Anil Asari

Anil Asari Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Anil Asari, Political organisation, Bhiloda.

19/11/2022
12/03/2022
આ સદીના મહાન વૈજ્ઞાનિક એવા.... #પ્રોફેસર_સ્ટીફન_હૉકિંગ કે જેઓ પૃથ્વીની માનવસભ્યતાને બ્રહ્માંડના કોઈ નવા ગ્રહ પર લઈ જવા અ...
14/03/2018

આ સદીના મહાન વૈજ્ઞાનિક એવા....
#પ્રોફેસર_સ્ટીફન_હૉકિંગ કે જેઓ પૃથ્વીની માનવસભ્યતાને બ્રહ્માંડના કોઈ નવા ગ્રહ પર લઈ જવા અંગેની ખૂબ ઊંડો અભ્યાસ અને સંશોધન કર્યું હતું..
તેઓ આજે આ ગ્રહ અને દેહ છોડી ચુક્યા છે,ત્યારે વિજ્ઞાન જગતને તેમની ખોટ સદાના માટે રહેશે...
😢😢🙏🙏

હોલિકા દહન સાથે......શેકાયેલા નારીયેળ,હાયડા, પતાશા અને ધાણીભરી શુભેચ્છાઓ.....
01/03/2018

હોલિકા દહન સાથે......
શેકાયેલા નારીયેળ,હાયડા, પતાશા અને ધાણીભરી શુભેચ્છાઓ.....

જન્મદિવસની શુભેચ્છા અમદાવાદ .......... !!!😘
26/02/2018

જન્મદિવસની શુભેચ્છા અમદાવાદ .......... !!!😘

દેશના કરોડો દિલોની ધડકન બનેલી નામાંકિત ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીનું હૃદયરોગના હુમલાના કારણે આકસ્મિક નિધન....😢સિનેમા જગતમા...
25/02/2018

દેશના કરોડો દિલોની ધડકન બનેલી નામાંકિત ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીનું હૃદયરોગના હુમલાના કારણે આકસ્મિક નિધન....😢
સિનેમા જગતમાં પોતાની બેમિસાલ અદાકારીથી ચાર દશક સુધી પ્રેક્ષકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપીને પોતાનું નામ સુવર્ણ અક્ષરે જડી દીધેલું છે.....
૫૪ વર્ષની ઉંમરે અબુધાબીમાં હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું છે ત્યારે...
સીને જગત અને દેશે એક ઉમદા અદાકારા ગુમાવી છે
😢😢
હાર્દિક શ્રદ્ધાંજલિ.....💐💐

જુઓ, ઈડરીયો ગઢ ધ્વસ્ત કરાઈ રહ્યો છે ! / મનહર જમીલ .........................................................................
22/02/2018

જુઓ, ઈડરીયો ગઢ ધ્વસ્ત કરાઈ રહ્યો છે ! / મનહર જમીલ ................................................................................
વીશ્વ પ્રસીદ્ધ પ્રાચીન, ઐતીહાસીક, ધાર્મીક, સાહીત્યીક, સાંસ્કૃતીક અને પ્રાકૃતીક વારસા સમો મહાવીજેતા ઈડરીયો ગઢ આજે ખુદ જ હારી રહ્યો છે ! ખાણ-ખનીજ માફીયાઓ, રાજકારણીઓ અને અધીકારીઓની સંગઠીત ડાકુ ગેંગ ગઢની શીલાઓના ભુક્કા બોલાવીને, એને વેચીને પોતાનાં ખીસ્સાં તગડાં કરી રહી છે ! એમનો વીરોધ કરી રહેલા ની:સ્વાર્થ આંદોલનકારીઓને જેલોમાં પુરાઈ રહ્યા છે ! હાલાત નાકાબીલે બર્દાશ્ત છે !
ઈડરીયા ગઢને બચાવવા આજથી આંદોલન આરંભાઈ રહ્યું છે ! કમ સે કમ આપણી આવનારી પેઢીઓને એ ગઢ બતાવવાના સ્વાર્થ પુરતા પણ આપણે આંદોલનકારીઓ પ્રત્યે હમદર્દી બતાવીએ ! એમને સાથ, સહકાર, સમર્થન, ટેકો અને હુંફ આપીએ ! નહીં તો આપણી ભાવી પેઢીઓ આપણને કાયર અને બાયલા કહેશે !

