Kumar Shala No.4 - Dholka

Kumar Shala No.4 - Dholka Government Primary School

ધોરણ ૮ : પ્રાથમિક શિક્ષણ દીક્ષાંત પર્વ (વિદાય)બેચ વર્ષ : ૨૦૨૪-૨૫વર્ગ શિક્ષક  : શ્રી મીનાક્ષી બહેન અને શ્રી વિજયભાઈશાળા :...
24/03/2025

ધોરણ ૮ : પ્રાથમિક શિક્ષણ દીક્ષાંત પર્વ (વિદાય)
બેચ વર્ષ : ૨૦૨૪-૨૫
વર્ગ શિક્ષક : શ્રી મીનાક્ષી બહેન અને શ્રી વિજયભાઈ
શાળા : કુમાર શાળા નં.૪, ધોળકા

આજે ૨૧/૦૩/૨૦૨૫, શુક્રવારના રોજ શાળા ખાતે ધો.૮ના વિધાર્થીઓનો પ્રાથમિક શિક્ષણ દીક્ષાંત પર્વ ઉજવ્યો.

ધો.૮ ના વિધાર્થીઓનો શાળા પ્રત્યે ઋણાનુબંધ,
શાળાનો વિધાર્થીઓ પ્રત્યે વ્હાલ અને લાગણીઓ,
શાળા અને વિધાર્થીઓની પરસ્પર સંકળાયેલી વાતોનો ખજાનો,

વિધાર્થીઓની સ્વનિર્મિત વિદાય ગીતની રજૂઆત,
વિદાય સંદર્ભે વિધાર્થી પ્રવચન,
વિધાર્થીઓના ભાવ પ્રતિભાવ,

કિંજલબેનનું સભા સંચાલન,
રશ્મિકાબેનની ફૂલોની રંગોળી,
દક્ષાબેન-પારૂલબેનનું ગ્રીન બોર્ડ ડેકોરેશન,
કુસુમબેન - સમીમબેનનું સ્ટેજ ડેકોરેશન,
તૃપ્તિબેન-મીનાક્ષીબેનનું વિદાય ગ્રીન બોર્ડ ડેકોરેશન
શ્વેતકેતુભાઈની ફોટોગ્રાફી,
વિજયભાઈનું શિસ્ત સંચાલન,
કુમુદબેનની ભોજનની વ્યવસ્થા ખૂબ ઉત્તમ રહ્યા અને અમારી શાળાના આચાર્યશ્રી હેમંતભાઈનો 360°ડિગ્રી હોલિસ્ટિક એપ્રોચ...(The Perfect Picture for School)

વિધાર્થીઓને શાળા તરફથી પરીક્ષા માટે પારદર્શક Writing Pad અને સીઆરસી સંજયભાઈ દ્વારા પેન ભેટ આપવામાં આવી.
વિધાર્થીઓએ શાળાને શાળાનું ઋણાનુબંધ 6 દેશ નેતાના ફોટો શાળાને ભેટમાં આપીને વ્યક્ત કર્યું.

એક સારા ભાવાવરણ અને વિધાર્થીઓને ઉત્તમ શિક્ષણ અનુભવો અને માર્ગદર્શન આપ્યાનો રાજીપો...

Happy Faces~Happy Student~Happy School








શ્રી શક્તિ...કુમાર શાળા નં.૪ ધોળકાની શ્રી શક્તિને વંદન !!!Happy Women's Day
08/03/2025

શ્રી શક્તિ...

કુમાર શાળા નં.૪ ધોળકાની શ્રી શક્તિને વંદન !!!

Happy Women's Day





~Learn Beyond Classrooms...!Bagless Days.બેગલેસ ડે અંતર્ગત કુમાર શાળા નં.૪ ધોળકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ધોળકા આઇ.ટ...
07/03/2025

~Learn Beyond Classrooms...!
Bagless Days.
બેગલેસ ડે અંતર્ગત કુમાર શાળા નં.૪ ધોળકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ધોળકા આઇ.ટી.આઈ. ની મુલાકાત લીધી

ધોળકા આઈ ટી આઈમાં કુમાર શાળા નં .૪ ધોળકા ના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ બેગલેસ ડે અંતર્ગત મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ આઈ ટી આઈમાં ચાલતા વિવિધ કોર્સ અને ટ્રેડની વિગતવાર માહિતી મેળવી તેમજ વિવિધ ટ્રેડના ની મશીનરીનું નિદર્શન કર્યું અને આઈ ટી આઈ ધોળકાના ઇન્સ્ટ્રક્ટર પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી.

