Mahila Samakhya Dwarka

Mahila Samakhya Dwarka મહિલા સામખ્ય દાહોદ ( શિક્ષણ વિભાગ અંતર્ગત

મહિલા સામખ્ય, ગુજરાત દ્વારા  દર સોમવાર અને ગુરુવારે ૨૩ જિલ્લામાં ૧૦૭ માહિતીકેન્દ્ર ચલાવવામાં આવે છે. જેના સંચાલનની જવાબદ...
02/05/2022

મહિલા સામખ્ય, ગુજરાત દ્વારા દર સોમવાર અને ગુરુવારે ૨૩ જિલ્લામાં ૧૦૭ માહિતીકેન્દ્ર ચલાવવામાં આવે છે. જેના સંચાલનની જવાબદારી સંઘની ૨ સક્ષમ બહેનોને સોંપવામા આવેલ છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૪ તાલુકામાં કાર્યરત માહિતીકેન્દ્ર સંચાલિકા બહેનોની રીવ્યુ મીટીંગ કરવામાં આવી જેમાં કામગીરીની સમીક્ષા તેમજ મહિલા સામખ્ય કાર્યક્રમનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું.

જામ ખંભાળિયા તેમજ કલ્યાણપુર તાલુકામાં આવેલ કેશોદ, આહિર સિંહણ અને ખીરસરા ગામમાં આરોગ્ય વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યુ...
27/04/2022

જામ ખંભાળિયા તેમજ કલ્યાણપુર તાલુકામાં આવેલ કેશોદ, આહિર સિંહણ અને ખીરસરા ગામમાં આરોગ્ય વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આરોગ્ય અંગે સાવચેતી, અત્યારની પરિસ્થિતિમાં થતા રોગો અંગે ઘરગથ્થુ ઉપચાર, કિચન ગાર્ડન અને ઓર્ગેનિક શાકભાજી ઉગાડવી તેમજ દેશી ઘરગથ્થુ દવા બનાવવાના ફાયદા વિશે જાણકારી આપવામાં આવી.

સાજડીયારી, વિંજલપર અને ભીમરાણા ગામમાં મહિલા સામખ્યના મુખ્ય પાંચ મુદ્દા પૈકી આરોગ્યના મુદ્દા આધારિત તાલીમ કરવામાં આવી. જે...
27/04/2022

સાજડીયારી, વિંજલપર અને ભીમરાણા ગામમાં મહિલા સામખ્યના મુખ્ય પાંચ મુદ્દા પૈકી આરોગ્યના મુદ્દા આધારિત તાલીમ કરવામાં આવી. જેમાં ઓર્ગેનિક ખાતર, ઓર્ગેનિક બિયારણ અને કિચન ગાર્ડન અંગે માહિતી આપવામાં આવી. વિવિધ કઠોળ અને શાકભાજીમાંથી મળતા વિટામીન અને પ્રોટીન માનવ શરીર માટે કેટલા જરૂરી છે તે અંગે સહભાગી બહેનોને જાણકારી આપી.

કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામ ખાતે આરોગ્યના મુદ્દા આધારિત "પોષણ તાલીમ"નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સહભાગી બહેનો ...
27/04/2022

કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામ ખાતે આરોગ્યના મુદ્દા આધારિત "પોષણ તાલીમ"નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સહભાગી બહેનો પોતાના અને પોતાના પરિવારના આરોગ્યને લઈને જાગૃત બને તે માટે વિવિધ પોષણયુક્ત ખોરાકની માહિતી આપવામાં આવી. વધુમાં પોતાના ઘરની આસપાસ કિચન ગાર્ડન બનાવવા માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

મહિલા સામખ્યના મુખ્ય પાંચ મુદ્દા પૈકી શિક્ષણના મુદ્દાને લઈને કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ ખાતે શિક્ષણ તાલીમનું આયોજન કરી ...
21/04/2022

મહિલા સામખ્યના મુખ્ય પાંચ મુદ્દા પૈકી શિક્ષણના મુદ્દાને લઈને કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ ખાતે શિક્ષણ તાલીમનું આયોજન કરી શિક્ષણનું મહત્વ સમજાવી દીકરીઓ આત્મનિર્ભર બને તે માટે આગળ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સમજણ આપવામાં આવી.

