E-Gram Vishwagram Project

E-Gram Vishwagram Project e-Gram Vishwagram Project

યોજના વિશે (માહિતી)
ગુજરાતના ગ્રામજનોને વિશ્વજનોની હરોળમાં લાવવા વર્તમાન ગુજરાત સરકાર કટિબદ્ઘ છે અને એટલે ગુજરાતના ગામડાંઓનું આદ્યુનિકરણ કરી લોકોના જીવનમાં કોમ્‍પ્‍યુટર દ્વારા નૂતન પ્રભાતના અજવાળાં પાથરવાનું ઘ્‍યેય નકકી કર્યુ છે એ માટે ઇ-ગ્રામ વિશ્વગ્રામનો મેઘધનુષી આદર્શ રજુ કરી એને અમલમાં મૂકયો છે.
કોમ્‍પ્યુટરોથી ધબકતાં શહેરોની હરોળમાં હવે ગામડાંઓ ૫ણ આવવા લાગ્‍યાં છે. ગુજરાત સરકા

ર ગ્રામપંચાયત, તાલુકાપંચાયત અને જીલ્‍લાપંચાયત અને જીલ્‍લાપંચાયતોને સચિવાલય, ગાંઘીનગર સાથે કોમ્‍પ્‍યુટરની મદદથી નેટવર્ક દ્વારા સાંકળી રહેલ છે આ માટે જરૂરી હાર્ડવેર અને સોફટવેર સાથેની અન્‍ય સાઘન સામગ્રી રાજય સરકાર પૂરાં પાડી રહી છે.
શહેરી વિસ્‍તારમાં મળી રહેલ ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામપંચાયત ખાતે આ૫વાનો રાજય સરકારે નિર્ઘાર કરેલ છે. આમ, ઇ-ગ્રામ સેવા ગ્રામપંચાયતની કચેરીનું નાભિસ્‍થાન બનશે. આ ઉ૫રાંત ગ્રામપંચાયતની કચેરીમાં મૂકવામાં આવેલ કોમ્‍પ્‍યુટર ૫રથી ગામના લોકોને સચોટ, સાચી, ઝડપી માહિતી અને જ્ઞાન મળી રહેશે.
આ યોજના અંતર્ગત નિર્ઘારિત સમયમાં ગ્રામ્‍યજનોને ઇ-સેવાઓ ઘર આંગણે પૂરી પાડી શકાય તે હેતુસર રાજય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની સ્‍થા૫ના કરેલ છે.

Address

Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when E-Gram Vishwagram Project posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share