કુમાર શાળા નં .૪ ધોળકાના વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે ધોરણ 10 પછીના અભ્યાસક્રમમાં વોકેશનલ રીતે પ્રગતિ કરવી હોય તો આઈ ટી આઈના વિવિધ કોર્સ કરી શકો છો અને ગ્રામ્ય તેમજ શહેરી કક્ષાએ રોજગારી પ્રાપ્ત કરવા માટેના ટ્રેડ શીખી શકો છો.

આઈ ટી આઈના વિવિધ વિભાગોમાં અલગ અલગ કોર્સના સાધનો, મશીનો તેમજ તેમની કાર્ય પધ્ધતિ વિશે સમજ આપી સ્વઅનુભવ પણ આપવામાં આવ્યો હતો.
મુલાકાતના અંતે વિધાર્થીઓને આઈ ટી આઈ ધોળકા દ્વારા કરવામાં આવતા ફ્રી કેમ્પની માહિતી તેમજ પ્રવેશ પ્રક્રિયાથી પણ વાકેફ કરવામાં આવ્યા.
ધોળકા આઈ ટી આઇની મુલાકાત સાચા અર્થમાં વિધાર્થીઓને વોકેશનલ કોન્સેપ્ટ ઉજાગર કરતી અને નાવિન્યપૂર્ણ રહી.







૧૯૮૬માં, નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન (NCSTC) એ ભારત સરકારને ૨૮ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દ...
28/02/2025

૧૯૮૬માં, નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન (NCSTC) એ ભારત સરકારને ૨૮ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે નિયુક્ત કરવા વિનંતી કરી. આ પ્રસંગ હવે સમગ્ર ભારતમાં શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક, વૈજ્ઞાનિક, ટેકનિકલ, તબીબી અને સંશોધન સંસ્થાઓમાં ઉજવવામાં આવે છે. પ્રથમ NSD (રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ) (૨૮ ફેબ્રુઆરી ૧૯૮૭) ના પ્રસંગે NCSTC એ વિજ્ઞાન અને સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રયાસોને માન્યતા આપવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન લોકપ્રિયતા પુરસ્કારોની સંસ્થાની જાહેરાત કરી. તેને નવી પેઢીના ઉદય તરીકે ચિહ્નિત કરવામાં આવે છે.

શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ અને સમજમાં વૃદ્ધિ થાય તે હેતુસર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.
શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ મોડલ રજૂ કર્યા અને ડોક્ટર સી વી રમન વિશે તેમજ તેમના જીવન ચરિત્ર વિશે કથન અને શોર્ટ ક્વિઝ રમાડવામાં આવી






બાળકની સર્જનાત્મકતાનો વિકાસ કરવા શું કરી શકીએ ?NEP 2020માં જેમ સૂચવવામાં આવ્યું છે તેમ બાળકને પોતાના સ્થાનિક પર્યાવરણમાં...
04/02/2025

બાળકની સર્જનાત્મકતાનો વિકાસ કરવા શું કરી શકીએ ?

NEP 2020માં જેમ સૂચવવામાં આવ્યું છે તેમ બાળકને પોતાના સ્થાનિક પર્યાવરણમાં અનુકૂલન સાધી નવું વિચારતો કરીએ, નવું રચનાત્મક કામ કરતો કરીએ તો તેની શ્રેષ્ઠ સ્કિલ બહાર લાવી શકીએ છીએ.

બસ આ જ વિચારને આધારે અમારી શાળામાં 31 જાન્યુઆરી 2025 ના રોજ શાળા ખાતે વેસ્ટમાંથી બેસ્ટ ક્રિએશન આઈડિયા અંતર્ગત વોકેશનલ એસ્પેક્ટસને ધ્યાને રાખી અને ઇનોવેશન ideaને સ્વીકારીને શાળા કક્ષાનો 'ઇનોવેશન ફેર' યોજાઈ ગયો.