~ મનહર જમીલ

ફોટો સૌજન્ય-ગુજરાત સમાચાર(સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા આવૃત્તી)પાન-1/તા.22-02-2018

(હજુ પણ પ્રકૃતિની ચિંતા નહીં કરીએ તો....આ પ્રકૃતિનું નિકંદન જ આપણા સૌની સામુહિક ચિતાઓનું કારણ બનતા વધુ સમય નહીં લાગે)

બોલીવુડની એક યાદગાર ઇનિંગ....😢अपना तो एक ही उसूल है...जियो तो अपने लिए, सोचो तो दूसरों के लिए.....(एक और एक ग्यारह)💐💐💐💐💐
05/12/2017

બોલીવુડની એક યાદગાર ઇનિંગ....😢

अपना तो एक ही उसूल है...जियो तो अपने लिए, सोचो तो दूसरों के लिए.....
(एक और एक ग्यारह)
💐💐💐💐💐

અખંડ ભારતના પૂર્વ વડાપ્રધાન અને આયર્ન લેડી તરીકે ઓળખાતા ઈન્દિરા ગાંધીની આજે ૩૩ મી પૂણ્યતિથી છે.૧૯૮૪માં આજનાં જ દિવસે તેમ...
31/10/2017

અખંડ ભારતના પૂર્વ વડાપ્રધાન અને આયર્ન લેડી તરીકે ઓળખાતા ઈન્દિરા ગાંધીની આજે ૩૩ મી પૂણ્યતિથી છે.

૧૯૮૪માં આજનાં જ દિવસે તેમના જ અંગરક્ષકો દ્વારા તેઓને ગોળીઓથી વિંધી નાખવામાં આવ્યા હતા.
અને એ દુઃખદ ઘટના સાથે જ માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ આજના એ ગોઝારા દિવસે એક જાજરમાન સ્ત્રીનું નેતૃત્વ ગુમાવ્યું હતું.....

એવા આયર્ન લેડી સ્વ.ઇન્દિરા ગાંધીને નતમસ્તક નમન.....🙏🙏🙏🙏

એક સંપૂર્ણ સમર્પિત સિપાઈ એવા અનોખા સરદાર... જેમનાં વિચાર, વાણી, વર્તન અને વ્યવહારથી ઈતિહાસ સ્વયંમ ઋણી બન્યો...એવા ૧૮૭૫ની...
31/10/2017

એક સંપૂર્ણ સમર્પિત સિપાઈ એવા અનોખા સરદાર... જેમનાં વિચાર, વાણી, વર્તન અને વ્યવહારથી ઈતિહાસ સ્વયંમ ઋણી બન્યો...
એવા ૧૮૭૫ની ૩૧મી ઓકટોબરે જન્મેલા મહાપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૨ મી જન્મજયંતી નિમિત્તે હૃદયથી વંદન......🙏🙏🙏

ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુએ સંસદમાં ફેંકેલા ચોપાનિયામાં દાસ કેપિટલના મૂળભૂત સિદ્ધાંતો અને સામ્યવાદી ઢંઢેરાના મુખ્ય બાબતો...
28/09/2017

ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુએ સંસદમાં ફેંકેલા ચોપાનિયામાં દાસ કેપિટલના મૂળભૂત સિદ્ધાંતો અને સામ્યવાદી ઢંઢેરાના મુખ્ય બાબતો હતી. તેમાં લખ્યું હતું કે.....
"જ્યાં સુધી એક મનુષ્ય બીજા મનુષ્યનું અને એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રનું શોષણ બંધ નહીં કરે, ત્યાં સુધી માનવતાને તેની સાથે સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો નહીં મળે.”

ઉપરાંત ભગતસિંહ કહેતા કે સરકાર કે શાસન બદલવાથી કોઈ ફરક પડવાનો નથી, હકીકતમાં વ્યવસ્થા બદલવાની જરૂર છે.
આ ચોપાનિયામાં વધુમાં લખ્યું હતું કે....
" દુનિયા એક વખત મૂડીવાદના સંકજામાંથી અને સામ્રાજ્યવાદી યુદ્ધના વિનાશમાંથી મુક્ત થઈ જશે પછી જ માનવતા ખરા અર્થમાં ખીલી શકશે."

સમગ્ર માનવજાતનું હિત ઇરછતા અને દેશ માટે ભર યુવાનીમાં પોતાના જીવની આહુતિ આપનાર વીર ક્રાંતિકારી ભગતસિંહને જન્મ જયંતિના કોટી કોટી વંદન.....🙏🙏🙏🙏

Address

Bhiloda
383245

Opening Hours

Monday 8am - 8:30pm
Tuesday 8am - 8:30pm
Wednesday 8am - 8:30pm
Thursday 8am - 8:30pm
Friday 8am - 8:30pm
Saturday 8am - 8:30pm
Sunday 8am - 8pm

Telephone

9429624562

Website

Alerts

Be the first to know and let us send you an email when Anil Asari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share