KUTCH SETU

KUTCH SETU Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from KUTCH SETU, Social service, Bhuj.

ગુજરાત તેમજ દેશમાંથી સાત લાખથી વધુપ્રવાસીઓએ ભુજના રક્ષકવનની મુલાકાત લીધી૦૦૦૦ગુજરાત સરકારના વન વિભાગે માધાપર ગામની વીરાંગ...
24/08/2024

ગુજરાત તેમજ દેશમાંથી સાત લાખથી વધુ

પ્રવાસીઓએ ભુજના રક્ષકવનની મુલાકાત લીધી

૦૦૦૦

ગુજરાત સરકારના વન વિભાગે માધાપર ગામની વીરાંગનાઓના અદમ્ય સાહસને

બિરદાવતી થીમ ઉપર કચ્છમાં રક્ષકવનનું કર્યું છે નિર્માણ

૦૦૦૦

કચ્છનું ‘રક્ષક વન’ જિલ્લાની ગૌરવશાળી વીરાંગનાઓની અમર શૌર્યગાથા અને

ભારતીય જવાનોની બહાદૂરીને છે સમર્પિત

૦૦૦૦

વન વિભાગ દ્વારા નિર્મિત કચ્છનું ‘રક્ષકવન’ યુવાનોને

સેનાની વિવિધ પાંખોમાં જોડાવા પ્રેરણા પુરી પાડે છે

૦૦૦૦

રક્ષકવન બનાવીને કચ્છની સ્થાનિક વનસ્પતિઓના સંર્વધન અને પર્યાવરણના જતનનું કામ ગુજરાત સરકારે

કર્યું છે – સુરેશભાઈ છાંગા, કુનરિયા ઉપ સરપંચ, કચ્છ

૦૦૦૦

ભુજ, શુક્રવાર:

ભારતીય સંસ્કૃતિના વેદો, પુરાણો, ઉપનિષદો જેવા પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેના સંબંધોનો નિર્દેશ જોવા મળે છે. ગુજરાત સરકારના વન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ થીમ આધારિત વનોનું નિર્માણ કર્યું છે. સામાજિક વનીકરણ ક્ષેત્રે લોકોમાં જાગૃતતા આવે તે ઉમદા હેતુસર કચ્છ જિલ્લાના ભુજથી ખાવડા રોડ ઉપર વિશાળ વિસ્તારમાં રક્ષકવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં ગુજરાત રાજ્યનું ૧૮મું સાંસ્કૃતિક વન ભુજ તાલુકાના સરસપર નજીક વર્ષ ૨૦૧૮માં બનાવવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં વિસ્તાર દ્રષ્ટિએ તમામ વનોમાં અગ્રેસર વિસ્તાર ધરાવતું રક્ષકવન ૯.૧૫ હેક્ટરમાં ફેલાયેલું છે. રૂદ્રાણી માતા ડેમનો વિસ્તાર આ વનને એક અનન્ય પ્રાકૃતિક વાતાવરણ પુરું પાડે છે.

કચ્છ જિલ્લો રાજ્ય સરકારના વિઝનના લીધે આજે પ્રવાસન અને ઔદ્યોગિક હબ બનીને ઊભરી આવ્યો છે ત્યારે જિલ્લામાં આવતા પ્રવાસીઓ રક્ષકવનની જરૂરથી મુલાકાત લે છે. જીવનના જોખમે પણ દેશ સેવા કાજે પીછેહટ નહીં કરવાના વીરાંગનાઓના અદમ્ય સાહસની કથા સાંભળીને મુલાકાતીઓ દેશદાઝની પ્રેરણા લઈને જાય છે. રક્ષકવનની અત્યારસુધીમાં સાત લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ગુજરાત સરકારના સામાજિક વનીકરણના પ્રયાસો અને દેશદાઝની ભાવનાને બિરદાવતું રક્ષકવન કચ્છ જિલ્લામાં આવતા મુલાકાતીઓ માટે એક પ્રવાસનનું સ્થળ બનીને ઊભરી આવ્યું છે.

કચ્છનું રક્ષકવન સ્વતંત્ર ભારતની ગૌરવશાળી વીરાંગનાઓની અમર શૌર્યગાથાને સમર્પિત છે. ભુજ એરફોર્સ સ્ટેશન ઉપર ડિસેમ્બર-૧૯૭૧માં દુશ્મન દેશના વિમાનોએ હુમલો કરીને રનવેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. દુશ્મનને વળતો પ્રહાર કરવા રનવેને તાત્કાલિક રિપેર કરવો ખૂબ જ જરૂરી હતો. રાષ્ટ્ર પર આવી પડેલી આ આફત સમયે કચ્છના માધાપર ગામે મદદ માગતા ૩૦૦થી વધુ વીરાંગનાઓ અને વીરપુરૂષોએ પોતાના જીવની પરવા કર્યા વિના શ્રમદાન કરીને એરફોર્સના રનવેને રાતોરાત રિપેર કર્યો હતો. રનવે રિપેર થઈ જતા ભારતીય વિમાનો પોતાની પૂર્ણ ક્ષમતાથી લડાઈના મોરચે ઉતરી શક્યા હતા અને દુશ્મનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. દુશ્મન દેશના વિમાનોના અવાજો અને મોતની પરવા કર્યા વિના દેશ માટે ઉત્તમ સાહસનો પરિચય કચ્છના માધાપર ગામની વીરાંગનાઓ સહિત ગ્રામજનોએ આપ્યો હતો. માધાપરની વીરાંગનાઓના અદમ્ય સાહસની થીમ સાથે આ વનને ‘રક્ષકવન’ નામ આપવામાં આવ્યું હતું. અહીં ભારતીય સેનાની વિવિધ પાંખોમાં જોડાવવા માટે યુવાનોને પ્રેરણા મળી એવું નિર્દશન કરવામાં આવ્યું છે.