અમારા ઈનોવેશનમાં વિદ્યાર્થીઓને તૈયારીના ભાગરૂપે ત્રણ દિવસ અને રો મટીરીયલ આપવામાં આવ્યું હતું. ધોરણ પાંચ થી આઠના સ્પર્ધક વિદ્યાર્થીઓ વેસ્ટમાંથી બેસ્ટ ક્રિએશન કરવા માટે અને પોતાની આગવી આવડત, કૌશલ્યને દર્શાવવા માટે વિવિધ વિજ્ઞાન વિષયક અને જીવન ઉપયોગી મોડેલ બનાવીને લઈને આવ્યા.

કુલ 28 જેટલા ઇનોવેટિવ આઈડિયા અને તેમની કૃતિઓ શાળામાં પ્રદર્શન સ્વરૂપે મૂકવામાં આવી અને તમામ મોડલને શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા રસપૂર્વક નિહાળીને વિવિધ પ્રશ્નોત્તરી યોજી જાણકારી મેળવવામાં આવી.

વેસ્ટમાંથી બેસ્ટ ક્રિએશન કરવાના આ ઇનોવેટિવ આઈડિયાને અને ઇનોવેશન ફેરને અમલ કરવા માટે શ્રી દર્શનાબેન દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી અને કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો. શાળાના તમામ મિત્રોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક આયોજનમાં સહકાર આપી વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.

સાથે સાથે કુમાર શાળા ૪ ધોળકાની સ્પેશિયલ એક્ટિવિટીના ભાગરૂપે ગ્રીન બોર્ડ ડેકોરેશન અને સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો અને એસએમસીના સભ્યો દ્વારા પણ સેલ્ફી કેપ્ચર કરવામાં આવ્યા.

આમ અમારી શાળાનો ઇનોવેશન ફેર સાચા અર્થમાં ઇનોવેટિવ રીતે અમલ થયો અને વિદ્યાર્થિની રચનાત્મક વિકાસની યાત્રાને વધુ સબળ રીતે સિદ્ધ કરવામાં આવી.








~ પૂજય ગાંધી બાપુ વિશે થોડી જ્ઞાન ગોષ્ટી અને શાળા ખાતે નિર્વાણ દીને તેમને શ્રદ્ધા સુમન....ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્ય...
30/01/2025

~ પૂજય ગાંધી બાપુ વિશે થોડી જ્ઞાન ગોષ્ટી અને શાળા ખાતે નિર્વાણ દીને તેમને શ્રદ્ધા સુમન....

