Youth Services and Cultural Activities

Youth Services and Cultural Activities This is the Official page of Commissioner of Youth Services and Cultural Activities, Gujarat State

04/09/2026

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા આયોજિત ‘વિરાસત થી વિકાસ લોકમેળો ૨૦૨૬’ માં લોક ગાયક સાગર કાચા અને તેની ટીમ આવી રહ્યા છીએ આપ સૌને લોકસંગીતના સુરોથી મંત્રમુગ્ધ કરવા.આપ સૌ મિત્રો અને લોકપ્રિય જનતાને આ ભવ્ય કાર્યક્રમનો લાભ લેવા ખાસ હાર્દિક નિમંત્રણ છે.

🗓️ તારીખ: ૬ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર

📍 સ્થળ: રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ

આવો બધા સાથે મળીને 'વિરાસત થી વિકાસ' લોકમેળાની મોજ માણીએ.

04/09/2026

માખણચોર શ્રીકૃષ્ણ આપના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે, આપના જીવનના તમામ દુઃખો હરી લે અને આપનું જીવન અપાર ખુશીઓથી ભરી દે. શ્રી કૃષ્ણ જન્મોત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

03/09/2026

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા આયોજિત ‘વિરાસત થી વિકાસ લોકમેળો ૨૦૨૬’ માં ઉદય ધાંધલ લઈને આવી રહ્યા છે એક ભવ્ય લોકડાયરો.

🗓️ તારીખ: ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૬

📍 સ્થળ: રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ

આપણી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખતી આ સાંસ્કૃતિક સાંજમાં આપ સૌ પરિવાર અને મિત્રો સાથે પધારી લોકસંગીતનો આનંદ માણો.

✨સૂર, તાલ અને કૃષ્ણ ભક્તિનો અનોખો મહોત્સવ એટલે દ્વારકા ઉત્સવ🎶દ્વારકાધીશની પાવન ધરા પર ગુંજશે ભક્તિ અને લોકસંગીતનો મધુર ન...
03/09/2026

✨સૂર, તાલ અને કૃષ્ણ ભક્તિનો અનોખો મહોત્સવ એટલે દ્વારકા ઉત્સવ🎶

દ્વારકાધીશની પાવન ધરા પર ગુંજશે ભક્તિ અને લોકસંગીતનો મધુર નાદ ✨

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે દ્વારકા ઉત્સવ-૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું છે. લોકપ્રિય કલાકાર ગીતાબેન રબારી અને ભાવેશ આહિરના સુરાવલી સંગે એક અવિસ્મરણીય સાંસ્કૃતિક સંધ્યાના સાક્ષી બનવા આપ સૌ જરૂરથી પધારજો.

📅 તારીખ: ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર

⏰ સમય: રાત્રે ૮:૦૦ વાગે

📍 સ્થળ: હાથી ગેટની બાજુમાં, નગરપાલિકા ગ્રાઉન્ડ, દ્વારકા

02/09/2026

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર, દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે ‘દ્વારકા ઉત્સવ ૨૦૨૬’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

જનમાષ્ટમીના પાવન પર્વ નિમિત્તે યોજાનાર ‘દ્વારકા ઉત્સવ ૨૦૨૬’ માં સુપ્રસિદ્ધ લોક ગાયક ભાવેશ આહીરના સુરીલા અવાજે લોકડાયરા અને સાંસ્કૃતિક સંગીતની સૂરમય મોજ માણવા આપ સૌ કૃષ્ણભક્તોને પધારવા હાર્દિક નિમંત્રણ છે.

📍 સ્થળ: નગરપાલિકા ગ્રાઉન્ડ, હાથી ગેટની બાજુમાં, દ્વારકા

📅 તારીખ: ૪ સપ્ટેમ્બર ૨૦૨૬

⏰ સમય: રાત્રે ૮:૦૦ વાગે

આવો, પરિવાર અને મિત્રો સાથે મળીને ભક્તિ અને સંગીતના આ મહાપર્વની ઉજવણી કરીએ. 🎉🎶

02/09/2026

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર, દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે ‘દ્વારકા ઉત્સવ ૨૦૨૬’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે યોજાનાર આ ઉત્સવમાં સુપ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારીના સુરીલા અવાજે લોકડાયરા અને સાંસ્કૃતિક સંગીતની મોજ માણવા આપ સૌ કૃષ્ણભક્તો તથા ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે.

📍 સ્થળ: નગરપાલિકા ગ્રાઉન્ડ, હાથી ગેટની બાજુમાં, દ્વારકા

📅 તારીખ: ૪ સપ્ટેમ્બર ૨૦૨૬

⏰ સમય: રાત્રે ૮:૦૦ વાગે

આવો, મિત્રો અને પરિવાર સાથે મળીને જનમાષ્ટમીનો આનંદ માણીએ.

