CYSS PATAN

CYSS PATAN Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CYSS PATAN, Political organisation, Gandhinagar.

આજરોજ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીના નિવાસસ્થાને આમ આદમી પાર્ટી, ગુજરાત પ્રદેશ સમિતિના સભ્યોની વિસ્તૃત મિટિંગ મળેલ...
10/10/2021

આજરોજ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીના નિવાસસ્થાને આમ આદમી પાર્ટી, ગુજરાત પ્રદેશ સમિતિના સભ્યોની વિસ્તૃત મિટિંગ મળેલ.

આ મિટિંગમાં શ્રી અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની સમગ્ર ટીમને તેમજ તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવેલ અને જણાવેલ કે, "ગુજરાત ટીમે ફક્ત 20 દિવસની મહેનતમાં ગાંધીનગરમાં 21% વોટ મેળવીને નવો ઈતિહાસ સર્જ્યો છે." વધુમાં તેઓએ જણાવેલ કે, આટલા ટૂંકા ગાળામાં કોઈપણ પ્રકારના સંસાધનો વગર 21% મત મેળવવા એ ફક્ત ભારતના જ નહિ પણ દુનિયાના ઈતિહાસમાં પ્રથમ ઘટના હશે.

ત્યારબાદ ગાંધીનગર ચુંટણી પહેલા, દરમ્યાન અને પછીની તમામ બાબતો અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલ હતી. આ ચર્ચા દરમ્યાન સંગઠનના ઉપસ્થિત તમામ સાથીઓએ ગાંધીનગર ચૂંટણીને લઈને તેમજ ભવિષ્યની રણનીતિ અંગે અરવિંદ કેજરીવાલ સમક્ષ પોતપોતાના વિચારો અને વિશ્લેષણ રજૂ કર્યું હતું.

ત્યારબાદ આમ આદમી પાર્ટીની 2022 સુધીની રણનીતિ તેમજ પ્રદેશથી લઈને બુથ સુધી સંગઠન નિર્માણ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી.

ઉપરોક્ત સમગ્ર મિટિંગ દરમ્યાન અરવિંદ કેજરીવાલજીએ તબક્કાવાર રીતે ગાંધીનગર ચુંટણી અંગે, દિલ્લીની ચુંટણીના અનુભવો અંગે, સંગઠનની હાલની સ્થિતી અંગે, ભવિષ્યના સંગઠન નિર્માણ અંગે તેમજ આમ આદમી પાર્ટીમાં ભવિષ્યમાં કામકાજની રણનીતિ અંગે ખુબ વિસ્તારથી પોતાનું માર્ગદર્શન આપ્યું હતું.

દેશના સર્વશ્રેષ્ઠ શિક્ષણ મંત્રી શ્રી Manish Sisodia  જી નું ગાંધીનગરની ઘરતી પર હાર્દિક સ્વાગત છે.તેઓ આજે બપોરે 12 વાગ્યે...
29/09/2021

દેશના સર્વશ્રેષ્ઠ શિક્ષણ મંત્રી શ્રી Manish Sisodia જી નું ગાંધીનગરની ઘરતી પર હાર્દિક સ્વાગત છે.

તેઓ આજે બપોરે 12 વાગ્યે ગાંધીનગરમાં "ગાંધીનગર જન સંવાદ"માં જનતા સાથે વાતચીત કરશે અને સાંજે 4 વાગ્યે થી પેથાપુર ગામમાં રોડ-શો કરશે.

💐છાત્ર યુવા સંઘર્ષ સમિતિ-પાટણ ની જીત💐છેલ્લા બે મહિનાથી  પગરમાટે  અવાર નવાર  હેરાન થતા  એવા પાટણ  તાલુકાના 28 કોરોના પેરા...
13/09/2021

💐છાત્ર યુવા સંઘર્ષ સમિતિ-પાટણ ની જીત💐

છેલ્લા બે મહિનાથી પગરમાટે અવાર નવાર હેરાન થતા એવા પાટણ તાલુકાના 28 કોરોના પેરામેડિકલ ના સ્ટાફ ને પડખે રઈને આજે પાટણ જિલ્લા કલેક્ટર ને તાકત્કાલિક પગાર કરવા બાબતે પાટણ CYSS એ ઉગ્ર રજુવાત કરતા 4 કલાક ની અંદર કલેક્ટરે તે કોરોના પેરેમેડિકલ સ્ટાફ માટે પગાર બિલ પસાર કરવું પડ્યું 🙏🙏🙏

લિ
PATAN CYSS✍️

09/09/2021

CYSS PATAN જિલ્લા દ્વારા HNGU ખાતે તારીખ 8/9/21 ના રોજ ટેબલેટ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને કુલપતિ સાહેબ શ્રી ની ચેમ્બર માં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું.