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

શુક્રવાર 30 જાન્યુઆરી 1948ની શરૂઆત એક સામાન્ય દિવસની જેમ થઈ. હંમેશાની જેમ મહાત્મા ગાંધી સવારે સાઢા ત્રણ વાગ્યે ઉઠ્યા પ્રાર્થના કરી. બે કલક પોતાના ડેસ્ટ પર કોંગ્રેસની નવી જવાબદારીઓના મુદ્દા પર કામ કર્યુ અને એ પહેલા કે બીજા લોકો ઉઠી જતા તેઓ છ વાગ્યે ફરી સૂવા જતા રહ્યા. કામ કરવા દરમિયાન તેઓ પોતાના સહયોગીઓ આભા અને મનુનુ બનાવેલ લીંબૂ અને મઘનુ ગરમ પાણી અને ગળ્યુ લીંબુ પાણી પીતા રહ્યા. બીજીવાર સૂઈને તેઓ આઠ વાગ્યે ઉઠ્યા.
દિવસના છાપા પર નજર દોડાવી અને પછી બ્રજકૃષ્ણએ તેલથી તેમની માલિશ કરી. ન્હાયા પછી તેમણે બકરીનુ દૂધ, બાફેલા શાક, ટામેટા અને મૂળા ખાધા અને સંતરાનુ જ્યુસ પણ પીધુ. શહેરના બીજા ખૂણામાં જૂની દિલ્હી રેલવે સ્ટેશનના વેટિંગ રૂમમાં નાથૂરામ ગોડસે, નારાયણ આપ્ટે અને વિષ્ણુ કરકરે હજુ પણ ઉંઘી રહ્યા હતા.
ડરબનના તેમના જૂના મિત્ર રુસ્તમ સોરાબજી સપરિવાર ગાંઘીને મળવા આવ્યા. ત્યારબાદ રોજની જેમ તેઓ દિલ્હીના મુસ્લિમ નેતાઓને મળ્યા. તેમને બોલ્યા, "હુ તમારા લોકોની મંજુરી વગર વર્ઘા નથી જઈ શકતો".
ગાંધીજીના નિકટના સુધીર ઘોષ અને તેમના સચિવ પ્યારેલાલે નેહરુ અને પટેલ વચ્ચે મતભેદો પર લંડન ટાઈમ્સમાં છપાયેલ એક ટિપ્પણી પર તેમના વિચાર માંગ્યા.
જેના જવાબમાં ગાંધીજીએ કહ્યુ કે તેઓ આ મામલો પટેલ સામે ઉઠાવશે જે ચાર વાગ્યે તેમને મળવા આવી રહ્યા છે અને પછી તેઓ નેહરુ સાથે પણ વાત કરશે જેમની સાથે તેમની સાંજે સાત વાગ્યે મુલાકાત નક્કી થયેલ હતી.
બીજી બાજુ બિરલા હાઉસ માટે નીકળતા પહેલા નાથૂરામ ગોડસેએ કહ્યુ કે આજે તેમની ઈચ્છા મગફળી ખાવાની છે. આપ્ટે તેમના માટે મગફળી શોધવા નીકળ્યા પણ થોડી વાર પછી આવીને બોલ્યા - "સમગ્ર દિલ્હીમાં ક્યાય પણ મગફળી નથી મળી રહી. શુ કાજુ કે બદામથી કામ ચાલશે?"
પણ ગોડસેને ફક્ત મગફળી જ જોઈતી હતી. આપ્ટે પછી બહાર નીકળ્યા અને આ વખતે તેઓ મગફળીનું મોટુ કવર લઈને આવ્યા. ગોડસે મગફળીઓ પર તૂટી પડ્યા. ત્યારે આપ્ટેએ કહ્યુ કે હવે નીકળવાનો સમય થઈ ગયો છે.
ચાર વાગ્યે વલ્લભભાઈ પટેલ પોતાની પુત્રી મનીબેન સાથે ગાંધીને મળવા પહોંચ્યા અને પ્રાર્થનાના સમય મતલબ સાંજે પાંચ વાગ્યા પછી સુધી મંત્રણા કરતા રહ્યા.
સવા ચાર વાગ્યે ગોડસે અને તેમના સાથીયોએ કનૉટ પ્લેસ માટે એક ઘોડાગાડી કરી. ત્યાંથી તેમણે પછી બીજી ઘોડાગાડી કરી અને બિરલા હાઉસથી બે ગજ પહેલા ઉતરી ગયા.
બીજી બાજુ પટેલ સાથે વાતચીત દરમિયાન ગાંધી ચરખો ચલાવતા રહ્યા અને આભા દ્વારા પીરસાયેલ સાંજનુ જમવાનુ બકરીનું દૂધ, કાચી ગાજર, બાફેલા શાક અને ત્રણ સંતરા ખાતા રહ્યા. આભાને ખબર હતી કે ગાંધી પ્રાર્થના સભામાં મોડેથી જવુ બિલકુલ પસંદ નથી કરતા. તે પરેશાન થઈ. પટેલને ટોકવાની તેમની હિમંત ન થઈ. કશુ પણ કહો પણ તે હતા તો ભારતના લોખંડી પુરૂષ. તેમની એ પણ હિમંત ન થઈ કે તે ગાંધીને યાદ અપાવે કે તેમને મોડુ થઈ રહ્યુ છે.


