25/08/2023
જય જોહાર
આજરોજ *તા25/8/2023 ના દિને ધરમપુર તાલુકા ના નડગધરી જાગીરી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ન લોક સભા ન વિધાન સભા સબસે ઉપર ગ્રામ સભા એ પુરવાર થયું અને ફોરેસ્ટ વિભાગની પ્લાન્ટેસન કરવા ની કામગીરી બાબતે ખાસ રૂઢિ ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું*
*અને રૂઢિગ્રામ સભા દ્વારા ગામના હિત માં વિવિધ ઠરાવો કરવામાં આવ્યા*
*અને કહેવામાં આવ્યું કે આદિવાસી ઓ વર્ષો થી જળ જંલગ અને જમીન નું રક્ષણ કર્તા આવ્યા છીએ અને 5 મી અનુસૂચિ વિસ્તાર માં જળ જંગલ જમીન નો માલિક આદિવસી છે આ ફોરેસ્ટ વિભાગ દ્વારા જે આદિવસી ઓ ખેતી કરીને ગુજરાન ચલાવે છે ત્યાં પ્લાન્ટસન કરવાની વાત કરે છે એ અમને સ્વીકાર્ય નથી અને જે બાબતે ફોરેસ્ટ ના અધિકારીશ્રી ઓ દ્વારા પણ ગ્રામ સભામાં લેવામાં આવેલ તમામ નિર્ણયો (ઠરાવો) માન્ય રાખવામાં આવ્યા*
*જ્યાં મોટી સંખ્યા માં ગામના લોકો,સભાના અધ્યક્ષ ગામના સરપંચશ્રી ચિંતી બેન વાંસદા અને ચીખલી ના ધારાસભ્ય શ્રી અનંત પટેલ મહારૂઢિ ગ્રામ સભા ના અધ્યક્ષ રમેશ પટેલ, પાર તાપી રિવરલિંક પ્રોજેકટ સંઘર્ષ સમિતિ પ્રમુખશ્રી બારકું ભાઈ,બોપી ગામના માજી સરપંચશ્રી નવસુ ભાઈ,વાંકલ ગામના રાકેશભાઈ,ધર્મેશ ભાઈ અને સમાજ ની હક અને અધિકાર ની લડાઈ લડતા યોદ્ધાઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા*
*સાથે સહકાર આપનાર મીડિયાના તમામ મિત્રો,પોલીસ સ્ટાફ ના તમામ મિત્રો,ફોરેસ્ટ વિભાગ ના તમામ મિત્રો નો આભાર*