શ્રી પાલ પરગણા વણકર સમાજ સંગઠન

શ્રી પાલ પરગણા વણકર સમાજ સંગઠન શ્રી પાંચસો પાલ પરગણા વણકર સમાજનું Official page.
દાહોદ-પંચમહાલ

🙏🙏
12/01/2025

🙏🙏

🙏🙏
12/01/2025

🙏🙏

02/01/2025
ગાંધીજીએ ૧૯૧૮ માં ખાદીને સ્વતંત્ર સંગ્રામનુ એક હથીયાર બનાવ્યાનુ ઇતિહાસમાં નોંધાય છે. અમરેલીના વણકર જ્ઞાતિના શ્રી રામજીભા...
30/09/2024

ગાંધીજીએ ૧૯૧૮ માં ખાદીને સ્વતંત્ર સંગ્રામનુ એક હથીયાર બનાવ્યાનુ ઇતિહાસમાં નોંધાય છે. અમરેલીના વણકર જ્ઞાતિના શ્રી રામજીભાઇ બઢીયાને તેઓએ સાબરમતી આશ્રમમાં લાવીને વસાવ્યા જયાં રામજીભાઇએ ગાંધીજીને વણાટ કામ શીખવ્યુ. અને ગાંધીજી રેટીયો કાંતતા થયા. બીજી ઓકટોબરે દેશભરમાં તેઓના જન્મદિવસની ઉજવણી થતી હતી. ગાંધીજીએ સ્વદેશીનો મંત્ર આપ્યો હતો અને તેમના અનુયાયીઓએ નક્કિ કર્યુ કે બીજી ઓકટોબરે ખુબ મોટા પ્રમાણમાં સ્વદેશી ખાદીનો વેચાણ – પ્રચાર કરીને ગાંધીજીનો જન્મદિવસ ઉજવવો. હવે આટલા મોટા પ્રમાણમાં તે દિવસે ખાદી મળી રહે તે માટે થઈને બીજી ઓકટોબરના આગલા દિવસે એટલે કે પહેલી ઓકટોબરે ગાંધીજીના અનુયાયીઓ સાબરમતી આશ્રમમાં બધુ કામ પડતુ મુકિ ફકત અને ફકત રેટીયો કાંતવાનુ કરતા. તેઓ આ રીતે દર પહેલી ઓકટોબરને વણાટ દિવસ તરીકે જાહેર કર્યો. અને પહેલી ઓકટોબરે ફકત અને ફક્ત રેંટીયો કાંતવાનુ અને તે દિવસે બનેલ બધી સ્વદેશી ખાદીની વસ્તુઓને બીજા દિવસે વેચી ગાંધીજીનો જન્મદિવસ ઉજવવાનો. આઝાદીની લડતના અનુસંધાને અંગ્રેજોના વિદેશી કાપડને ટક્કર આપવા સ્વદેશી ચળવળના અંતર્ગતની આ પ્રથા લગભગ ૧૯૪૭ સુધી ધમધોકાર ચાલુ રહિ. ત્યાર બાદ ગાંધીજી – કોંગ્રેસ સાથે સંકળાયેલ આશ્રમના વણકર બંધુઓએ દર પહેલી ઓકટોબરને વણાટ દિવસ – વણકર દિવસ તરીકે ઉજવવાનો ચાલુ રાખ્યો. છેલ્લા છેલ્લા સ્વ. મુળદાસ વૈશ્યએ ૧૯૫૪-૫૫ માં સાબરમતી આશ્રમમાં જઈને પહેલી ઓકટોબરે વણાટ – વણકર દિવસ ઉજવવાનુ કર્યાનુ એક છાપાની નાનકડી સમાચારમાં છે. આપણા સમાજના એક અભ્યાસુ વડિલ જેઓ હાલ હયાત નથી તેઓ પાસે આ બાબતની નોંધ હતી પરંતુ જેમ આપણા દલિત સમાજમાં બને છે તેમ આપણે ઐતિહાસીક વારસો સાચવી નથી શક્યા તેમ સ્વતંત્ર લડતની આ અગત્યની બાબત દર પહેલી ઓકટોબરે વણાટ દિવસ – વણકર દિવસની ઉજવણી અંગે આ બાબતની ઐતિહાસીક નોંધ નથી. તેમ છતાં આપણા વડિલોની વારસાગત જણાવેલ બાબતોના આધારે આપણે છેલ્લા કેટલાક વર્ષોથી દર પહેલી ઓકટોબરે વણકર દિવસની ઉજવણી કરવાનુ શરુ કરેલ છે તે ઘણી જ સારી બાબત છે. બાબાસાહેબ પણ કહ્યુ છે કે જે સમાજ પોતાનો ઇતિહાસ જાણતો નથી તે પોતાનો ઇતિહાસ બનાવી શકતો નથી. આપણા વણકરસમાજે પણ તેનો વિસરાયેલો અને આવો ગૌરવપ્રદ ઇતિહાસ પુનઃજીવીત કરવો રહ્યો… જય વીર માયા.

Address

Devgadh Bariya
389130

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી પાલ પરગણા વણકર સમાજ સંગઠન posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category