કુમાર શાળા નં.૪ ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ તકે ગામની સૌથી વધુ ભણેલ દીકરી ભાવીશાબેન પટેલ...
27/01/2025

કુમાર શાળા નં.૪ ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ તકે ગામની સૌથી વધુ ભણેલ દીકરી ભાવીશાબેન પટેલ (એમ.એસ.સી. કેમેસ્ટ્રી )દ્વારા ધ્વજ હોસ્ટિંગ કરવામાં આવ્યું.
ધોળકા નગરપાલિકા વિસ્તારના કોર્પોરેટર શ્રી રમેશભાઈ, શ્રી ઈશ્વરભાઈ, શ્રી દિનેશભાઈ તેમજ શાળાની એસ.એમ.સી. કમિટી અને તમામ નગરજનો
હાજર રહી આ કાર્યક્રમની સફળતામાં ચાર ચાંદ લગાવી દીધા.
૧૧ જેટલી કૃતિઓમાં બાલવાટિકા થી લઈને ધોરણ ૮ સુધીના મોટાભાગના બાળકોએ પરફોર્મ કર્યું. શાળામાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ વિશે શાળાના ગણિત શિક્ષક સચિનભાઈ યાજ્ઞિક દ્વારા સમયાંતરે માહિતી આપવામાં આવી.
શાળાના ઉત્ચાસાહી અને ખંતીલા શિક્ષક શ્રી વિજયભાઈને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કિંજલબેન દ્વારા ઉમદા રીતે કરવામાં આવ્યું.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓમાં મેરિટમાં આવી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું, ૧૦૦૦ % હાજરી ધરાવનાર અને વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓનું આ તકે સન્માન કરવામાં આવ્યું તેમજ શાળાની વિવિધ લોકલ સ્પર્ધાઓમાં નંબર મેળવનાર વિશિષ્ટ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
ગણતંત્ર દિવસે સંસ્કૃતિક કાર્યક્રમમાં કૃતિ રજુ કરનાર તમામ બાળકોને શાળાના શિક્ષિકો તરફથી વોટર બોટલ, લંચ બોક્સ ભેટ આપવામાં આવ્યા. આ વિશેષ દિવસે અમારી અને અમારા વિદ્યાર્થીઓની મહેનત અને તેમના કાર્યને જોવા અને બિરદાવવા માટે ૨૦૦ થી વધુ નગરજનો હાજર રહ્યા તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું.
શાળાના વડા તરીકે શાળાની પ્રગતિ જોઈને આ ગૌરવ મેળવવું અને સફળતા પ્રાપ્ત કરવી એનો તમામ યશ હું મારા તમામ શિક્ષકોને આ તકે અર્પણ કરું છું.




तेरा तुझको सौंप दे,क्या लागत है मोर ;मेरा मुझमें कुछ नही,जो कुछ है सब तोर ।हमारी प्यारी शाला कुमार शाला नंबर ४ धोलका के ...
21/01/2025

तेरा तुझको सौंप दे,
क्या लागत है मोर ;
मेरा मुझमें कुछ नही,
जो कुछ है सब तोर ।

हमारी प्यारी शाला कुमार शाला नंबर ४ धोलका के सभी पुरस्कार विजेता शिक्षक को अभिनंदन करते है और हमारी मां समान शाला के चरणों में सभी पुरस्कार अर्पण करते है ।
यह भाव आत्मा से उठकर मन मे समा जाय और अपने अति प्रिय अहम को हम मिटाकर एकजुट होकर हम सभी शिक्षक अपना सम्पूर्ण समर्पण हमारी प्यारी पाठशाला को अर्पण करते है।
हमारा होने का भाव हमे हमारी शाला को समर्पण करके अपना श्रेष्ठ दायित्व अदा करते है ।

~हमारी शाला, प्यारी शाला ।





એ કાપ્યો છે.... ઢીલ દે ઢીલ દે....રે ભૈયા....ઉતરાયણ નિમિત્તે શાળાના શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને પતંગની ભેટ.  ઉતરાયણ...
11/01/2025

એ કાપ્યો છે.... ઢીલ દે ઢીલ દે....રે ભૈયા....
ઉતરાયણ નિમિત્તે શાળાના શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને પતંગની ભેટ.
ઉતરાયણની મજા માણતા અમારી શાળાના પતંગ વીર વિદ્યાર્થીઓ શિક્ષકો...

