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ
Igp Vadodara Range

ભરુચ ABC સર્કલ પાસેથી ક્રેટા ગાડીમાંથી પ્રતિબંધીત ભારતીય બનાવટના વિદેશીના દારુ ના બોક્ષ નંગ-૬૬ સહિત કુલ ₹ ૯,૨૧,૬૨૮/- ના ...
08/09/2026

ભરુચ ABC સર્કલ પાસેથી ક્રેટા ગાડીમાંથી પ્રતિબંધીત ભારતીય બનાવટના વિદેશીના દારુ ના બોક્ષ નંગ-૬૬ સહિત કુલ ₹ ૯,૨૧,૬૨૮/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
Igp Vadodara Range

જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસIgp Vadodara Range
06/09/2026

જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ
Igp Vadodara Range

ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરસાડ ગામે કપાસ અને શેરડીના ખેતરના શેઢા ઉપર ખુલ્લી જગ્યામાં પત્તાપાના વડે હારજીતનો જ...
05/09/2026

ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરસાડ ગામે કપાસ અને શેરડીના ખેતરના શેઢા ઉપર ખુલ્લી જગ્યામાં પત્તાપાના વડે હારજીતનો જુગાર રમતા પાંચ આરોપીઓને રોકડા રૂપિયા તથા જુગાર રમવાના સાધનો સહીત કુલ કિંમત રૂપિયા ૨૯,૩૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
Igp Vadodara Range

અંક્લેશ્વર GIDC પો.સ્ટે. વિસ્તારમાં સારંગપુર ગામે વણઝારા વાસમાં આવેલ ભગવાનભાઈ દલજી વાણઝારા નાઓના મકાનના ધાબા ઉપર જુગાર ર...
05/09/2026

અંક્લેશ્વર GIDC પો.સ્ટે. વિસ્તારમાં સારંગપુર ગામે વણઝારા વાસમાં આવેલ ભગવાનભાઈ દલજી વાણઝારા નાઓના મકાનના ધાબા ઉપર જુગાર રમતા પાંચ આરોપીને કુલ કિં.રૂ. ૮૮,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
Igp Vadodara Range

Address

SP Office, Kali Talavadi, Civil Lines Road
Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when Bharuch Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bharuch Police:

Shortcuts

Share