07/02/2021
#𝐊𝐢𝐬𝐚𝐧𝐀𝐧𝐝𝐨𝐥𝐚𝐧- 7th 𝐅𝐞𝐛. 𝐃𝐚𝐲 𝟕5-𝐓𝐡𝐞 𝐃𝐚𝐢𝐥𝐲 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬:-
1. ભારતભરમાં મહાપાંચાયતો યોજવામાં આવી રહી છે : દરેક મહાપંચાયતમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લઇ રહ્યા છે.
2. ચર્ખી દાદરી ખાતે 3 ખેડૂત વિરોધી કાયદા સામે મહાપંચાયતમાં અંદાજે 1 લાખ ખેડુતોએ ભાગ લીધો હતો. અન્ય મહાપંચાયતો મેવાત અને અમરોહમાં પણ યોજાઇ હતી.
3. શહીદ ભગતસિંહની ભત્રીજી ગાઝીપુર બોર્ડર પર પહોંચી છે અને તેઓ ખેડૂતો પ્રતિ સમર્થન વ્યક્ત કર્યું. તેમણે કહ્યું હતું કે નદીપ કૌરને જામીન ન આપવી એ મહિલાઓ અને નીચલી જાતિઓ સામે ગુનો છે.
4. નૌદીપ, દલિત અને મજૂર અધિકાર કાર્યકર્તાને 12 મી જાન્યુઆરીએ કુંડલીથી ધરપકડ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું છે કે પોલીસ કસ્ટડીમાં તેની પર યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તેની જમાનત ન અપાવા માટે લોકોમાં ભારે રોષ છે.
5. રજા પર આવેલા એક સૈનિક સીધા તેના પિતાને દિલ્હીની સરહદ પર મળવા આવ્યો હતો. તેના પિતા છેલ્લા 75 દિવસથી કડાકાની ઠંડીમાં નવા ખેડૂત વિરોધી કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. તે જોતા સૈનિક ની આંખ માં આંસુ આવી ગયા.
6. ચંદીગઢ ના લોકો, મોટાભાગે યુવાનો, 6 મી ફેબ્રુઆરીએ મીણબત્તીઓ સાથે રસ્તા પર ઉભા હતા.
7. કેનેડાના એક ટ્રેડ યુનિયન યુનિફોરે ખેડુતો સાથે સમર્થન વ્યક્ત કર્યું છે.
8. ત્રણ ખેડૂતો વિરોધી કાયદાઓનો વિરોધ કરી રહેલા લોકોને કાયદાકીય નોટિસ ફટકારવાના જવાબમાં, સંયુક્ત કિસાન મોરચાએ સંરક્ષણ અને પોલીસ દળમાં ફરજ બજાવતા તેમના સંબંધીઓની તસવીરો સાથે ખેડૂતોને પોસ્ટ કરવાનું કહ્યું છે.
9. હરિયાણાના અનેક જિલ્લાઓમાં અંબાલા, કુરુક્ષેત્ર, કરનાલ, સિરસા, જીંદ, ફતેહાબાદ, પાણીપત, સોનીપત, ઝજ્જર અને રોહતક સહિતનાં ગામોએ શાસક જોડાણ - ભાજપ જેજેપી નેતાઓનું સ્વાગત નથી તેમ કેહતા બેનરો લગાવ્યા છે.
10. હરિયાણાના જીંદના એક ખેડૂત, જે કેન્દ્રના ખેતી કાયદા વિરુદ્ધ આંદોલનને ટેકો આપી રહ્યા હતા, તેણે ટીકરી સરહદ વિરોધ સ્થળથી માત્ર બે કિલોમીટર દૂર એક ઝાડથી પોતાને લટકાવી લીધો, એમ પોલીસે જણાવ્યું હતું. 52 વર્ષીય ખેડૂતે ખેડૂત આંદોલન અંગે મોદી સરકારની નિષ્ક્રિયતાને દોષી ઠેરવી એક સુસાઇડ નોટ છોડી દીધી હતી.