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુનરિયા ગામના ઉપસરપંચશ્રી સુરેશભાઈ છાંગા જણાવે છે કે, રક્ષકવન બનાવીને કચ્છની સ્થાનિક વનસ્પતિઓના સંર્વધન અને પર્યાવરણના જતનનું કામ ગુજરાત સરકારે કર્યું છે. આ વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને તેના લીધે આજુબાજુના લોકોને રોજગારી પણ ઉપલબ્ધ થઈ છે.



રક્ષકવનની વિવિધ ખાસિયતો :

o વોલ મ્યૂરલમાં કચ્છની માધાપરની વીરાંગનાઓ સાહસ અને ભારતીય સંરક્ષણ દળોની માહિતી

o કચ્છની સંસ્કૃતિની ગાથા દર્શાવતા બેનર્સ, શિલ્પો, મ્યૂરલ સહિત ભૂંગાઓના માધ્યમથી સ્થાનિક રીતિરિવાજોનો પરિચય

o કચ્છના સ્થાનિક વન્યજીવોની રોચક માહિતી મળી રહે તે માટે બેનર્સ અને મ્યૂરલ્સ

o ગુજરાત સરકાર અને વન વિભાગના જનકલ્યાણકાર્યોની માહિતી

o રક્ષકવનની અંદર નક્ષત્ર વન, દેવ વન, રાશિ વન, આરોગ્ય વન, ખજુરી વન, નાળિયેરી વન દ્વારા વૃક્ષોની વિવિધ પ્રજાતિઓ અને તેના દૈનિક જીવનમાં મહત્વ અંગે વિશેની રોચક જાણકારી

o સીનિયર સિટિઝન માટે રેમ્પ અને બાળકો માટે પ્લે એરિયા સહિતની સુવિધા ઉપલબ્ધ છે.

o કૃત્રિમ તળાવોના નિર્માણ થકી ટપક તેમજ ફૂવારા પદ્ધતિથી વૃક્ષોને પાણી આપવાની વ્યવસ્થા

कारगिल विजय दिवस के अवसर पर, हम सभी शहीद सैनिकों को श्रद्धांजलि अर्पित करते हैं, जिन्होंने अपने प्राणों की क़ीमत पर भारत...
26/07/2023

कारगिल विजय दिवस के अवसर पर, हम सभी शहीद सैनिकों को श्रद्धांजलि अर्पित करते हैं, जिन्होंने अपने प्राणों की क़ीमत पर भारतीय ध्वज को गर्व से लहराया। हमारी सेना ने देश की सर्वोच्च शौर्य और वीरता का प्रतीक प्रस्तुत किया। जय हिंद! 🇮🇳

21/06/2023
ગૃહમંત્રીશ્રી અમિત શાહ, ઓખા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગના ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે.  આ કાર્યક્રમ અંતર્ગત કચ...
19/05/2023

ગૃહમંત્રીશ્રી અમિત શાહ, ઓખા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગના ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના જખૌ તટ પર આવેલી BSFની ૦૫ કોસ્ટલ આઉટપોસ્ટનું તેમજ સરક્રીક વિસ્તારમાં લખપતવારી ખાતેના એક OP ટાવરનું પણ ઈ-ઉદઘાટન કરશે.

નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગ (NACP) ની સ્થાપના ૦૯ કોસ્ટલ રાજ્યો, ૦૫ કેન્દ્રશાસિત પ્રદેશોમાં તટીય પોલીસ અને કેન્દ્રીય પોલીસ દળોને સઘન અને ઉચ્ચ સ્તરીય તાલીમ આપવા માટે કરવામાં આવી છે. ભારત સરકારે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતમ ટેકનોલોજી અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓ સાથે NACPને વિકસાવવા માટે રૂ. ૪૪૧ કરોડ મંજૂર કર્યા છે જે દરિયાકાંઠાની સરહદોની સુરક્ષા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. કચ્છ જિલ્લામાં મેડીથી જખૌ દરિયા કિનારા સુધી રૂ. ૧૬૪ કરોડના ખર્ચે બાંધવામાં આવેલી ૧૮ કોસ્ટલ આઉટપોસ્ટ પૈકીની ૦૫ કોસ્ટલ આઉટપોસ્ટનું ઈ-ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત સરક્રીકમાં લખપતવારી બેટ ખાતેનો ઓપી ટાવર BSF ટુકડીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરશે. NACP, ઓખા ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને ડીજી, BSF પણ ઉપસ્થિત રહેશે.

Khadir..
19/05/2023

Khadir..

18/05/2023
04/04/2023

भगवान महावीर की जयंती पर कोटि-कोटि नमन।

કુંજ - Common Craneઆ યાયાવર પક્ષી થોળ અને નળ સરોવર જેવી રામસર સાઇટ ખાતે શિયાળો ગાળવા આવતાં હોય છે. આ ઉપરાંત, કચ્છમાં છાર...
09/10/2022

કુંજ - Common Crane

આ યાયાવર પક્ષી થોળ અને નળ સરોવર જેવી રામસર સાઇટ ખાતે શિયાળો ગાળવા આવતાં હોય છે. આ ઉપરાંત, કચ્છમાં છારીઢંઢ રિઝર્વ, વેળાવદરના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ પરીએજ પક્ષી અભયારણ્ય ખાતે પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.

Address

Bhuj

Website

Alerts

Be the first to know and let us send you an email when KUTCH SETU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category