Sadarpur Primary School,Deesa

Sadarpur Primary School,Deesa Sadarpur Primary School is primary with upper primary school in sadarpur village of Deesa. It was established in the year 1953.

04/04/2026
31/03/2026
*ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો*આજ રોજ તારીખ ૩૦/...
30/03/2026

*ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો*

આજ રોજ તારીખ ૩૦/૦૩/૨૦૨૬ ના સોમવારના રોજ ડીસા તાલુકા ની સદરપુર પ્રાથમિક શાળામાં ધોરણ-૮ નો દીક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત ધોરણ-૮ ની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા કરવામાં આવી ત્યારબાદ સદરપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી તથા ડીસા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ વિજેતા શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ-૮ પાસ કરી આગળ ના અભ્યાસ માટે ઉપયોગી એવું પ્રેરણાત્મક ઉદબોધન કરવામાં આવ્યું. આ પ્રસંગે સદરપુર ગામના ઉત્સાહી અને જાગૃત સરપંચ શ્રી વનરાજસિંગ બબુજી સોલંકીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા ભેટ સ્વરૂપે ધોરણ - ૮ ના તમામ વિધાર્થીઓને ૩૦૦૦/- રૂપિયા ની ફોલ્ડર ફાઈલ ભેટ સ્વરૂપે આપવામાં આવી તથા પ્રેરણાત્મક ઉદબોધન કરવામાં આવ્યું. તથા શાળાના શિક્ષક શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદી દ્વારા ધોરણ - ૮ ના તમામ વિધાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી થાય તે માટે પાંચ -પાંચ બોલપેન ના પેકેટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા તથા શાળાના તમામ વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમના કોન ખવડાવવામાં આવ્યા .તેમજ ધોરણ - ૮ ના વર્ગ શિક્ષક શ્રી અનિલકુમાર પ્રજાપતિ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને સેવ ખમણી નો નાસ્તો કરાવવામાં આવ્યો તે સાથોસાથ શાળાના બીજા શિક્ષક મિત્ર જીતેન્દ્રકુમાર પ્રજાપતિ તથા આચાર્યશ્રી માધુભાઈ મકવાણા દ્વારા પણ વિધાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી એવા પ્રેરણાત્મક વિચારો રજૂ કરવામાં આવ્યા ત્યારબાદ ધોરણ - ૮ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા વિશેના પોતાના અનુભવો તથા વિચારો રજૂ કરવામાં આવ્યા અને શાળાને ધો. ૮ ના વિદ્યાર્થીઓ તરફથી મોટી કઢાઈ તથા વજન કાંટો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો અંતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શાળાના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો

આજ રોજ તારીખ ૨૭/૦૧/૨૦૨૬ ના મંગળવારના રોજ અમારી શ્રી સદરપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી રાજેશકુમાર ધર્માભાઈ સુતરિયા...
27/01/2026

આજ રોજ તારીખ ૨૭/૦૧/૨૦૨૬ ના મંગળવારના રોજ અમારી શ્રી સદરપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી રાજેશકુમાર ધર્માભાઈ સુતરિયા ની સિનિયોરીટી ની બદલી થતા શાળાના તમામ વિદ્યાર્થીઓને તીથી ભોજન આપવામાં આવ્યું તે બદલ સમસ્ત સદરપુર પ્રાથમિક શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે 💐💐💐💐

૭૭ માં ૨૬ મી જાન્યુઆરીના  ધ્વજવંદન કાર્યક્રમ નિમિત્તે આપ શ્રી ને શ્રી સદરપુર પ્રાથમિક શાળા, તા. ડીસા ના સમસ્ત શાળા પરિવા...
25/01/2026

૭૭ માં ૨૬ મી જાન્યુઆરીના ધ્વજવંદન કાર્યક્રમ નિમિત્તે આપ શ્રી ને શ્રી સદરપુર પ્રાથમિક શાળા, તા. ડીસા ના સમસ્ત શાળા પરિવાર વતી પધારવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે જય હિંદ... જય ભારત...