અમારી શાળાનું ધાબુ આજે કિલ્લોલ અને હર્ષથી ગુંજી ઉઠ્યું.

We Love Our School and Students... !






ગ્રીન સ્કૂલ કેમ્પસ નિર્માણ તરફ એક નાનું પગલું...ખાતર બનાવવાની કંપોસ્ટ પિટ અને કચરાના નિકાલ માટે કચરાની વર્ગીકૃત પેટીઓ અન...
09/01/2025

ગ્રીન સ્કૂલ કેમ્પસ નિર્માણ તરફ એક નાનું પગલું...

ખાતર બનાવવાની કંપોસ્ટ પિટ અને કચરાના નિકાલ માટે કચરાની વર્ગીકૃત પેટીઓ અને તેનું સ્ટેન્ડ.

કચરાપેટી અને તેનું સ્ટેન્ડ, ખાતર બનાવવાની કમ્પોસ્ટ પિટ શાળામાં ગોઠવાઈ ગઈ છે. કલરકામ બાદ તેની ઉપર નામ લખવાનું કામ ચાલુ છે.







રખડું ટોળીનો આજે કેડિલાના કેમ્પસમાં આનંદ ઉલ્લાસ...વન અને બગીચામાં બેસી ભોજન અને નાસ્તાની મજા.. દેશી રમતો... દોડ પકડ... ફ...
27/12/2024

રખડું ટોળીનો આજે કેડિલાના કેમ્પસમાં આનંદ ઉલ્લાસ...
વન અને બગીચામાં બેસી ભોજન અને નાસ્તાની મજા.. દેશી રમતો... દોડ પકડ... ફોટોગ્રાફી અને ઘણા બધા નવા અનુભવોનું ભાથું ભર્યું છે...

પ્રિ વોકેશનલ ટ્રેનિંગ અંતર્ગત કુમાર ૪ ધોળકાના તમામ વિદ્યાર્થીઓને ધોળકા કેડીલા ફાર્માસ્યુટિકલ કંપની ખાતે આવેલ શાંતિવન સનાતન સર્વધર્મ મંદિરની સૌ વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો સાથે મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.

ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓને 3 ફૂટના સ્ફટિક શિવલિંગના દર્શન, શ્રી યંત્ર સ્વરૂપમાં બનાવાયેલ શ્રી ઇન્દ્રવદન મોદીની સમાધિ અને તેની આસપાસની કલાકૃતિઓ, ભારતના તમામ પ્રખ્યાત મંદિરની આબેહુબ પ્રતિકૃતિ અને વર્લ્ડ ક્લાસ લેવલની ફેસિલિtટીથી સજ્જ ઓફિસ અને બિલ્ડિંગ કેમ્પસ જોવાના આનંદ અમારા વિદ્યાર્થીઓએ મેળવ્યો.

કેડિલા ફાર્માસ્યુટિકલના CSR વિભાગના શ્રી દિલીપભાઈ અને તેમની ટીમનો શાળા પરિવાર વતીથી આભાર વ્યક્ત કરું છું અને તેમની સુપર્બ હોસ્પિટલિટી માટે બાળકો તેમજ સ્ટાફ વતીથી પુનઃ આભાર વ્યક્ત કરીએ છીએ.






નિપુણ ભારત અંતર્ગત વાર્તાસ્પર્ધા અને આચાર્ય મીટીંગ સી.આર.સી કુમાર 4 ધોળકાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની મૌલિક અભિવ્ય...
27/12/2024

નિપુણ ભારત અંતર્ગત વાર્તાસ્પર્ધા અને આચાર્ય મીટીંગ

સી.આર.સી કુમાર 4 ધોળકાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની મૌલિક અભિવ્યક્તિને પ્રવેગ આપવા નિપુણ ભારત અંતર્ગત વાર્તા કથન અને વાર્તા લેખનની હરીફાઈ યોજાઈ ગઈ.





Address

Dholka
382225

Opening Hours

Monday 9am - 5:30pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 7am - 12pm

Telephone

+919898703687

Website

Alerts

Be the first to know and let us send you an email when Kumar Shala No.4 - Dholka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kumar Shala No.4 - Dholka:

Share