ભાણવડ તાલુકાના રૂપામોરા ગામ ખાતે આરોગ્ય વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સહભાગી બહેનોને પોતાના આરોગ્યની સાચવણી...
21/04/2022

ભાણવડ તાલુકાના રૂપામોરા ગામ ખાતે આરોગ્ય વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સહભાગી બહેનોને પોતાના આરોગ્યની સાચવણી કરવા, પોષણ યુક્ત આહાર લેવા, પોષણક્ષમ ખોરાક મળી રહે તે માટે પોતાના ઘરની આસપાસ કિચન ગાર્ડન બનાવવા અંગે જાણકારી આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું

સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળી રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલત...
11/04/2022

સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળી રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલતા માહિતીકેન્દ્રોમાં વિનામુલ્યે ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ ભરી આપવામાં આવે છે તેમજ જે તે વિભાગ સાથે સંકલન કરી જેમ બને તેમ ઝડપથી લાભ અપાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે.

21/03/2022

મહિલા સામખ્ય ગુજરાત સોસાયટી અંતર્ગત કામગીરી કરતા રાજ્ય તેમજ તમામ જિલ્લા કચેરીના સ્ટાફની ડીઆઈયુ મીટીંગનું તા.૦૪/૦૫-૦૩-૨૦૨૨ના રોજ નારાયણ વાડી, માધાપર, કચ્છ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા મહિલા સામખ્યની કામગીરી, સંઘ બહેનોની કામગીરી અને માળખાકીય કામગીરીની સમજણ આપતી કૃતિની રજૂઆત કરવામાં આવી હતી.

જામ ખંભાળિયા ખાતે આવેલ વડગામા વાડીમાં પોષણ અને આરોગ્યને લગતી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હાજર રહેલ બહેનોને...
14/03/2022

જામ ખંભાળિયા ખાતે આવેલ વડગામા વાડીમાં પોષણ અને આરોગ્યને લગતી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હાજર રહેલ બહેનોને તેમના અને તેમના પરિવારજનોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે લીલા શાકભાજી, કઠોળ અને અન્ય પોષણયુક્ત ખોરાકનું સેવન કરવા બાબતે તેમજ બીમારી સમયે અંધશ્રદ્ધા ન રાખતા સમયસર દવાખાના ની મુલાકાત લેવા વિશે સમજણ આપવામાં આવી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી માટે જિલ્લા સ્તરે થયેલ કાર્યક્રમમાં ૪ તાલુકાના ૨૨ ગામની ૧૧૬ બહેનોને એકત્રિત કરી મહિલાઓ અ...
10/03/2022

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી માટે જિલ્લા સ્તરે થયેલ કાર્યક્રમમાં ૪ તાલુકાના ૨૨ ગામની ૧૧૬ બહેનોને એકત્રિત કરી મહિલાઓ અને કિશોરીઓના પોષણસ્તર સુધારવા માટે વિવિધ પોષણ યુક્ત ખોરાક વિશે માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં આમંત્રિત અધિકારી-પદાધિકારીઓએ સહભાગી બહેનોને પોતાના અને પોતાના પરિવારના સ્વાસ્થ્ય અંગે જાગૃત થાય તે માટે સમજણ આપી. સાથે સાથે મહિલાઓના કાયદાઓ અંગે પણ માહિતી આપવામાં આવી.

આજરોજ ભાણવડ તાલુકાના ઘૂમલી ગામ ખાતે ૧૦ ગામની ૫૦ બહેનોને ખરાબ રાસાયણિક ખાતરથી આરોગ્યને થતા નુકસાન વિશે સમજણ આપી બહેનો પોત...
08/02/2022

આજરોજ ભાણવડ તાલુકાના ઘૂમલી ગામ ખાતે ૧૦ ગામની ૫૦ બહેનોને ખરાબ રાસાયણિક ખાતરથી આરોગ્યને થતા નુકસાન વિશે સમજણ આપી બહેનો પોતાના ઘર પાસે જ કિચન ગાર્ડન બનાવી કેમિકલ વગરના શાકભાજી ઉગાડી તેનો ઉપયોગ કરે તો પરિવારના આરોગ્યમાં સુધારો આવે તેવી માહિતી આપવામાં આવી. આ માટે તેઓને વિવિધ શાકભાજીના બિયારણનું પણ વિતરણ કરવામાં આવ્યુ. આ ઉપરાંત બહેનોને સજીવ ખેતી અને આયુર્વેદિક દવાથી થતા ફાયદા વિશે પણ જાણકારી આપવામાં આવી.

તારીખ 28/1/2022 ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કચેરી પર સાક્ષરતા વર્ગ શરૂ કરવા માટે ની મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં કુલ...
31/01/2022

તારીખ 28/1/2022 ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કચેરી પર સાક્ષરતા વર્ગ શરૂ કરવા માટે ની મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં કુલ ૩૬ બહેનોએ ભાગ લીધો હતો સાક્ષરતા વર્ગ ની આવેલ અરજીઓ ઉપરથી આગામી સમયમાં સાક્ષરતા વર્ગો શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવશે

Address

Dwarka

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahila Samakhya Dwarka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share