આજ રોજ તારીખ 25/09/2025 ના ગુરૂવારના રોજ અમારી શ્રી સદરપુર પ્રાથમિક શાળા ના શિક્ષક શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદી ના જન્મ...
25/09/2025

આજ રોજ તારીખ 25/09/2025 ના ગુરૂવારના રોજ અમારી શ્રી સદરપુર પ્રાથમિક શાળા ના શિક્ષક શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદી ના જન્મદિવસ પ્રસંગ નિમિત્તે તેમને વિધાર્થીઓને આવનારી પરીક્ષાને અનુલક્ષીને શાળાના તમામ બાળ વાટિકાથી ધોરણ - 5 સુધીના વિધાર્થીઓને પેન્સિલ, રબ્બર, સંચો તથા ફુટપટ્ટીની કિટ તથા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને પાંચ બોલપેન ના પેકેટ ની કિટ ભેટમાં આપીને જન્મદિવસની ઉજવણી કરી હતી તે બદલ સમસ્ત શ્રી સદરપુર પ્રાથમિક શાળા પરિવાર વતી તેમને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ 💐💐💐

આજ રોજ તારીખ ૩૧/૦૭/૨૦૨૫ ના ગુરૂવારના રોજ શ્રી સદરપુર પ્રાથમિક શાળા, તા. ડીસાના શાળાના તમામ ધોરણના ૧ થી ૮ વિદ્યાર્થીઓને પ...
31/07/2025

આજ રોજ તારીખ ૩૧/૦૭/૨૦૨૫ ના ગુરૂવારના રોજ શ્રી સદરપુર પ્રાથમિક શાળા, તા. ડીસાના શાળાના તમામ ધોરણના ૧ થી ૮ વિદ્યાર્થીઓને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળા ના તમામ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રિતી ભોજન આપવામાં આવ્યું....

શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી
28/06/2025

શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી

સદરપુર ગામના આગેવનશ્રીઓ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ ચોપડાઓનું વિતરણ કરાયુંઆજ રોજ તા.૨૧/૦૬/૨૦૨૫ના શનિવારના...
21/06/2025

સદરપુર ગામના આગેવનશ્રીઓ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ ચોપડાઓનું વિતરણ કરાયું

આજ રોજ તા.૨૧/૦૬/૨૦૨૫ના શનિવારના રોજ સદરપુર ગામના ઉત્સાહી, જાગૃત આગેવાનશ્રીઓ શ્રી જલુસિંગ શિવાજી સોલંકી, શ્રી મલસિંગ સવાજી સોલંકી, શ્રી કાળુસિંગ સતાજી સોલંકી તથા શ્રી સૂરજસિંગ ભારતસિંગ સોલંકી દ્વારા જેઓ વિધાર્થીઓના શિક્ષણ માટે હરહંમેશ ચિંતિત રહેતા શાળાના શિક્ષક શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદીના માર્ગદર્શન તથા પ્રેરણાથી વિધાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા સદરપુર ગામની શાળા સદરપુર પ્રા. શાળાના ધોરણ ૩ થી ૫ના દરેક વિદ્યાર્થી દીઠ અડધો ડઝન (૬નંગ), ધોરણ ૬ થી ૮ વિદ્યાર્થીઓને વિધાર્થી દીઠ ૧૨નંગ ફુલ સ્કેપ ચોપડાઓ તથા બાલ વાટિકા તથા ધોરણ - ૧ અને ૨ ના વિદ્યાર્થીઓને ૧ નંગ એમ ૧૫૨ પેજના ફુલ સ્કેપ ચોપડાઓનું વિતરણ શાળા શરૂ થતા શાળાના તમામ વિધાર્થીઓને કુલ-૫૭૨ નંગ ચોપડાઓ ૧૪૪૦૦/- રૂપિયાના વિતરણ કરવામાં આવ્યું તે બદલ સમસ્ત સદરપુર પ્રાથમિક શાળા પરિવાર તથા શાળાના શિક્ષક ડીસા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ વિજેતા શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે

વિશ્વ યોગ દિનની ઉજવણી
21/06/2025

વિશ્વ યોગ દિનની ઉજવણી

Address

At. Sadarpur, Post. Lunpur
Disa
385540

Telephone

9427257141

Website

Alerts

Be the first to know and let us send you an email when Sadarpur Primary School,Deesa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sadarpur Primary School,Deesa:

Share