02/09/2026

🔥 રાજકોટમાં જામશે લોકસંગીતનો ભવ્ય જલસો. 🔥
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા આયોજિત 'વિરાસતથી વિકાસ' લોકમેળો ૨૦૨૬ અંતર્ગત સુપ્રસિદ્ધ લોકગાયક દિવ્યેશ જેઠવા આવી રહ્યા છે આપ સૌને ભજનો અને લોકગીતોના સુરીલા સૂરોથી મંત્રમુગ્ધ કરવા.

📍 સ્થળ: રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ

🗓️ તારીખ: ૬ સપ્ટેમ્બર ૨૦૨૬

આપણી પરંપરા અને સંસ્કૃતિના આ ભવ્ય ઉત્સવમાં સાથે મળીને ડાયરાની મોજ માણીએ. 🎶✨

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરના નિયંત્રણ હેઠળની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્...
02/09/2026

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરના નિયંત્રણ હેઠળની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ ખાતે યોજાનાર પર્વતારોહણની તાલીમ શિબિરોમાં અરજી કરવાના નિયમો નીચે મુજબ છે.

(૧) આ શિબિરમાં જોડાવા માંગતા ગુજરાતના વતની હોય તેમણે પોતાનું નામ, સરનામું, ટેલિફોન નંબર, મોબાઇલ નંબર વગેરેની માહિતી દર્શાવતી અરજી નિયત ફોર્મમાં ભરીને સંસ્થાના ફેસબુક પેજ https://www.facebook.com/svimadmin/ પરથી મેઇલ મેળવી શકાશે. તેમાં ગુજરાતના વતની હોવાનો આધાર/પુરાવો, શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર, જન્મ તારીખનો પુરાવો, ઉમેદવારે અકસ્માત/ઇર્જા વગેરે જોખમ અંગે વાલીનું સમંતિપત્ર તથા પર્વતારોહણ તાલીમ કોર્ષમાં ભાગ લીધેલ હોય તો તે અંગેના પ્રમાણપત્રની ખરા નકલ અવશ્ય મોકલવાની રહેશે.

(૨) તાલીમાર્થી જે કોર્ષમાં જોડાવા માંગે તે કોર્ષનું નામ અરજીમાં સ્પષ્ટ જણાવવું. અપૂર્ણ વિગતોવાળી અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.

(૩) પસંદગી પામનાર ઉમેદવારોને ભોજન, નિવાસ અને તાલીમની વ્યવસ્થા સરકાર દ્વારા જે તે સ્થળે વિના મૂલ્યે કરવામાં આવશે. તદ્ઉપરાંત તાલીમાર્થીઓને વતનથી તાલીમ સંસ્થાના સ્થળે તથા પરત જવાનું મુસાફરી ભાડું (સામાન્ય એસ.ટી.બસ/રેલ્વે સેકન્ડ ક્લાસ) મળવા પાત્ર રહેશે.

(૪) તાલીમ કોર્ષમાં જોડાવા માંગતા ઉમેદવારોએ આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ. પીન: 307501 ના સરનામે સંપૂર્ણ વિગતો સાથે અરજી મોકલવાની રહેશે.

(૫) પસંદગી પામનાર તાલીમાર્થીને જરૂરી માહિતી અને સૂચનાઓ તાલીમ સંસ્થા દ્વારા ઇ-મેઇલ/ટેલિફોન દ્વારા જણાવવામાં આવશે. તે સિવાય પત્ર વ્યવહાર ન કરવા આથી જણાવવામાં આવે છે.

(૬) વધુ માહિતી માટે સંસ્થાના કોન્ટેક્ટ નંબર 6377890298 પર (ઓફિસ દરમ્યાન, જાહેર રજા સિવાય) કોન્ટેક્ટ કરી શકશે.

તો રાહ જોયા વિના આજે જ અરજી કરો અને પર્વતારોહણ તાલીમ શિબિરમાં તમારું નામ નોંધાવો. 🏔️

01/09/2026

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા આયોજિત ‘વિરાસત થી વિકાસ લોકમેળો ૨૦૨૬’ માં આવી રહ્યો છે લોકસંગીતનો ભવ્ય લોકડાયરો.

સુપ્રસિદ્ધ લોકગાયક રાજભા ગઢવી આપ સૌને સંગીત અને શિવ-કૃષ્ણની ભક્તિમાં તરબોળ કરવા આવી રહ્યા છે. 🎶🔥

📅 તારીખ: ૩ સપ્ટેમ્બર ૨૦૨૬

📍 સ્થળ: રેસકોર્સ મેદાન, રાજકોટ

આવો સૌ સાથે મળીને સુપ્રસિદ્ધ લોકગાયક રાજભા ગઢવીની સાથે લોકસંસ્કૃતિની મોજ માણીએ.

Address

Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when Youth Services and Cultural Activities posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share