HNGU યુનિવર્સિટી માં ૩૨૯૧ જગ્યાઓ માટે શૈક્ષણિક સ્ટાફ ની મહાભરતીની મેળો :
21/08/2021

HNGU યુનિવર્સિટી માં ૩૨૯૧ જગ્યાઓ માટે શૈક્ષણિક સ્ટાફ ની મહાભરતીની મેળો :

15/08/2021

વિધાર્થીઓ સંખ્યા જોઈને યુનિવર્સીટી ના કુલપતિ એ સામે ચાલીને પોતાની ઓફિસ ની બહારજ આવેદન લેવું પડ્યું 💪💪🙏

વિષય  :-  વર્ષ 2020 - 21 ના બી . ઍસ . સી . - સેમેસ્ટર 1 & 3  ના વિધાર્થીઓને રિઝલ્ટમાં ભૂલ  હોવાથી યોગ્ય નિર્ણય લેવા બાબત...
15/08/2021

વિષય :- વર્ષ 2020 - 21 ના બી . ઍસ . સી . - સેમેસ્ટર 1 & 3 ના વિધાર્થીઓને રિઝલ્ટમાં ભૂલ હોવાથી યોગ્ય નિર્ણય લેવા બાબતે .

જય ભારત સાથ જાણવાનું કે વર્ષ 2020-21 દરમિયાન જે વિધાર્થીઓ બી . ઍસ . સી . - સેમેસ્ટર - 3 માં અભ્યાસ કરતા હતા તેવા વિધાર્થીઓને કોરોના મહામારીના લીધે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી . તે ઓનલાઇન પરીક્ષા દરમિયાન સર્વરની સમસ્યાના લીધે ઘણાં બધા વિધાર્થીઓને ઓનલાઇન પરીક્ષામાં ઘણી બધી સમસ્યા પડી હતી જેના કારણે તેમાંથી ઘણા બધા વિધાર્થીઓનું નાપાસનું પરિણામ આપવામાં આવ્યું હતું તો તે દરમિયાન કૉલેજના સંચાલકો દ્વારા વિધાર્થીઓને જાણવામાં આવેલું કે સેમેસ્ટર 3 ના બી. ઍસ . સી . ના વિધાર્થીઓને ઓનલાઇન પરિક્ષામાં સમસ્યા આવેલ હોવાથી જે વિધાર્થીઓ નાપાસ થયેલા હતા તેવા વિધાર્થીઓનું આ નાપાસ નું રિજલ્ટ અમાન્ય રાખવામાં આવશે અને તેવા વિધાર્થીઓની પરિક્ષા ફરીથી લેવામાં આવશે અને તે પરિક્ષામાં જે પરિણામ આવશે તે માન્ય રાખવામાં આવશે . તો પછી HNGU દ્વારા પરિક્ષા લેતી વખતે થયેલ સર્વર પ્રોબ્લેમ વાળી પરિક્ષાનું રિઝલ્ટ નાપાસ કેમ આપવામાં આવી રહ્યું છે ?

ત્યારબાદ વર્ષ 2020 - 21 સમયગાળા દરમિયાન અભ્યાસ કરતા બી. ઍસ . સી . સેમેસ્ટર - 1 ના વિધાર્થીઓની પરિક્ષા ઓફલાઈન લેવામાં આવી હતી તો તેવા વિધાર્થીઓનું પરિણામ તાજેતરમાં જ 2 દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યું . જેમાં ડૉ . ઇન્દુદયાલ મિશ્રી સાયન્સ કોલેજના વિધાર્થીઓના પરિણામમાં ખામીભર્યું હોય તેવુ અમોને લાગી રહ્યું છે . કારણ કે સમગ્ર કોલેજના વિધાર્થીઓમાંથી આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ વિધાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે અને તેમાંથી ઘણા બધા વિધાર્થીઓએ પરિક્ષા આપી હોવા છતાં પણ વિદ્યાર્થી પરિક્ષા દરમ્યાન ગેરહાજર હોવાનું કારણ બતાવી નાપાસ કરવામાં આવ્યા છે . માટે આવા તમામ વિધાર્થીઓની માગ છે કે યુનિવર્સિટી દ્વારા આ ભૂલ ભરેલું પરિણામ પાછું ખેંચવામાં આવે અને તેવા તમામ વિધાર્થીઓની ઉતરવહી ફરીથી તપાસવામાં આવે અને વિધાર્થીઓને તેમનું સાચું રિઝલ્ટ વહેલામાં વહેલી તકે જાહેર કરવામાં આવે . જૉ આ બાબતે યુનિવર્સિટી દ્વારા યોગ્ય નિર્ણય નહિ લેવામાં આવે તો છાત્ર યુવા સંઘર્ષ સમિતિ - પાટણ જીલ્લા દ્વારા અન્યાય થયેલ વિદ્યાર્થીઓને સાથે રાખીને આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે અને તે દરમ્યાન વિદ્યાર્થીઓ અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિનાં કાર્યકરોને કંઈ પણ થશે તો તેની સમગ્ર જવાબદારી કુલપતિ શ્રી તેમજ રજીસ્ટ્રાર શ્રીની રહેશે .

"The duty of the youth is to change corruption." - Aristotle
12/08/2021

"The duty of the youth is to change corruption." - Aristotle

Address

Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when CYSS PATAN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share